શહેરમાં ફરી એક વખત ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી..પૈસા કમાવવાની લાલચમાં ડ્રગ્સના વેચાણના રવાડે ચડેલો યુવક પોલીસના હાથે ઝડપાયો હતો. આ યુવક દિવસમાં સ્મશાન ગૃહમાં નોકરી કરે અને રાત્રે ડ્રગ્સનું વેચાણ કરતો હતો.
96 લાખના ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ
ડ્રગ્સના નશાના રવાડે યુવાવર્ગ ચડી ગયો છે એવી જ રીતે ડ્રગ્સના કાળા કારોબારમાં પણ યુવાવર્ગ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં એલિસબ્રિજ વિસ્તારમાં રહેતો કરણ ચૌહાણ 24 વર્ષની ઉંમરે ડ્રગ્સના વેચાણના રવાડે ચડ્યો છે.ક્રાઈમ બ્રાન્ચને એક માહિતી મળી હતી કે સરખેજ રોડ નજીક એક યુવક ડ્રગ્સના જથ્થા સાથે પસાર થઈ રહ્યો જેના આધારે કરણ ચૌહાણની 96 ગ્રામ ડ્રગ્સના જથ્થા (કિંમત 96 લાખ) ના જથ્થા સાથે ધરપકડ કરી છે. આરોપી કરણ ડ્રગ્સનો જથ્થો વોન્ટેડ આરોપી સાબીરહુસેન ઉર્ફે ગોટુ શેખ એલિસ બ્રિજમાં રહે છે જેની પાસેથી આ જથ્થો લાવ્યો હોવાનું સામે આવ્યું છે.આરોપી યુવક આ રીતે ડ્રગ્સનો જથ્થો લાવી છૂટક વેચાણ કરતો હોવાની કબુલાત કરી રહ્યો છે..
રાત્રિના સમયે ડ્રગ્સનું વેચાણ કરતો
પકડાયેલ આરોપી કરણ ચૌહાણની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે છેલ્લા છ મહિનામાં આઠથી વધુ વખત સાબીરહુસેન ઉર્ફે ગોટું શેખ નામના ડ્રગ્સ પેડલર પાસેથી ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો. જે જથ્થો આરોપી કરણ નાની નાની પડકીઓ બનાવી ને શહેરના અલગ અલગ વિસ્તારમાં રાત્રિના દરમિયાન છૂટક વેચાણ કરતો હતો.. પોલીસ તપાસમાં આરોપી કરણ ચૌહાણ દિવસ દરમિયાન એલિસબ્રિજ સ્મશાન ગૃહમાં નોકરી કરતો હતો અને રાત્રિના સમયે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે..ત્યારે આરોપી પૈસા કમાવાની લાલચમાં આ ડ્રગ્સ નું વેચાણ કરતો હોવાનું કબુલાત કર્યું છે.ત્યારે આ ડ્રગ્સના કાળા કારોબારમાં અન્ય કોઈ સંડોવાયું છે કે કેમ તે દિશામાં પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે..
આ પણ વાંચો—5 વર્ષ સુધી યુવકના શરીરમાં રહ્યું ચપ્પુ!, કેવી રીતે? વાંચો અહેવાલ