ICC Ranking માં બુમરાહે રચ્યો ઈતિહાસ,અશ્વિનના 8 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી
- ICC Rankingમાં બુમરાહે રચ્યો ઇતિહાસ
- અશ્વિનના 8 વર્ષ જૂના રેકોર્ડની કરી બરાબરી
- ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેને પણ થયો ફાયદો
ICC Rankings :ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ICCની તાજેતરની રેન્કિંગમાં (ICC Rankings)ઈતિહાસ રચ્યો છે. બુમરાહે આર અશ્વિનના 8 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ઓસ્ટ્રેલિયા સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં બુમરાહનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. બુમરાહે (Jasprit Bumrah)અત્યાર સુધી રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાં કુલ 21 વિકેટ લીધી છે. આ સાથે જ ટ્રેવિસ હેડ (Travis Head)એક સ્થાનની છલાંગ લગાવીને હવે ચોથા નંબર પર પહોંચી ગયો છે.
કરિયરના શિખર પર પહોંચ્યો બુમરાહ
જસપ્રીત બુમરાહે ICC (ICC Rankings Bumrah)દ્વારા જાહેર કરાયેલી તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે. બુમરાહે તેની કારકિર્દીમાં પ્રથમ વખત 900 રેટિંગ પોઈન્ટનો આંકડો પાર કર્યો છે. બુમરાહ વિશ્વનો નંબર વન બોલર છે અને તેણે પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે. નંબર વનની સાથે જ બુમરાહના કુલ રેટિંગ પોઈન્ટ વધીને 904 થઈ ગયા છે. બુમરાહ ભારતનો એવો બોલર બની ગયો છે જેણે સંયુક્ત રીતે સૌથી વધુ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા છે. તેના પહેલા વર્ષ 2016માં આર અશ્વિન 904 રેટિંગ પોઈન્ટ પર પહોંચી ગયો હતો.
India's pace spearhead equals a massive feat after his incredible performance in the third #AUSvIND Test 👏
More on the latest ICC Men's Rankings ⬇https://t.co/akPvStkguX
— ICC (@ICC) December 25, 2024
આ પણ વાંચો - Champions Trophy નું શેડ્યૂલ જાહેર,જાણો ક્યા અને ક્યારે રમાશે ભારતની મેચ
બુમરાહે બોલ સાથે મચાવી તબાહી
બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં જસપ્રીત બુમરાહનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. બૂમ-બૂમ બુમરાહે અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચમાં કુલ 21 વિકેટ લીધી છે. ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ફાસ્ટ બોલરે 9 વિકેટ પોતાના નામે કરી હતી. પ્રથમ દાવમાં બુમરાહે છ વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઈનિંગમાં ફાસ્ટ બોલરે ત્રણ કાંગારૂ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ સિરીઝમાં અત્યાર સુધી કાંગારૂ બેટ્સમેનો બુમરાહ સામે સંપૂર્ણપણે લાચાર દેખાઈ રહ્યા છે. બુમરાહે સિરીઝમાં સૌથી વધુ વિકેટ લીધી છે.
આ પણ વાંચો - ICC રેન્કિંગમાં સ્મૃતિ મંધાનાએ કર્યો કમાલ, WI સામે શાનદાર પ્રદર્શનનું મળ્યું ઈનામ
હેડને પણ થયો ફાયદો
બુમરાહની સાથે ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ટ્રેવિસ હેડને પણ તાજેતરની ICC રેન્કિંગમાં ફાયદો થયો છે. ગાબા ટેસ્ટમાં 152 રનની શાનદાર ઇનિંગ રમનાર હેડ એક સ્થાનની છલાંગ લગાવીને હવે ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ સાથે જ યશસ્વી જયસ્વાલને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે હવે પાંચમા સ્થાને સરકી ગયો છે. જો રૂટ બેટ્સમેનોની રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. ત્રીજી ટેસ્ટમાં પોતાની સદી સાથે સ્ટીવ સ્મિથે ટોપ 10માં ફરી પ્રવેશ કરી લીધો છે. રિષભ પંત બે સ્થાન સરકી ગયો છે.


