Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahesana: કડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો ચૂંટણી જંગ, વિસાવદરમાં મહંત મહેશગીરી આપ્યું મોટુ નિવેદન

વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થતા ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ તેમજ આપ દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો બનાવ્યો છે.
mahesana  કડી વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો ચૂંટણી જંગ  વિસાવદરમાં  મહંત મહેશગીરી આપ્યું મોટુ નિવેદન
Advertisement
  • મહેસાણાના કડી વિધાનસભા બેઠક ની પેટાચૂંટણી
  • કડી બેઠક પર ચાવડા બંધુઓં વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ
  • વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનો જંગ
  • ત્રિપાંખિયા જંગ વચ્ચે પ્રચાર યુદ્ધ તેજ
  • ભાજપ, કોંગ્રેસ અને AAPએ ગામડાઓમાં પ્રચાર માટે કમર કસી

મહેસાણાની કડી વિધાનસભા બેઠક (Kadi assembly seat)ની પેટા ચૂંટણી (Kadi by-election)ને લઈ કોંગ્રેસના રમેશ ચાવડા (Ramesh Chavda), આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા (jagdish Chavda) અને ભાજપના રાજેન્દ્ર ચાવડા (BJP rajendra Chavda) ત્રણેય પક્ષોનું પ્રચાર કાર્ય તેજ બન્યું છે. ભાજપના પ્રભારી જગદીશ વિશ્વકર્મા (Jagadish Vishwakarma) સહિત મંત્રીઓ પ્રચારમાં જોડાયા હતા. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા માટે કોંગ્રેસના નેતાઓએ કડીમાં પડાવ નાંખ્યો છે. આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા પ્રચારમાં જોર લગાવી રહ્યા છે. કડીની બેઠક પર પ્રાથમિક તારણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ  (Former Deputy Chief Minister Nitin Patel) પણ પ્રચારમાં વ્યસ્ત છે. નીતિન પટેલનો ગઢ ગણાતા કડીમાં પુનરાર્તનના પ્રયાસ છે. કોંગ્રેસના રમેશ ચાવડા ગત ટર્મમાં સદગત કરશનભાઈ સોલંકી સામે પરાજય થયો હતો. કડી બેઠકમાં ચૂંટણી સમયે ભાજપ-કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે.

Advertisement

Advertisement

ત્રિપાંખિયા જંગ વચ્ચે પ્રચાર યુદ્ધ તેજ

જુનાગઢ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી (Visavadar by-election)માં પણ જંગ જામ્યો છે. ત્રિપાંખિયા જંગ વચ્ચે પ્રચાર વેગવંતો બનાવ્યો છે. ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા ગામડા ખૂંદી રહ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ (kirit Patel) તેમજ કોંગ્રેસના નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા (Gopal Italiya) વચ્ચે જંગ જામ્યો છે. વિસાવદર પેટા ચૂંટણીમાં હવે સાધુ સંતોની એન્ટ્રી થવા પામી છે. ભૂતનાથ મંદિરના મહંત અને પૂર્વ સાંસદ મહેશગીરી મેદાનમાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયાને ધર્મ, સંતો અને કથા, ડાયરા વિરોધી ગણાવ્યો હતો.

આ પણ વાંચોઃ Vadodra માં કોરોનાની એન્ટ્રીઃ નવા 6 કેસ સામે આવતા તંત્ર આવ્યું હરકતમાં

મહંત મહેશગીરી બાપુનું મહત્વનું નિવેદન

મહંત મહેશગીરી બાપુએ ગામડામાં છાજીયા લઈ વિરોધ કરવા મોટું નિવેદન આપ્યું હતું. ભાજપના કિરીટ પટેલના પ્રચાર કાર્યનું સુકાન જયેશ રાદડિયાના શિરે છે. પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સહિતના વિસાવદરમાં ધામા નાંખ્યા છે. વિસાવદરમાં પ્રાથમિક તારણમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. વિસાવદર બેઠક પર એક જ જ્ઞાતિના ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. લેઉવા પાટીદાર સમાજમાંથી ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. જ્યારે વિસાવદર બેઠક 2007 થી કમળ એટલે ભાજપને વિજય મળ્યો નથી. વિસાવદર બેઠકમાં મતદારોનું રાજકીય ગણિત મોટું છે. બેઠક પર અગાઉ વિજેતા બનેલા અને પક્ષ પલ્ટો કરનારાને મતદારોએ જાકારો આપ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આ વિસ્તારો માટે ભારે વરસાદની આગાહી

Tags :
Advertisement

.

×