PATAN : પાટણ શહેરના બજારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં મળતી માહિતી અનુસાર પાટણના ઘીમટા નાકે આવેલ બજારની દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મોડી રાત્રે ત્રણ દુકાનોમાં આગ લાગી હતી.
ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી
પાટણના (PATAN) બજારમાં ડૉલર ફુટવેર કાપડ, બાલચંદ ઈલેક્ટ્રોનિકસ, છાયા ફુટવેર કુલ ત્રણ દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. જે બાદ આગ પર કાબૂ મેળવવા પાટણ નગરપાલિકાની ફાયરબ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પાટણ (PATAN) A ડિવિઝન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું
PATAN પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી સાવચેતીના ભાગરૂપે બજારનો બંને બાજુનો માર્ગ બંધ કરાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જેમાં આગ લગવાના પ્રાથમિક કારણમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો – Valsad રેલવે સ્ટેશન પર ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતર્યું, સદનસીબે કોઈ જાનહાનિ નહી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ