અમદાવાદના શિવરંજની પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નિર્દોષ યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર એક ખાનગી બસના ડ્રાઈવરે સિગ્નલ પર ઉભા રહેલા યુગલને અડફેટે લીધુ હતું. આ દરમિયાન યુવતીનું માથું બસની નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
યુવતીનું કમકમાટીભર્યું મોત
રવિવારના દિવસે બપોરના સમયે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા શિવરંજનીના ચાર રસ્તા પાસે એક યુગલ સિગ્નલ પર ઉભું હતું તે જ સમયે પાછળથી બસ પુરપાટ ઝડપે આવી અને યુગલને ઉડાવી દીધા હતા. જેમા બાઈકસવાર યુવતીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. બીજી તરફ બાઈક સવાર યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો CCTV માં સામે આવ્યો હતો. બે યુગલ પોતાના જીવનના સપનાઓ જુએ તે પહેલા જ તેમનો માળો વિખરાઈ ગયો હતો. વધું માહિતી અનુસાર, મૃતક યુવતી અને યુવકના એક મહિના બાદ જ લગ્ન થવાના હતા.
કોણ છે આ યુગલ ?
રવિવારે બનેલી ઘટનાને જેણે પણ જોઇ તે સૌ કોઇ ચોંકી ગયા હતા. બપોરે આશરે 3 વાગે યુગલ પોતાની બાઈક લઇને પોતાના લગ્નની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. તેમના એક મહિના પછી લગ્ન હતા. ખરીદી કરવા નીકળેલા યુગલ શિવરંજની ચાર રસ્તા ઉપર બંધ સિગ્નલ ઉપર ઉભા હતા તે વખતે એક ખાનગી પટેલ ટ્રાવેલ્સના બસ ચાલકે પોતાની ખાનગી બસ ટ્રાવેલ્સ ચલાવી લાવતા બંધ સિગ્નલ ઉપર ઉભેલા બાઈક ચાલક ઉપર ચડાવી દીધી હતી. બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ તથા પાછળ બેઠેલ હિરલ જાદવને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બસ ચાલકે અકસ્માત બાદ તુરંત જ ત્યાથી ફરાર થવા દૌડ લગાવી હતી પણ સ્થાનિકોએ તેને ઝડપી લીધો હતો અને ટ્રાફિક પોલીસના હવાલે કર્યો હતો.
આ પણ વાંચો – રાજ્યમાં મેઘ મહેર વચ્ચે કહેર બનીને ત્રાટકી વીજળી, મુસીબત બન્યું માવઠું !
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ