Bharuch : કાયદાના રક્ષક જ બન્યા બેફામ! દારૂબંધીના લીરેલીરા ઉડાવતા પોલીસકર્મીઓનો Video વાઇરલ
- ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પોલીસકર્મીઓનો દારૂની મહેફિલ માણતો વીડિયો વાઇરલ! (Bharuch)
- હાંસોટ પોલીસ મથકનાં PI નાં રાઇટર તથા ડ્રાઇવર સહિતનાં લોકોનો વીડિયો વાઇરલ
- દારૂની મહેફિલમાં નાચતા વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં હડકંપ
- દારૂબંધીનો કડક અમલ કરાવનાર પોલીસ જવાનો જ દારૂનાં નશામાં ચૂર હોવાનો વીડિયો વાઇરલ
ભરૂચ જિલ્લાના (Bharuch) હાંસોટ તાલુકા પોલીસ મથકનાં પીઆઈનાં રાઇટર તથા ડ્રાઇવરનો અન્ય વ્યક્તિઓ સાથે દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો વાઇરલ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. પીઆઈનો રાઇટર ડાન્સ કરી મનોરંજન પૂરું પાડી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા દારૂબંધીનું પાલન કરાવતી પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - Ahmedabad: શહેરના આ વિસ્તારોમાં પાણીકાપ, રાજ્યના જળાશયોના જળસ્તરમાં સતત ઘટાડો
હાંસોટ પોલીસ મથકનાં PI નાં રાઇટર-ડ્રાઇવર સહિતનાં લોકોનો વીડિયો વાઇરલ
પ્રાપ્ત માહિતી અનુસાર, હાંસોટ તાલુકા પોલીસ મથકનાં (Hansot Taluka Police Station) પીઆઈનાં રાઇટર હિતેશભાઈ તથા પોલીસની ગાડી ચલાવતો ડ્રાઇવર તથા અન્ય ઈસમો એક મકાનમાં દારૂની મહેફિલ જમાવી ડાન્સ કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ખાખી પર દાગ લગાવતા પોલીસકર્મીઓ સામે હવે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરશે તેને લઈને ચર્ચાઓ વેગવંતી થઈ છે.
ભરૂચમાં પોલીસકર્મીની દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
હાંસોટ પોલીસ મથકના પોલીસકર્મીઓનો વીડિયો વાયરલ
PIના રાઈટર અને ડ્રાઈવર દારૂ પીને નાચતા હોવાનો વીડિયો
દારૂબંધીનો અમલ કરાવનારા જ દારૂ પીતા મચી ચકચાર@BharuchPolice #BharuchPolice #GujaratLiquorBan #ViralVideo #gujaratfirst pic.twitter.com/BVtTdKTSuD— Gujarat First (@GujaratFirst) June 10, 2025
આ પણ વાંચો - Gujarat News : કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં સામે આવ્યો
બે દિવસ પહેલા બે પોલીસકર્મીઓ સામે થઈ હતી ફરિયાદ
માહિતી મુજબ, બે દિવસ અગાઉ જ ભરુચ એલસીબી પોલીસે (Bharuch LCB Police) બે પોલીસકર્મીઓ સામે ચાલુ ફરજ દરમિયાન દારૂનું સેવન કરવાનાં મામલે ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે હવે હાંસોટમાંથી (Hansot) પણ આવો જ કિસ્સો સામે આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Liquor Ban) માત્ર કાગળ પર જ હોય તેવું લોકો માની રહ્યા છે. સમગ્ર વાઇરલ વીડિયો મુદ્દે હાંસોટ પોલીસ મથકનાં પી.આઈ કે.વી લાકોડિયાનો સંપર્ક કરતા તેઓ પણ આ વાતથી અજાણ હોય જેથી તેમણે પણ મીડિયા પાસેથી વીડિયો મેળવી તેમાં દેખાતા પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો - Ahmedabad: ગ્રામ્ય કોર્ટમાં 17 મદદનીશ સરકારી વકીલ પતરાના શેડ નીચે બેસવા મજબૂર


