Download Apps
Home » Banaskantha : બનાસડેરીએ પશુપાલકોને શું આપી મોટી ભેટ ? શંકર ચૌધરીની જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશી

Banaskantha : બનાસડેરીએ પશુપાલકોને શું આપી મોટી ભેટ ? શંકર ચૌધરીની જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશી

દિયોદર તાલુકાના સણાદર બનાસ ડેરી સંકુલ ખાતે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં બનાસ ડેરીની 55 મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. જેમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ 20.27 ટકા સાથે રૂ. 1952 કરોડનો ઐતિહાસિક ભાવવધારો જાહેર કર્યો હતો. સાધારણ સભામાં તમામ ઠરાવ સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યા હતા. વાર્ષિક હિસાબને લગતી તમામ બાબતો પશુપાલકો સમક્ષ મુકવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત લોકોની સંમતિ લઈ વાર્ષિક હિસાબના ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ પ્રેઝન્ટેશન સાથે બનાસ ડેરીની વિકાસગાથા રજૂ કરતાં જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મદદથી બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરી છે. દેશમાં સહકારીતા મંત્રાલય શરૂ કરીને તેની જવાબદારી આપણા દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહને સોંપવામાં આવી છે એમનું સતત માર્ગદર્શન આપણને મળતું રહે છે. તેમણે કહ્યું કે વર્ષ-2014 માં બનાસ ડેરી દૈનિક 29 લાખ લીટર દૂધ સંપાદન કરતી હતી આજે દૈનિક 73 લાખ લીટર દૂધ સંપાદન કરે છે.

ચેરમેનશ્રીએ બનાસ ડેરીના દૂધ, ઘી, મીઠાઈ, ચોકલેટ, પોટેટો, મધ, વ્હે પ્લાન્ટ, સીએનજી બાયોગેસ પ્લાન્ટ, બટર, ચીઝ, આઈસ્ક્રીમ, પનીર પ્લાન્ટની વિગતો આપી તેની ક્ષમતા અને નિકાસ અંગેની માહિતી આપી હતી. પશુઓને પૂરતા પ્રણામમાં ખાણ-દાણ મળી રહે તે માટે બનાસ દાણની કેપેસીટી ત્રણ ઘણી કરવામાં આવી છે. બનાસ ડેરીના આવક- જાવકના વાર્ષિક હિસાબો રજૂ કરી ભાવવધારો જાહેર કરતા જણાવ્યું કે સમગ્ર દુનિયામાં સૌથી વધારે ભાવવધારો બનાસ ડેરી ચૂકવે છે. લોકોને સારુ ભોજન અને જીવન જરૂરી વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે ફૂડ લેન્ડ અને ઉમંગ મોલ શરુ કરવામાં આવ્યા છે.

પશુઓની સારવાર માટે 1095 હેલ્પલાઇન એમ્બ્યુલન્સ મારફત બનાસ ડેરીના વેટર્નરી ડોક્ટરો પશુપાલકોને ખેતરે જઈ સારવાર પુરી પાડે છે. બનાસ ડેરી સંચાલિત બનાસ મેડિકલ કોલેજમાં 292 જેટલાં પશુપાલકોના દીકરા-દીકરીઓ 50 ટકા ફી સાથે અભ્યાસ કરી રહ્યા છે જેનાથી આવનારા સમયમાં આપણા દીકરા-દીકરીઓ પણ ડોક્ટર બનશે.પૂજ્ય ગલબાકાકાનું સપનું હતું કે મારી ગરીબ વિધવા બહેન દાતરડાના હાથા પર પોતાના જીવનનું ગુજરાન ચલાવી શકે તેવા ધંધા- રોજગાર વિકસાવવા છે. આજે તેમનું સપનું સાકાર થયું છે. આજે બનાસ ડેરી માવતર બનીને ખુશીઓ આપવાનું કામ કરે છે.

આ પ્રસંગે સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે આજથી 55 વર્ષ પહેલાં પાલનપુરથી શરૂ થયેલ બનાસ ડેરીની વિકાસ યાત્રા આજે ફરિદાબાદ અને કાશી વિશ્વનાથ સુઘી પહોંચી છે જે બનાસની લાખો મહિલા પશુપાલકોની મહેનતને આભારી છે. રોજના 70 લાખ લીટરથી વધુ દૂધ સંપાદન કરનાર બનાસ ડેરી વિશ્વમાં નંબર વન છે. તેમણે કહ્યું કે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની ડબલ આવક કરવાના સપનાને સાકાર કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે.

ખેડૂતોની આવક ડબલ કરવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન ચલાવી રહી છે. રાજ્યમાં ડાંગ જિલ્લાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠાને પણ રાજ્યનો બીજો પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો બનાવવાની બનાસના ખેડૂતોને અપીલ કરું છું.

અહેવાલ : સચિન શેખલીયા, બનાસકાંઠા

આ પણ વાંચો : Gujarat First Exclusive : Hikal કંપનીના કાળા કારનામાં પર સવાલ તો પૂછાશે જ…, GPCB ની આંખ પરથી ક્યારે હટશે પટ્ટી?

ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો
By Aviraj Bagda
કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?
કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક?
By VIMAL PRAJAPATI
જે ખાય ચણા એના પગ ચાલે ઘણા
જે ખાય ચણા એના પગ ચાલે ઘણા
By Harsh Bhatt
શા માટે ફળો ઉપર લગાવવામાં આવે છે આ સ્ટીકર્સ
શા માટે ફળો ઉપર લગાવવામાં આવે છે આ સ્ટીકર્સ
By Harsh Bhatt
બ્લૂ બિકિનીમા Mouni Roy એ દરિયા કિનારે લગાવી આગ
બ્લૂ બિકિનીમા Mouni Roy એ દરિયા કિનારે લગાવી આગ
By Hiren Dave
ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો
ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો
By Aviraj Bagda
IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી
IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી
By Hardik Shah
અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?
અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ખુશ રહેવા માગો છો! તો કપડાં વગર ઊંઘવાનું શરૂ કરો કોલ્ડ ડ્રિંક્સનું સેવન કરવું શરીર કેટલું ફાયદાકારક? જે ખાય ચણા એના પગ ચાલે ઘણા શા માટે ફળો ઉપર લગાવવામાં આવે છે આ સ્ટીકર્સ બ્લૂ બિકિનીમા Mouni Roy એ દરિયા કિનારે લગાવી આગ ચાણક્યનો એ ગુરૂમંત્ર જેણે ચાણક્યને જગવિખ્યાત કર્યો IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતનારી ટીમની યાદી અનાનસ આપણા શરીર માટે કેટલું ફાયદાકારક?