Download Apps
Home » JUNAGADH : લગ્નસરાની મોસમમાં ફુલોની માંગ આસમાને, છત્તા ભાવ ગગડયા

JUNAGADH : લગ્નસરાની મોસમમાં ફુલોની માંગ આસમાને, છત્તા ભાવ ગગડયા

અહેવાલ – સાગર ઠાકર 

જૂનાગઢમાં લગ્નસરાની મોસમમાં ફુલોની માંગ વધી છે, લોકો શણગાર માટે અવનવી વેરાયટી પસંદ કરે છે. ફુલોની માંગ વધી પરંતુ ભાવ ગગડી ગયા છે. લગ્ન સિઝનની માંગ હોવા છતાં ભાવો તળીયે ગયા છે, માવઠાને કારણે ફુલોની ખેતી પર અસર પડી છે અને ગલગોટાં, ગુલાબ, નરગીસ સહીતના ફુલોના ભાવ ઘટી ગયા છે. જેની ફુલોની ખેતી કરતાં ખેડૂતો અને ફુલોના હોલસેલ વેપારીઓને અસર પડી છે.

લગ્નસરાની મૌસમમાં વર કન્યા માટે વરમાળા હોય કે વરરાજાની ગાડીનો ફુલોનો શણગાર કે પછી મંડપમાં શણગાર હોય લગ્ન સિઝનમાં ફુલોની માંગ વધી જાય છે, માંગ વધે છે તેની સામે આવક પણ પુરતી છે પરંતુ જે ગુણવત્તા જોઈએ તે મળતી નથી. તાજેતરમાં કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા બદલાવને કારણે ફુલોની ખેતી પર અસર પડી છે, માવઠાને કારણે ફુલો બગડી જાય છે. લગ્ન સિઝન હોવાથી માંગ છે, આવક પણ છે પરંતુ માવઠાંને કારણે ફુલોનો બગાડ થવાથી જેવા જોઈએ તેવા ભાવ મળી રહ્યા નથી, જેના કારણે ફુલોની ખેતી કરતાં ખેડૂતો અને હોલસેલના વેપારીઓના ધંધા પર તેની અસર પડી છે.

ગુલાબ – સિઝનના ભાવ 100 થી 150 – હાલના ભાવ 40 થી 80

ગલગોટા – સિઝનના ભાવ 70 થી 80 – હાલના ભાવ 10 થી 20

જરબેરા – સિઝનના ભાવ 150 થી 160 – હાલના ભાવ 80 થી 100

આપણે ત્યાં ધાર્મિક તહેવારોની ધામધુમથી ઉજવણી થતી હોય છે અને તેમાં પૂજન અર્ચન, શણગાર, હારતોરાં, પુષ્પવર્ષા વગેરે કાર્યો માટે ફુલોની સારી એવી માંગ રહેતી હોય છે. તેમાં પણ જો લગ્ન હોય તો વર કન્યા ના હાર, મંડપનો અને વરરાજાની ગાડીનો શણગાર વગેરે માટે ફુલોની બજારમાં તેજી આવે છે, માંગ વધે છે, માગં સામે આવક પણ પુરતી છે કારણ કે જૂનાગઢમાં ફુલોની પુરતી ખેતી થાય છે ઉપરાંત ડચ ગુલાબ, જરબેરા સહીતના ડેકોરેટીવ ફુલો મુંબઈ, અમદાવાદ કે રાજકોટ થી નિયમિત રીતે સપ્લાય થાય છે.

આમ જૂનાગઢમાં પણ મોટા શહેરોની માફક ફુલોની વિવિધ વેરાયટી ઉપલબ્ધ છે. લોકો પણ નિતનવી ડિઝાઈનના હાર અને શણગારની માંગ કરતાં હોય છે અને તેના પ્રમાણમાં જોઈતી વેરાયટી પણ મળી રહે છે. ગુલાબના ફુલ બારેમાસ પૂજન અર્ચન માટે વપરાય છે તો ગલગોટાંનો ઉપયોગ હાર બનાવવા અને શણગાર માટે થાય છે.

ડચ ગુલાબ અને જરબેરા જેવા ફુલોની માવજત માટે હોલસેલ વેપારીઓને કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા રાખવી પડી છે. ચાલુ વર્ષે ફુલોના વેપારીઓને સારા વેપારની અપેક્ષા હતી પરંતુ માવઠાને કારણે ફુલો પર અસર પડતાં ભાવ લગભગ 50 ટકા જેવા નીચા આવી ગયા છે, લગ્ન તથા ધાર્મિક ઉત્સવોના કારણે ફુલોની માંગ વધી છે. પરંતુ સામાન્ય ફુલોની સાથે ફેન્સી ફ્લાવર ગણાતાં જર્બેરા અને ડચ ગુલાબના ભાવો પણ ઓછા થઈ ગયા છે.  કારણ કે ફેન્સી ફુલોની જગ્યાએ આર્ટીફીશ્યલ ફુલોનું ડેકોરેશન થઈ રહ્યું છે જેથી ડેકોરેશનના ફુલોની માંગ ઘટી જાય છે અને સીધી અસર ફુલોના વેપાર પર પડે છે. આમ જૂનાગઢમાં લગ્ન સિઝનમાં ફુલોની માંગ તો વધી છે પરંતુ ભાવ ગગડી જતાં વેપારીઓને અસર પડી છે જેનો એકંદરે ગ્રાહકોને ફાયદો પણ થયો છે.

આ પણ વાંચો — VADODARA : ચાંદોદ પોલીસ સ્ટેશનમાં એસીબીની સફળ ટ્રેપ, લાંચીયા કોન્સ્ટેબલને ઝડપી પાડયો

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!