Valsad : યુવતી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં વીડિયો રેકોર્ડિંગ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
- Valsad નાં મોતીવાડામાં યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાનો કેસ
- આરોપી રાહુલ જાટને રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે લવાયો
- ઉદવાડા રેલવે સ્ટેશન વિસ્તારની વાડીમાં લાવવામાં આવ્યો
વલસાડ જિલ્લાનાં (Valsad) પારડી તાલુકાનાં મોતીવાડા ખાતે યુવતી પર દુષ્કર્મ અને હત્યાનાં કેસમાં આજે પોલીસ દ્વારા આરોપી અને સિરિયલ કિલર (Serial killer) રાહુલ જાટને રિ-કન્સ્ટ્રકશન માટે ઘટના સ્થળે લવાયો હતો. પોલીસનાં મોટા કાફલા સાથે આરોપીને ઊદવાડા રેલવે સ્ટેશન વિસ્તારની વાડીમાં લઈ જવાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 25 દિવસમાં 5 જેટલી હત્યા કરી ચૂક્યો હતો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : બોલિવુડનાં જાણીતા ડાયરેક્ટર Rajkumar Santoshi ની મુશ્કેલીઓ વધી!
સિરિયલ કિલર રાહુલ જાટ 25 દિવસમાં 5 હત્યા કરી ચૂક્યો છે!
વલસાડમાં (Valsad) થોડા દિવસ પહેલા યુવતી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી. આ કેસમાં પોલીસે કાર્યવાહી કરી મૂળ હરિયાણાનાં (Haryana) સિરિયલ કિલર રાહુલ જાટની ધરપકડ કરી હતી. આજે આરોપી રાહુલને પોલીસનાં મોટા કાફલા સાથે રિ-કન્સ્ટ્રકશન માટે ઘટના સ્થળે લવાયો હતો. આરોપીને ઊદવાડા રેલવે સ્ટેશન વિસ્તારની વાડીમાં લઈ જવાયો હતો, જ્યાં આરોપીઓ પોલીસને ગુનાની હકીકત વર્ણવી હતી. આરોપી વિરુદ્ધ પુરાવા ભેગા કરવા વીડિયો રેકોર્ડિંગ સાથે રિ-કન્સ્ટ્રક્શન કરાયું છે. પોલીસ તપાસમાં રાહુલ જાટ વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ અનુસાર, રાહુલ જાટે (Rahul Jat) 25 દિવસમાં 5 જેટલી હત્યા કરી હતી.
આ પણ વાંચો - Gir Somnath : જિલ્લામાં ફરી ધરા ધ્રુજી, તાલાલામાં 3.2 તીવ્રતાનો ભૂકંપ
યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી
ઘટનાની વાત કરીએ તો વલસાડ જિલ્લાનાં ઉદવાડા રેલવે સ્ટેશન નજીક મોતીવાળા ફાટક પાસે રહેતા શ્રમિક પરિવારની દીકરી B.Com ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. યુવતી ટ્યૂશન ગયા બાદ ઘરે પરત ફરી નહોતી. આથી, પરિવારે યુવતીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન, મોતીવાળા ફાટક નજીક આંબાવાડીમાંથી શંકાસ્પદ હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. આ મામલે ફરિયાદ થતાં પોલીસે FSL ની ટીમ સાથે ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને ત્યાંથી બેગ, કપડાં, બીડી અને એક કડું સહિતની કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી હતી. PM રિપોર્ટમાં યુવતી સાથે દુષ્કર્મ બાદ ગળું દબાવી હત્યા કરાયાનું ખુલ્યું હતું. આ કેસમાં પોલીસે સઘન તપાસ કરી 11 દિવસ બાદ મૂળ હરિયાણાનાં આરોપી રાહુલસિંગ જાટ નામનાં આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો - Khyati hospital : 'કાંડ' બાદ અટ્ટહાસ્ય કરતો ડાયરેક્ટર ચિરાગ રાજપૂત આખરે સકંજામાં, 5 આરોપીની ધરપકડ


