Download Apps
Home » ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : મુકેશ અંબાણીએ મહેમાનોનું કર્યું ભાવભર્યું સ્વાગત, “અતિથિ દેવો ભવ” ની પરંપરા પર મૂક્યો ભાર

ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : મુકેશ અંબાણીએ મહેમાનોનું કર્યું ભાવભર્યું સ્વાગત, “અતિથિ દેવો ભવ” ની પરંપરા પર મૂક્યો ભાર

ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના આંગણે હાલ ખુશીનો અવસર આવ્યો છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. ત્યારે તેમના લગ્ન પહેલા PRE WEDDING જામનગર ખાતે રાખવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી VVIP મહેમાનો આવેલ છે.

“અતિથિ દેવો ભવ”

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ ભવ્ય PRE WEDDING ઈવેન્ટમાં હોસ્ટ મુકેશ અંબાણીએ આખા RELIANCE પરિવારના તરફથી હાજર સૌ VVIP ગેસ્ટનું સંબોધન કર્યું હતું. આ સંબોધન કરતા સમયે તેમણે સૌ પ્રથમ ભારતની પૌરાણિક “અતિથિ દેવો ભવ” ની પરંપરા પર ખાસ ભાર મૂક્યો. મુકેશ અંબાણીએ તેમના સ્વાગત પ્રવચન સાથે સાંજના તમામ મહેમાનોને શુભેચ્છા પાઠવીને કાર્યક્રમની શરૂઆત કરી. તેમની પત્ની નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટના માતા-પિતા વિરેન અને શૈલા મર્ચન્ટ તેમની સાથે સ્ટેજ પર જોડાયા હતા.

મુકેશ અંબાણીએ તેમના પિતાને યાદ કર્યા 

આ કાર્યક્રમમાં આગળ મુકેશ અંબાણીએ તેમના પિતા અને RELIANCE ના સ્થાપક એવા ધીરુભાઈ અંબાણીને ખાસ યાદ કર્યા હતા. તેમણે તેમના પિતાને યાદ કરતાં અને જામનગર વિષે વાત કરતાં આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, “આજે, મારા પિતા ધીરુભાઈ પણ સ્વર્ગમાં ઊંચેથી તેમના પુષ્કળ આશીર્વાદ વરસાવી રહ્યા છે. મને ખાતરી છે કે તેઓ બમણા ખુશ છે કારણ કે અમે તેમના પ્રિય પૌત્ર અનંતના જીવનમાં આ આનંદ દિવસ જામનગરમાં ઉજવી રહ્યા છીએ. જામનગર કર્મભૂમિ બની ગયું. મારા પિતા અને મારા માટે આ ભૂમિ એક એવી જગ્યા જ્યાં અમને અમારું મિશન, જુસ્સો અને હેતુ મળ્યો,”

“અમારો એકમાત્ર ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધિને વધારવાનું” – મુકેશ અંબાણી 

વધુમાં મુકેશ અંબાણી એ કહ્યું કે, “અમારો એકમાત્ર ઉદ્દેશ્ય ભારતની સમૃદ્ધિને વધારવાનું અને પૃથ્વી પર તમામ લોકોની ભલાઈ માટે યોગદાન કરવાનું છે. હું વિનમ્રતા પૂર્વક કહું છું કે, જામનગર આપને એક નવા ભારતના ઉદયની ઝલક આપશે જે જીવંત, આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરેલું છે.”

ત્રણ દિવસનો ભવ્ય પ્રી વેડિંગ ઈવેન્ટ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઈવેન્ટમાં પહેલા દિવસને ‘એન ઇવનિંગ ઇન એવરલેન્ડ’ નામ આપવામાં આવ્યું છે. બીજા દિવસને ‘અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ’નું આયોજન કરવામાં આવશે.  ત્યારે ત્રીજા દિવસે બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે – ‘ટસ્કર ટ્રેલ્સ’ અને ‘હસ્તાક્ષર’. પહેલી ઇવેન્ટ આઉટડોર ઇવેન્ટ હશે જ્યાં મહેમાનો જામનગરના કુદરતી સૌંદર્યનો આનંદ માણશે અને અંતિમ ઇવેન્ટ માટે તેઓ ‘હેરીટેજ ઇન્ડિયન એટાયર’ પહેરશે.

આ પણ વાંચો — ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : VVIP મહેમાનો માટે કેવી છે રહેવાની વ્યવસ્થા, વાંચો અહેવાલ

આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ