Jetpur: સાંકળી ગામના પાટિયા પાસે બે બાઈક અને એક કારનો ત્રીપલ અકસ્માત, 5 લોકો ઇજાગ્રસ્ત
- હાઇવે પર મોસમોટા ખાડા ના કારણે બનાવ બન્યો
- હાઈવેની બદતર હાલતના કારણે અકસ્માતના બનાવો બન્યા
- ત્રીપલ અકસ્માતમાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા
Jetpur: રાજ્યમાં અત્યારે છાસવારે અકસ્માતોની ઘટના બનતી રહે છે. રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઈવેની બદતર હાલતના કારણે અકસ્માતના બનાવો બન્યા છે, ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં તાલુકાના સાંકડી ગામના પાટીયા નજીક નેશનલ હાઈવે પર કારચાલક ખાડા તારવા જતા બે બાઈકોને અડફેટે લેતાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો: Bharuch : વધુ એક ગમખ્વાર અકસ્માત! ઇકો કાર અને ટ્રક ધડાકાભેર અથડાયાં, 6 નાં મોત!
હાઇવે પર મોસમોટા ખાડાના કારણે થયો અકસ્માત
બનાવની વિગતો મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી અને વંથલી ટોલનાકા નીચે આવતો એન.એચ આઈ હાઈવે જેતપુર (Jetpur) જુનાગઢ નેશનલ હાઈવે પર સાંકળી ગામના પાટીયા નજીક અને રાજાણીની નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં તાલુકાના પીપળવા ગામના બે કૌટુંબિક ભાઈઓ બાઈક પર પીપળવા ગામ જઈ રહ્યા હતા. નેશનલ હાઈવે પર અતિશય ખાડાઓના કારણે કારચાલક અને મોટરસાયકલ ચાલકો ખાડા તરવા જતા બંને મોટરસાયકલોને અડફેટે લેતા બંને મોટરસાયકલ તેમજ કાર રોડની સાઈડમાં નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: Bhavnagar : સાવકી માતાની ક્રૂરતા! માસૂમનાં માથાનાં વાળ અને આંખના ભમર કાપ્યાં!
તમામને 108 મારફતે સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા
એક બાઈક પર ત્રણ લોકો સવારે હતા જ્યારે બીજી બાઇક પર બે લોકો સવાર હતા જેમને વધુ ઇજાઓ પહોંચી હતી. જેમાં લખુભાઇ ડાભી, તેમની પુત્ર અજય અને તેમજ તેમની પુત્રી હેતલબેન ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે બીજી બાઈકમાં સવાર અજય ભોપાભાઈ ડાભી, ભોપાભાઈ ભીખાભાઈ ડાભી રોડ સાઈડમાં ફગોળાઈને નીચે પડ્યા હતા. જ્યારે કાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તમામને 108 મારફતે સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા. આ ત્રીપલ અકસ્માત સર્જતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને લોકોએ આક્રોશ ઠલવ્યો હતો કે, હાઇવે ઓથોરિટી ટોલટેક્સ અને સરકાર ટેક્સના પૈસા વસૂલી રહી છે. તેમ છતાં સારા રોડ હજુ સુધી બન્યો નથી. હાઈવે સોમનાથ સુધી જાય છે પરંતુ સરકાર દ્વારા કે તેમના પ્રતિનિધિ દ્વારા હજુ આ હાઇવે પર ખાડા રીપેરીંગ કે નવો બનાવવાની કોઈ પણ પ્રકારની તસ્દી લેવામાં આવી નથી.જેના કારણે અત્યારે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે.
અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર
આ પણ વાંચો: Ahmedabad : કાગડાપીઠ હત્યા કેસમાં PI વિરુદ્ધ મોટી કાર્યવાહી! ઠાકોર સમાજનાં લોકોનો ચક્કાજામ


