Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : રસ્તે ચાલવાનાં મામલે સેઢા પાડોશી વચ્ચે બબાલ થતા ફાયરિંગ

ગોંડલનાં ખાંડાધાર ની સીમમાં રસ્તે ચાલવાનાં મામલે સેઢા પાડોશી વચ્ચે બબાલ થતા ફાયરિંગ ની ઘટના બની હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
gondal   રસ્તે ચાલવાનાં મામલે સેઢા પાડોશી વચ્ચે બબાલ થતા ફાયરિંગ
Advertisement
  • ગોંડલના શખ્સે બંદૂકમાંથી કરેલ ફાયરિંગનો મામલો
  • વાડીના રસ્તા પર ચાલવા પ્રશ્ર્ને જૂના મનદુઃખમાં ફાયરિંગ
  • ઈજાગ્રસ્તને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા

ગોંડલ તાલુકાનાં ખાંડાધાર ગામની સીમ માં વાડીમાં રસ્તાનાં મામલે સેઢા પાડોશીઓ વચ્ચે તકરાર થતા એક પક્ષ દ્વારા બંદુક માંથી ફાયરીંગ થયા હતા.જ્યારે સામા પક્ષે લાકડીનો ઘા માથામાં લાગતા ઇજાગ્રસ્ત હાલત માં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

Advertisement

રસ્તે ચાલવાની ના પાડતા મામલો બિચક્યો

બનાવ અંગે ખાંડાધાર ની સીમ માં વાડી ધરાવતા વલ્લભભાઈ નાજાભાઇ મકવાણાએ તાલુકા પોલીસ માં કરેલ ફરિયાદ માં જણાવ્યુ કે ગત સાંજના બાજુમાં વાડી ધરાવતા અને ગોંડલ ભગવતપરા માં રહેતા દિપકભાઈ મોહનભાઈ ડાભી ના માણસો લાલજીભાઈ તખુભાઇ તથા કિશનભાઇ ટ્રેકટર લઇ ને વાડીએ આવી અમારે વાડી વચ્ચે જે વિવાદ ચાલે છે ત્યા ઉભા રહેતા અમે કહેલ કે રસ્તા અંગે વિવાદ ચાલતો હોય તમે અહીથી ચાલી ના શકો. તેથી બન્ને ટ્રેકટર લઇ જતા રહ્યા હતા.

Advertisement

ફાયરિંગ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા

બાદ મા દિપકભાઈ ડાભી બે નાળવાળી બંદુક સાથે વાડીએ આવી અમારી સાથે ઝઘડો કરી કહેલ કે તને ભડાકે દેવો છે. એમ બોલી બંદુકનું નાળચુ અમારા તરફ કરી એક રાઉન્ડ ફાયરીંગ કરતા ગોળી બાજુમાંથી જતી રહેલ બાદ માં હુ અને મારો પુત્ર સુભાષ દોડી ને બંદુક પકડી લીધેલ દરમિયાન વાડીએ દોડી આવેલા મારા પુત્ર સુરેશને દિપકભાઈ ડાભી સાથે ઝપાઝપી થયેલી જેમાં દિપકભાઈ ને માથાનાં ભાગે લાકડીનો ઘા લાગ્યો હતો.બંદુક નો અવાજ સાંભળી આજુબાજુનાં વાડીનાં લોકો દોડી આવી ઝઘડો નહી કરવાનુ કહી છુટા પાડેલ હતા.

આ પણ વાંચોઃ Ahmedabad : સાણંદમાં પ્રેમ સબંધમાં યુવકની હત્યા, શું છે ફિલ્મી ઢબે થયેલી હત્યાનું કારણ

ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા

બનાવ નાં કારણ માં અમારે તથા દિપકભાઈ ડાભીને રસ્તા બાબતનો વિવાદ ઘણા સમયથી ચાલતો હોય તેનો કોઈ નિર્ણય આવ્યો ના હોય તેમ છતા દિપકભાઈ ડાભીનાં માણસો વિવાદ વાળા રસ્તે ચાલતા હોય ચાલવાની ના કહેતા દિપકભાઈ ડાભીને સારુ નહી લાગતા બંદુક માંથી મારી નાખવાનાં ઇરાદે ફાયરીંગ કર્યુ હતુ. પોલીસે કલમ 109 તથા આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરીછે.બીજી બાજુ દિપકભાઈ ડાભીને માથાનાં ભાગે ઇજા થતા ગોંડલ સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad : પશ્ચિમ રેલવે મુંબઈ- રાજકોટ-ગાંધીધામ વચ્ચે ખાસ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તેજસ એક્સપ્રેસ દોડાવશે

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી- ગોંડલ

Tags :
Advertisement

.

×