આરોપીને જેલ મુક્ત કરાવવા પેટે 40 લાખ પડાવનારા Gujarat High Court ના મહિલા એડવૉકેટે સામે ફરિયાદ
Gujarat High Court ના એડવૉકેટ તરીકે ઓળખ આપી અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી મહિલાએ લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશન (Ranip Police Station) ખાતે નોંધાયેલી ફરિયાદમાં મહિલા અને તેના પતિને આરોપી દર્શાવાયા છે. NDPS ના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીને છોડાવી આપવા પેટે Gujarat High Court એડવૉકેટ તરીકે પોતાની ઓળખ આપનાર મહિલાએ ફરિયાદી પાસેથી માત્ર સાડા પાંચ મહિનામાં ગૂગલ પે થકી અને રોકડમાં 40.46 લાખ રૂપિયા પડાવી લીધા છે.
મહિલા એડવૉકેટ કેવી રીતે મળ્યા ?
અમદાવાદના નવા નરોડા ખાતે રહેતા હેતલબહેન જે. ગાંધીના પતિ જયનીશ ગાંધીની ઑક્ટોબર 2023માં નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો દિલ્હી (Narcotics Control Bureau Delhi) એ ધરપકડ કરી હતી. NDPS કેસમાં ઝડપાયેલા પતિને છોડાવવા માટે હેતલબહેને તેમના પિતા મહેશભાઈ શાહને વાત કરી હતી. જેથી મહેશ શાહે દસેક દિવસ બાદ રાણીપ ખાતે રહેતા એડવૉકેટ મેઘા જે. દવેની મુલાકાત કરાવી હતી. મુલાકાત સમયે મેઘા દવેએ પોતે ગુજરાત હાઇકોર્ટ ખાતે (Megha Dave Advocate High Court) પ્રેક્ટિસ કરતા હોવાનું જણાવી 1 મહિનામાં જયનીશ ગાંધીને જેલ મુક્ત કરાવી આપવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચોઃ Cyber Fraud ના નામે કરોડોનો તોડ કરનારા કૉન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરીના ભાગીદારની શોધ જારી
મહિલા એડવૉકેટ પતિને ક્રાઈમ બ્રાંચનો ઑફિસર બનાવ્યો
પ્રથમ મુલાકાત દરમિયાન Gujarat High Court Advocate Megha Dave એ પોતાનો પતિ મેહુલ જાની દિલ્હી ક્રાઈમ બ્રાંચમાં ઑફિસર છે તેવું જણાવ્યું હતું. NDPS કેસના તપાસ અધિકારી સાથે વાત કરીને તેના પેપર્સ કઢાવીને આગળની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત અન્ય મુલાકાત દરમિયાન મેઘા એમ. દવેના ઘરે તેના પતિ મેહુલ ઇન્દ્રવદન જાની સાથે મુલાકાત થતાં તેણે દિલ્હી ક્રાઈમ બ્રાંચ (Delhi Crime Branch) નું ઓળખપત્ર બતાવ્યું હતું. કામ અઘરૂં છે તેમ કહી મોબાઈલ ફોનમાં Megha J. Dave એ કેટલાંક પેપર્સ અને ચાર્જશીટ બતાવ્યાં હતાં. અત્રે નોંધનીય છે કે, રાણીપ પોલીસની પ્રાથમિક તપાસમાં મેઘા દવેનો પતિ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઘરેથી ધંધો કરે છે.
આ પણ વાંચોઃAngadia Loot : ગુજરાતની વધુ એક આંગડિયા પેઢીના કરોડો રૂપિયા ગન પોઈન્ટ પર લૂંટાયા
લાખો પડાવ્યા બાદ આરોપીએ 1 લાખનો ધક્કા ચેક આપ્યો
NDPS કેસના આરોપીને છોડાવવાની ખાતરી આપનાર Gujarat High Court Advocate મેઘા જે. દવેએ નવેમ્બર-2023 થી એપ્રિલ-2024ના ગાળામાં 40.46 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ફરિયાદી હેતલબહેન અને તેમના પરિવારજનોને જાણ થઈ હતી કે, વકીલાતનામામાં સહી કરાવ્યા વિના એડવૉકેટ અદાલતમાં કેસ લડી શકે નહીં. જેથી મેઘા દવે પાસે રૂપિયા પરત માગતા તેમણે ઑગસ્ટ-2024માં રૂપિયા 1 લાખનો ચેક આપ્યો હતો. જે ચેક ત્રણ વખત બેંકમાં ભરતા રિર્ટન થયો હતો. રાણીપ પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી છે મેઘા દવે વાસ્તવમાં Gujarat High Court ના વકીલ છે કે નહીં ?
આ પણ વાંચોઃ IPS થી GPS સુધી એક જ સ્થિતિ, Gujarat Police માં બઢતી મળે પણ સ્થાન નથી બદલાતું


