અહેવાલઃ ઉદય જાદવ, સુરત
મહુવા તાલુકાના વેલણપુર ગામે લગ્ન પ્રસંગમાં મહુવા પોલીસ પહોંચી અને વરરાજા મંડપ માંથી પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા.વેલણપુર પીપડા ફળિયા ખાતે બે સગી બહેન ના લગ્ન પ્રસંગ યોજાઈ રહ્યો હતો જ્યાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બન્ને બહેનોમાંથી એક બહેનના મોતીપુરા મહીસાગર ખાતેના એક વ્યક્તિ સાથે લગ્ન યોજાઈ રહ્યા હતા.જ્યાં લગ્ન પ્રસંગમાં પોલીસ ત્રાટકી અને વરરાજાને લઈ ગઈ.
નકલી માતા-પિતા ઉભા કરી કન્યા પક્ષને લગ્ન માટે રાજી કર્યા
ચોંકાવનારા કિસ્સાની હકીકત જાણી તમે પણ ચોંકી જશો એવો કિસ્સો મહુવા તાલુકાના વેલણપુર ગામે બન્યો છે.હાલ ગણદેવી વિસ્તારમાં રહેતા સંજય નામના એક વ્યક્તિ જેઓ રસોઈ કામ કરતા હતા જે વેલણપુર ખાતે રહેતી યુવતી સાથે લગ્ન ગ્રંથીએ જોડાયા હતા.તેમણે ડુપ્લિકેટ માતા પિતા બનાવી પરિવાર સાથે વાતો કરાવી અને લગ્ન કરવા માટે કન્યા પક્ષને રાજી કરાવી દીધા.
આ શખ્સના પિતાએ જ પોલીસને જાણ કરી લગ્ન અટકાવવા માટે કહ્યું
લગ્નના દિવસે જાન લઈને કન્યાના ઘરે પણ પહોંચી ગયા જ્યાં કન્યા પક્ષે પૂછતાછ કરતા તેમના માતા પિતા બીમાર હોવાનું જણાવ્યું હતું.અને મિત્ર વર્તુળ સાથે વરરાજા માંડવે પહોંચી ગયા.આ તમામ હકીકતની જાણ વરરાજા બનીને આવેલા સંજયના પિતાને કંકોત્રી દ્વારા જાણ થઈ ગઈ હતી.ત્યારે સંજયના પિતાની આંખ ઉડી ગઈ કે આ શું થઈ રહ્યું છે.અને સંજયના પિતા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ કરી લગ્ન અટકવાની વાત કરી ત્યારબાદ મહુવા પોલીસના પી.આઈ જે.એ બારોટ ને સંજયના પિતાએ ફોન પર જણાવ્યું હતું કે સંજય મારો પુત્ર છે જેની પત્ની અને સંતાન પણ છે જે અમારી સાથે જ રહે છે આ તમામ બાબત અમારી જાણ બહાર થઈ રહ્યું છે જેથી આ અનહોનીને રોકી લગ્નને અટકાવી દેવામાં આવે.
લગ્ન કરવા આવેલા શખ્સને તેની પત્ની અને પિતાને સોંપી દેવાયો
મહુવા પોલીસ ના પી.આઈ જે. એ. બારોટ તરત એક્શન મોડમાં આવી સ્ટાફ સાથે તરત વેલણપુર લગ્ન મંડપમાં પહોંચી ગયા હતા.અને પરણિત પુરુષના પુનઃ લગ્ન અટકાવી દેવામાં આવ્યા હતા.અચાનક પહોંચી ગયેલ પોલીસ થી લોકો સ્થબ્ધ થઈ ગયા હતા.પરંતુ મહેમાનો હાજરીમાં પ્રસંગ વિક્ષેપના પડે એવું સૂઝબૂઝ વાપરી મહુવા પી.આઈ.જે.એ.બારોટ દ્વારા અન્ય એક બહેનના લગ્નમાં કોઈપણ અડચણ ના આવે એ મુજબનું વલણ રાખી તેમજ સમજણ આપી એક બહેનના લગ્ન ચાલુ રહ્યા હતા જયારે પુનઃ લગ્ન કરવા આવેલ વરરાજાને લઈ મહુવા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે વરરાજાના પિતા તેમજ સગાસબંધીઓ હાજર હોઇ જેમને એની પત્ની અને પરિવારને સોંપવામાં આવ્યો હતો.ત્યારે આજના યુગમાં સાસુ સસરાના વહુ સાથેના ઝગડાના કિસ્સાઓ અનેક જગ્યાએ ચર્ચાસ્પદ બન્યા છે.ત્યારે સસરાએ વહુના ભવિષ્યને ઉજળતા અટકાવવા ખુબજ સરાહનીય અને કડક કદમ ઉઠાવી બે મહિલાના ભવિષ્યની જિંદગી બચાવી હતી.મહુવા પોલીસ પણ સમયસર પહોંચી અને લગ્ન થતા અટકાવી ગેરમાર્ગે દરાયેલ મહિલાનું અને પરણિત મહિલાનાને નવ જીવન આપી માનવીય અભિગમ દાખવ્યો હતો.