Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : MLA સંજયભાઈ કોરડિયાને ધમકી આપનાર મુખ્ય આરોપી મુંબઈ એરપોર્ટથી ઝડપાયો

ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને ધમકી આપનારની આખરે ધરપકડ કરવામાં આવી છે. જુનાગઢ પોલીસે મુખ્ય આરોપી સમીર રીંગબલોચની મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે. આરોપી સામે જુનાગઢ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. અગાઉ આ કેસમાં આરોપી ઈમરાન અને રોનક ઠાકોરની ધરપકડ કરાઈ હતી. આરોપીઓએ ધારાસભ્યને ધમકી આપી રૂપિયા 30-35 લાખની ખંડણી માગી હતી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
junagadh   mla સંજયભાઈ કોરડિયાને ધમકી આપનાર મુખ્ય આરોપી મુંબઈ એરપોર્ટથી ઝડપાયો
Advertisement
  1. Junagadh માં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને ધમકી આપનાર ઝડપાયો
  2. મુખ્ય આરોપી સમીર રીંગબલોચની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ
  3. જુનાગઢ પોલીસે આરોપી સમીર રીંગબલોચની ધરપકડ કરી
  4. આરોપી સામે જુનાગઢ પોલીસે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી
  5. અગાઉ આ કેસમાં આરોપી ઈમરાન અને રોનક ઠાકોરની કરાઈ હતી ધરપકડ

Junagadh : ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને (MLA Sanjaybhai Koradiya) ધમકી આપનારની આખરે ધરપકડ કરવામાં આવી છે. જુનાગઢ પોલીસે મુખ્ય આરોપી સમીર રીંગબલોચની (Sameer Ringbaloch) મુંબઈ એરપોર્ટથી ધરપકડ કરી છે. આરોપી સામે જુનાગઢ પોલીસે લુકઆઉટ નોટિસ (Lookout Notice) જાહેર કરી હતી. અગાઉ આ કેસમાં આરોપી ઈમરાન અને રોનક ઠાકોરની ધરપકડ કરાઈ હતી. આરોપીઓએ ધારાસભ્યને ધમકી આપી રૂપિયા 30-35 લાખની ખંડણી માગી હતી. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Bhavnagar : અધધ...1 કરોડથી પણ વધુનાં સાઇબર ફ્રોડ કેસમાં 3 આરોપીની ધરપકડ

Advertisement

Junagadh MLA ને ધમકી આપનાર મુંબઈ એરપોર્ટથી ઝડપાયો

થોડા દિવસ પહેલા જુનાગઢમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને (MLA Sanjaybhai Koradiya) અજાણ્યા નંબરથી એક ફોન આવ્યો હતો, જેમાં રૂ. 30-35 લાખની ખંડણીની માગ કરાઈ હતી અને 'પૈસા નહીં આપો તો પરિવારને મારી નાખીશું' તેવી ધમકી આપી હતી. આ મામલે ધારાસભ્યએ તુરંત બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં (B Division Police Station) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં જુનાગઢ પોલીસે (Junagadh Police) વધુ એક આરોપીની ધરપકડ કરી છે. માહિતી અનુસાર, જુનાગઢ પોલીસે બાતમીનાં આધારે મુખ્ય આરોપી સમીર રીંગબલોચને મુંબઈ એરપોર્ટથી (Mumbai Airport) ઝડપી પાડ્યો છે. જુનાગઢ પોલીસે આરોપી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.

Advertisement

આ પણ વાંચો - Rajkot : જસદણ BJP માં આંતરિક જૂથવાદ! મહિલા મોરચા અગ્રણીની પોસ્ટ વાઇરલ થતાં અનેક તર્ક-વિતર્ક

અગાઉ આ કેસમાં આરોપી ઈમરાન અને રોનક ઠાકોરની કરાઈ છે ધરપકડ

જણાવી દઈએ કે, અગાઉ આ કેસમાં જુનાગઢ પોલીસે આરોપી ઈમરાન અને રોનક ઠાકોરની ધરપકડ કરી હતી. આરોપીઓએ હવાલા મારફતે રકમ મોકલવાનો આદેશ આપ્યો હતો. ત્યારે હવે મુખ્ય આરોપીની ધરપકડ થતાં મસમોટા ખુલાસા થવાની વકી છે. ધમકી ભર્યો કોલ આવ્યા બાદ અને પોલીસ ફરિયાદ બાદ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું હતું કે,"મારે કોઈ પોલીસ પ્રોટેક્શનની જરૂર નથી. મારો કોઈ સામાજિક કે રાજકીય દુશ્મન નથી."

આ પણ વાંચો - Harsh Sanghvi : ભારત-પાકિસ્તાન સરહદના ગ્રામ્ય વિસ્તારોની DYCM હર્ષભાઈ સંઘવી કરશે મુલાકાત

Tags :
Advertisement

.

×