Download Apps
Home » ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પર જોખમી રિલ્સ બનાવનાર જેલ હવાલે

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ પર જોખમી રિલ્સ બનાવનાર જેલ હવાલે

અહેવાલ – દિનેશ મકવાણા ભરૂચ

સોશિયલ મીડિયાના જમાનામાં જાહેર માર્ગો પર જોખમી સ્ટંટ કરવા અન્ય લોકોના જીવનું જોખમ ઊભું થઈ શકતું હોય છે.આવો જ એક વિડીયોની રીલ્સ ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપર બાઇક ચાલક યુવકે સ્ટંટ કરતો વિડીયોની રીલ્સ બનાવી વાયરલ કરતા પોલીસે સોશિયલ મીડિયાની મદદથી નંબર પ્લેટ વગરની બાઇક અને ચહેરા પર હતું. હેલ્મેટ છતાં ચાલકને ગણતરીના કલાકોમાં ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

જોખમી વિડીયો બનાવનારાની પોલીસે કરી અટકાયત 

ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા યુવક યુવતીઓ મોબાઇલમાં રીલ્સ બનાવવામાં ભાન ભૂલતા હોય છે.આવા અનેક જોખમી વિડીયો બનાવનારાની પોલીસે અટકાયતો પણ કરી ચૂક્યા છે.તાજેતરમાં જ ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રીજ ઉપર અન્ય વાહન ચાલકોનું જીવનું જોખમ ઊભું થાય તે પ્રમાણેનો વિડિયો મોંઘીદોટ બાઇક ઉપર હેલ્મેટ પહેરી યુવકે બનાવ્યો હતો.અને આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર સતત વાઇરલ થયો હતો.પોતાના જીવનું જોખમ ઊભું કરીને અન્ય લોકોના જીવને પણ નુકસાન થાય તે પ્રમાણેનો સ્ટંટ કરતો વિડીયો બનાવી પોલીસને પડકાર ફેકતો હોવાના તેમજ ટ્રાફિકોના નિયમોના ધજાગરા ઉડતા હોવાના કારણે વાયરલ વીડિયોમાં ચાલકને ઝડપી પાડવા માટે ભરૂચ પોલીસ ઇન્સપેક્ટર એચ.બી.ગોહિલનાઓના સુપરવિઝન હેઠળ તાજેતરમાં સોશયલ મીડીયામાં નર્મદા મૈયા બ્રીજ ઉપર એક ઇસમ કે.ટી.એમ બાઇક લઇ પુર ઝડપે અને અન્ય લોકોના જીવનું જોખમ ઊભું થાય તે પ્રકારે વાહન હંકારી અને પોતે પોતાની તથા બીજાઓની જીંદગી જોખમમાં મુકાય તે રીતે સ્ટંટ કરી વીડીયો બનાવનારને ઝડપી પાડવા માટે ભારે કમર કસી હતી.

IPCની કલમ 308 હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી

સી ડિવિઝન પોલીસ મથકના ડિ સ્ટાફ અને પોલીસ મથકના પીઆઇ હસમુખ ગોહિલે વાયરલ વીડિયોના એકાઉન્ટ તપાસવા સાથે તેની માહિતી મેળવી હતી.અને જોખમી સ્ટંટ કરનાર બાઈક ચાલક કે જેની નંબર પ્લેટ કે તેનો ચહેરો પણ દેખાતો ન હોય.તેની ઓળખ સોશિયલ મીડિયાથી થતા બાઈક ચાલકનું નામ અરશદ ઉસ્માન હાફેજી સુલેમાન પટેલ ઉ.વ.32 રહે.ચકલા સ્ટ્રીટ કરમાડ ગામ તા.જી.ભરૂચનો અને વાયરલ વીડિયોમાં સ્ટંટ કરતી બાઈક કે.ટી.એમ. ડ્યુક મોટર સાયકલ રજી નંબર- GJ-19-AK-2303ની હોવાનું ફલિત થતા બાઈક સાથે તેની ધરપકડ કરી.અને અન્ય લોકોના જીવનું જોખમ ઊભું થાય તે પ્રમાણેનું કૃત્ય કરવા બદલ આઈપીસીની કલમ 308 હેઠળ ગુનો દાખલ કરી.તેની ધરપકડ કરી,કોર્ટ સમક્ષ રજૂ કરતા અન્ય લોકોનું જીવનું જોખમ ઊભું કરતો વિડીયો બનાવનારને સબજેલમાં ધકેલી દેવાનો આદેશ કરતા હાલ તેઓ જેલ કસ્ટડીમાં હોવાની માહિતી મળી રહી છે.

સોશિયલ મીડિયાના જમાનામાં રિલ્સ બનાવતા ચેતજો 

સોશિયલ મીડિયાના જમાનામાં રીલ્સ બનાવવાની લાહયમાં ઘણી વખત યુવક યુવતીઓ ભાન ભૂલતા હોય છે.અને કાયદાઓને પણ નેવે મૂકતા હોય છે.આવો જ એક કિસ્સો નર્મદા મૈયા બ્રિજ ઉપર યુવકને જોખમી સ્ટંટ કરતો વિડીયો બનાવો ભારે પડ્યો છે.પોલીસે ગુનો દાખલ કરતા તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પણ જેલમાં ધકેલી દેવાનો હુકમ કરતા રીલ્સ ઘેલા યુવકને હાલતો જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

નર્મદા મૈયા બ્રિજ ઉપર છેલ્લા 2 વર્ષમાં સંખ્યાબંધ અકસ્માતો

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર પૂર ઝડપે નીકળતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હતા.જેના કારણે જિલ્લા વહીવટી તંત્રએ નર્મદા મૈયા બ્રિજ ઉપર અકસ્માતો પણ અંકુશ મેળવવા માટે વાહનોની સ્પીડ 40 લિમિટ નક્કી કરવામાં આવી હતી.અને તેવામાં એ રિલ્સ ઘેલા યુવાનો જોખમી સ્ટંટ કરતા પોલીસે કડક હાથે કામગીરી કરી રહ્યા છે.જેના કારણે પોતાના જીવના જોખમ સાથે અન્ય લોકોના જીવનું જોખમ ઊભું કરવું જેલ થઈ શકે છે.જેથી નર્મદા મૈયા બ્રિજ ઉપર વાહનની સ્પીડ મર્યાદિત રાખવી જરૂરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત
By VIMAL PRAJAPATI
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ? દરરોજ Avocado ખાવાથી હાડકાં થાય છે એકદમ મજબૂત લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ