Dahod : પોલીસને મોટી સફળતા, રીઢા ગુનેગારોને ઝડપ્યા, 7.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- Dahod પોલીસે 3 રીઢા ચોરોની ધરપકડ કરી
- 16 ઘરફોડ ચોરીના 3 આરોપી 7 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
- ચોરી પહેલા રાત-દિવસ રેકી કરતા, બંધ મકાનને નિશાન બનાવતા
દાહોદ જિલ્લાના (Dahod) લીમખેડામાં થોડા મહિના પહેલા રાજસ્થાનમાં મરણ પ્રસંગે ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીનાં દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની મત્તા ચોરી થયાના કેસમા દાહોદ LCB ની ટીમે 3 આરોપીની ધરપકડ કરી છે અને સાથે તેમની પાસેથી ચોરીનો રૂ. 7.3 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ત્રણેય રીઢા આરોપી 16 જેટલી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Bharuch : તબીબ સાથે છેતરપિંડી! 'ધરપકડથી બચવું હોય તો...'
જંગલ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાંથી ઝડપાયા
દાહોદ જિલ્લાનાં (Dahod ) લીમખેડા વિસ્તારમાં રહેતો પરિવાર થોડા દિવસ પહેલા રાજસ્થાન (Rajasthan) ગયો હતો, જ્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો સોના-ચાંદીનાં દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે ફરિયાદ થતાં દાહોદ LCB ની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન, બાતમીનાં આધારે દાહોદ LCB ની ટીમે રોઝમ ગામનાં જંગલ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાંથી 3 ઇસમોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રૂપિયા 70 હજાર અને સોના-ચાંદીનાં દાગીના કબજે કર્યા હતા.
આ પણ વાંચો - Surat : વ્યાજખોર મિત્રોના ત્રાસથી કંટાળી આધેડે ભર્યું એવું પગલું જાણી રૂવાંડા ઊભા થઈ જશે!
16 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા હતા આરોપી
આ મામલે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમની ઓળખ મનુ પલાસ, રમસુ કલમી અને કેશુ કોચરા તરીકે થઈ હતી. ત્રણેય આરોપીઓએ પોલીસને જણાવ્યું કે તેમણે દાહોદ જિલ્લામાં 13 અને પંચમહાલ (Panchmahal) જિલ્લામાં 3 સ્થળે એમ કુલ 16 જગ્યાએ ઘરફોડ ચોરી કરી હતી. આરોપીઓ ચોરી કરતા પહેલા દિવસ-રાત રેકી કરતા હતા અને પછી બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 7.3 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : સાબીર ભાભોર, દાહોદ
આ પણ વાંચો - Khyati Hospital નો વધુ એક 'કાંડ'! ઓપરેશન કર્યાનાં માત્ર 3 જ મહિનામાં 1 વ્યક્તિનું મોત


