India Pakistan Ceasefire: ભારત અફઘાનિસ્તાનથી મળતો પાણીનો પુરવઠો પણ કરશે બંધ?
- જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે કરી વાત
- ઓપરેશન સિંદૂર"નો ઉલ્લેખ કરવામાં આવ્યો
- ભારત અને અફઘાનિસ્તાન સંવાદીથી પાક નારાજ
India Pakistan Ceasefire: ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર મુત્તાકી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં "ઓપરેશન સિંદૂર"નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભારત અને અફઘાનિસ્તાન (Afghanistan)વચ્ચેના રાજકીય સંવાદથી પાકિસ્તાન નિરાશ થયુ છે. જે પહેલગામ આતંકવાદી હુમલા પછી સિંધુ જળ સંધિને ટાળવાના ભારતના નિર્ણયથી પહેલાથી જ નારાજ છે. આ પ્રોજેક્ટ પાકિસ્તાનમાં પાણીની અછતને વધુ વધારી શકે છે.
પાકિસ્તાનમાં વધશે જળ સંકટ?
ડૉ.એસ.જયશંકર અને મુત્તકી અફઘાનિસ્તાનમાં ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટ્સને (Shahtoot Dam Project)આગળ વધારવા સંમત થયા હતા.જેમાં કાબુલ નદી (Kabul River)પર બાંધવામાં આવનાર લાલંદરના શાહતૂત ડેમ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. ફેબ્રુઆરી 2021માં બંને દેશો વચ્ચે આ અંગે એક કરાર થયો હતો. પરંતુ કાબુલમાં સત્તા પરિવર્તનથી તેના પર બ્રેક લાગી હતી.પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય રાજદ્વારી ટીમની કાબુલ મુલાકાતે ફરી એકવાર આ પ્રોજેક્ટ વિશે ચર્ચાને વેગ આપ્યો છે. કાબુલ નદી પર બનેલો આ પ્રોજેક્ટ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને દેશમાં રહેતા લગભગ 20 લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડશે.આ મલબેરી ડેમ પ્રોજેક્ટ માટે ભારત $236 મિલિયનની નાણાકીય અને તકનીકી સહાય પૂરી પાડશે.આ પ્રોજેક્ટ લગભગ ત્રણ વર્ષમાં પૂર્ણ થશે.અફઘાનિસ્તાનમાં 4,000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે.
EAM S. Jaishankar tweets, "Good conversation with Acting Afghan Foreign Minister Mawlawi Amir Khan Muttaqi this evening. Deeply appreciate his condemnation of the Pahalgam terrorist attack. Welcomed his firm rejection of recent attempts to create distrust between India and… pic.twitter.com/dONH1bRToA
— IANS (@ians_india) May 15, 2025
આ પણ વાંચો -Operation Sindoor અંગે વધુ એક સૌથી મોટો ખુલાસો
શાહતૂત ડેમ પ્રોજેક્ટ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધારશે
આ બંધ પ્રોજેક્ટમાં કાબુલ નદીનું ભૌગોલિક સ્થાન પાકિસ્તાન માટે મુશ્કેલીનું કારણ છે. આ નદી હિન્દુકુશ પર્વતોમાંથી નીકળે છે અને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પ્રવેશ કરે છે. એકવાર આ બંધ બની ગયા પછી,પાકિસ્તાન માટે સૌથી મોટો અને સીધો ખતરો તેના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની પાણીની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો રહેશે. કાબુલ નદી સિંધુ જળ બેસિનનો ભાગ છે અને પાકિસ્તાન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.પાકિસ્તાનની ગભરાટ એ કારણે પણ વધી જાય છે કારણ કે તેની અફઘાનિસ્તાન સાથે કોઈ ઔપચારિક જળ સંધિ નથી.
-પાકિસ્તાનને ફૂટનીતિક સ્તરે ઘેરવા ભારત થયું સક્રિય
-તાલિબાન સાથે ભારતના નવા રાજદ્વારી સંબંધો શરૂ
-અફઘાન વિદેશમંત્રી સાથે પહેલીવાર જયશંકરની વાત
-અફઘાન લોકો સાથે આપણી પરંપરાગત મિત્રતાઃ જયશંકર@Dr_SJaishankar #IndiaAfghanistanTies #TalibanDialogue #IndiaInAfghanistan4o… pic.twitter.com/HRXFoTRDe0— Gujarat First (@GujaratFirst) May 16, 2025
આ પણ વાંચો -દુનિયાભરમાં જઈને પાક.ની પોલ ખોલશે મોદી સરકાર,ભાજપની પસંદ શશિ થરુર!
શું અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ વધશે?
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે કુનાર નદી પર બીજા મોટા જળવિદ્યુત બંધની જાહેરાત કરી ત્યારે પાકિસ્તાનની ચિંતાઓ વધી ગઈ હતી. આશરે 480 કિલોમીટર લાંબી કુનાર નદી પણ હિન્દુકુશ પર્વતોમાંથી નીકળે છે અને કાબુલ નદીમાં જોડાતા પહેલા પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. કાબુલ અને કુનાર નદીઓ પણ સિંધુ બેસિનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રોજેક્ટ દેશના માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવા માટે આર્થિક કાપનો સામનો કરી રહેલી તાલિબાન સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓનો એક ભાગ છે.


