Download Apps
Home » Vadodara : વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા રદ થતા હોબાળો

Vadodara : વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા રદ થતા હોબાળો

નોકરી વાંચ્છુકો સાથે ફરી એકવાર ક્રૂર મજાક!
વિદ્યુત સહાયકોની ભરતી પરીક્ષા રદ થતા હોબાળો
વડોદરામાં ઉમેદવારો હડધૂત થતાં થયા આકરાપાણીએ
ઉમેદવારો તમારા ગુલામ નથી કે હડધૂત કરો છો
1224 જગ્યાની ભરતી માટે લેવાનારી પરીક્ષા અચાનક રદ્દ
વિભાગની ભૂલના કારણે પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી
રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષા રદ
પોલ ટેસ્ટમાં ક્ષતિ આવતા રદ કરાઈ પરીક્ષા
બાબુઓની લાલિયાવાડીને કારણે પરીક્ષાર્થી પરેશાન
સાહેબો, પરીક્ષાર્થીઓને મજબૂર ન કરો આંદોલન માટે
સાહેબો, પરીક્ષાર્થી આશાનું ભાથુ બાંધીને આવે છે!
જેટકોની ભૂલના કારણે 1224 જગ્યા માટે લેવાનારી વિદ્યુત સહાયકની પરિક્ષા રદ થતાં ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે  વડોદરામાં એકત્ર થયેલા હજારો ઉમેદવારોએ છેલ્લી ઘડીએ રદ થયેલી પરીક્ષા બાબતે ભારે રોષ પ્રગટ કર્યો હતો.
છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતાં ઉમેદવારોની સ્થિતી કફોડી
જેટકોના કારણે આજે હજારો ઉમેદવારોને સહન કરવું પડ્યું છે. રાજ્યભરમાંથી ઉમેદવારો પરીક્ષા આપવાની તૈયારી સાથે વડોદરા પહોંચ્યા હતા પણ છેલ્લી ઘડીએ પરીક્ષા રદ થતાં ઉમેદવારોની સ્થિતી કફોડી થઇ ગઇ હતી. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારો સાથે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
હજારો ઉમેદવારોએ ભારે સુત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો
વડોદરામાં જેટકોની ઓફીસની બહાર એકત્ર થયેલા હજારો ઉમેદવારોએ ભારે સુત્રોચ્ચાર સાથે હોબાળો મચાવ્યો હતો. પરીક્ષા આપવા આવનારા ઉમેદવારો ગોંડલ, રાજકોટ, કચ્છ, જામનગર અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ગામોમાંથી આવ્યા હતા અને આ રીતે પરીક્ષા રદ કરીને તેમની સાથે કૃર મજાક કરાઇ હતી. ઉમેદવારોનો ખર્ચો માથે પડ્યો હતો
વિભાગની ભૂલના કારણે પરીક્ષા રદ થઇ
વડોદરામાં ઉમેદવારોને રીતસર હડધૂત થયા હતા. ઉમેદવારોએ રોષ પ્રગટ કર્યો કે આ ઉમેદવારો ગુલામ નથી કે તમે આ રતે હડધૂત કરો છે. વિભાગની ભૂલના કારણે પરીક્ષા રદ થઇ છે અને તેમાં ઉમેદવારોને સહન કરવાનું આવ્યું છે. જેટકોએ રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષા રદ કરી દીધી હતી.
પોલ ટેસ્ટમાં ક્ષતિ આવતા પરીક્ષા રદ
પોલ ટેસ્ટમાં ક્ષતિ આવતા પરીક્ષા રદ કરાઈ હતી જેના કારણે હજારો ઉમેદવવારોએ ભોગવવું પડ્યું હતું. સરકારી અધિકારીઓની લાલિયાવાડીના કારણે પરીક્ષાર્થીઓ પરેશાન થયા હતા અને તેમણે ભારે રોષ પ્રગટ કર્યો હતો. બાબુઓની લાલિયાવાડીને કારણે પરીક્ષાર્થી પરેશાન થઇ ગયા છે.
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો