Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Narendra Modi દાહોદથી 24,000 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

26મી મેના રોજ વડાપ્રધાન મોદી (PM Narendra Modi) દાહોદના ખરોડ ખાતેથી 24,000 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે. વાંચો વિગતવાર.
pm narendra modi દાહોદથી 24 000 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે
Advertisement
  • PM Modi દાહોદના ખરોડ ખાતેથી 24,000 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે
  • ₹ 21,405 કરોડના ખર્ચે તૈયાર થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ - રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરશે
  • ₹ 181 કરોડના પીવાના પાણીની 4 પાણી સુધારણા જૂથ પુરવઠા યોજનાઓનું વડાપ્રધાન લોકાર્પણ કરશે
  • મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વિવિધ વિકાસકાર્યોને પરિણામે આ વિસ્તારના વિકાસને વેગ મળશે

PM Narendra Modi : પોતાના હોમ સ્ટેટ ગુજરાતની 26 અને 27મી મે એમ બે દિવસની મુલાકાતે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. તેઓ 26મી તારીખે દાહોદના ખરોડ ખાતેથી 24,000 કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરવાના છે. જેમાં 21,000 કરોડના ખર્ચે મેક ઈન ઈન્ડિયા (Make in India) અભિયાન અંતર્ગત તૈયાર થયેલા રેલવે પ્રોડક્શન યુનિટનો પણ સમાવેશ થાય છે.

રેલવે ક્ષેત્રે વિવિધ વિકાસકાર્યો

PM Narendra Modi રેલવે મંત્રાલય દ્વારા દાહોદમાં ₹ 21,405 કરોડના ખર્ચે તૈયાર થયેલ લોકો મેન્યુફેક્ચરીંગ શોપ - રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરશે. દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ દસ હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે. આણંદ - ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ - હડમતીયા રેલવે લાઈનના ડબલિંગ કામ, સાબરમતી - બોટાદ 107 કિમી રેલવે લાઈન ઈલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી-કટોસણ રેલવે લાઈન ગેજ પરિવર્તનના કુલ ₹ 2,287 કરોડના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરશે. દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન વડાપ્રધાન મોદી દેશને સમર્પિત કરશે. દાહોદમાં બનેલું લોકોમોટિવ એન્જિન 4600 ટનના કાર્ગોનું વહન કરી શકશે. આગામી 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

Advertisement

193 ગામોને પાણી પૂરુ પાડતા વિકાસકાર્યો

મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે ₹181 કરોડના પીવાના પાણીની 4 પાણી સુધારણા જૂથ પુરવઠા યોજનાઓનું PM Narendra Modi લોકાર્પણ કરશે. આ જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત થતા મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામો અને 1 શહેરની 4.62 લાખ વસ્તીને 100 એલ.પી.સી.ડી શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. વડાપ્રધાન ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા અંદાજે ₹ 49 કરોડના ખર્ચે નિર્માણ થયેલ નામનાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના પણ જનતાને સમર્પિત કરશે. આ યોજના હેઠળ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના 37 ગામો, વીરપુર અને લુણાવાડા તાલુકાના એક-એક ગામ સહિત કુલ 39 ગામોની 1.01 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળશે. આ ઉપરાંત ₹ 70 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના 49 અને લુણાવાડા તાલુકાના 3 સહિત કુલ 51 ગામની 1.16 લાખ વસ્તી અને વીરપુર શહેરના 15011 નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતી યોજનાનું લોકાર્પણ પણ કરવામાં આવશે. નામનાર અને ખેરોલી ઓગમેન્ટેશન RWSSની જેમ ગોઠીબ અને ચારણગામ ઓગમેન્ટેશન RWSSનું પણ લોકાર્પણ PM Narendra Modi કરવાના છે.

Advertisement

આ પણ વાંચોઃ VADODARA : પીપળાના પાન પર કોતરણી કરી 'ઓપરેશન સિંદૂર'ને વધાવવાનો કલાત્મક પ્રયાસ

અન્ય જનહિતના વિકાસકાર્યો

PM Narendra Modi દાહોદના ખરોડથી કુલ 24,000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવાના છે. જેમાં રેલવે, પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યો સિવાય માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અન્ય જનહિતના વિકાસકાર્યોનો પણ સમાવેશ થાય છે. દાહોદ જિલ્લાના રાજ્ય અનામત પોલીસ બળ જૂથ-4 પાવડી ખાતે પોલીસ આવાસોનું બાંધકામ ઉપરાંત દાહોદ નગરપાલિકા બિલ્ડિંગ, આદિવાસી મ્યુઝિયમ, સ્માર્ટ લાયબ્રેરી, સ્માર્ટ પ્રાથમિક શાળા, ટ્રક ટર્મિનલ અને ડોરમેટરી, દૂધમતી રિવરફ્રન્ટ વગેરેનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વિવિધ વિકાસકાર્યોને પરિણામે આ વિસ્તારના વિકાસને વેગ મળશે. તેમજ આ વિસ્તારમાં રહેતા નાગરિકોની જનસુવિધા અને જનસુખાકારીમાં વધારો થશે.

આ પણ વાંચોઃ  PM Modi 26 અને 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લેશે, જાણો વિગતવાર કાર્યક્રમ

Tags :
Advertisement

.

×