Home » વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામ ભરોસે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રામ ભરોસે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
220
VNSGU ની સંલગ્ન કોલેજોમાં અધ્યાપકોની ઘટને લઈ ઊહાપોહ જોવા મળી રહ્યો છે. ઊહાપોહ બાદ નિદ્રામાંથી જાગેલા યુનિવર્સિટી તંત્ર દ્વારા કોલેજોને નોટિસ આપીને શૈક્ષણિક કર્મચારીઓની ઘટ પૂરવા સૂચના આપી છે. વીર નર્મદ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસરોની 128 જગ્યા ખાલી હોવાનું નોંધાયું છે. જે અંતર્ગત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા આ ખાલી જગ્યા માટે 11 માસના કરાર આધારિત વિભાગોમાં અનુદાનિત અભ્યાસક્રમો અને સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં કાયમી શૈક્ષણિક કર્મચારીઓની મોટી ઘટને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખોટ જઈ રહી હોવાનું નોંધાયું છે. જેને ધ્યાને રાખી VNSGU દ્વારા 22 અનુદાનિત અને સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં ખાલી પડેલી જગ્યા ભરવા માટે જાહેરાત આપવામાં આવી છે.
જાહેરાત પ્રમાણે કોલેજોમાં વિવિધ 22 અનુદાનિત અને સ્વનિર્ભર અભ્યાસક્રમોમાં 128 જેટલી બેઠકો ખાલી હોવાનું બહાર આવ્યું છે. સત્તધિશોનું કહેવું છે કે, આ બેઠકો પર 11 માસના કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવશે. તે માટે તંત્ર દ્વારા 24 માર્ચ સુધીમાં ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. યુનિવર્સિટીના વિભાગોમાં મોટી સંખ્યામાં ઘટનો પ્રશ્નો ઊભો થયો છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળની જેમ VNSGU દ્વારા કાયમી આચાર્ય અને અધ્યાપકોની નિમણૂક કરવાની શરતે જ ચાલુ જોડાણને મંજૂરી આપવામાં આવી રહી છે. કાયમી આચાર્ય અને અધ્યાપક ન હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડતી હોવાનું પણ જણાવાઇ રહ્યું છે
કાયમી આચાર્યો કે પછી અધ્યાપકોની ખાલી જગ્યા ભરવા મામલે યુનિવર્સિટી કોલેજો સામે અનેક પ્રકારના એક્શન લેવા હવે જરૂરી બન્યા છે. એટલું જ નહીં, કાયમી આચાર્યો કે પછી અધ્યાપકોની ભરતી કરવાની શરત પર જ કોલેજોને જોડાણ આપતા હોય છે. તેવામાં જ હવે યુનિવર્સિટીના જ ગ્રાન્ટેડ અને ખાનગી વિભાગોમાં અધ્યાપકોની ઘટ જોવા મળી રહી છે. આમ અધ્યાપકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર મોટી અસર પડી રહી છે. VNSGU માં 22 ગ્રાન્ટેડ અને ખાનગી અભ્યાસક્રમોમાં ખાડી પડેલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે મુજબ વિવિધ 22 અનુદાનિત અને ખાનગી કોર્સોમાં 128 જેટલી બેઠકો ખાલી છે. આ બેઠકો પર 11 મહિનાના કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક કરવામાં આવશે. જે માટે યુનિવર્સિટીએ આગામી 24મી માર્ચ સુધીમાં ઉમેદવારો પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો – તો શું હવે માતા-પિતા બાળકોને ઠપકો પણ ન આપે? ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીએ બાથરૂમમાં કરી આત્મહત્યા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject