IMD Update: ગુજરાતના 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, વાંચો IMDનું લેટેસ્ટ અપડેટ
- હવામાન વિભાગની મોટી ચેતવણી
- ગુજરાતના 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
- માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
Gujarat Rain Alert: ગુજરાતમાં અચાનક વરસાદે સૌને ચોંકાવી દીધા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા ફેરફારને કારણે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન અને વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગરમાં વિજળી પડવાની સંભાવના છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને દ્વારકામાં છૂટાછવાયા વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
5 જિલ્લામાં વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.
આ પણ વાંચો : Vadodra : વરસાદી ગટરની કામગીરીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ, કોંગ્રેસનો ભ્રષ્ટાચારનો આક્ષેપ
અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી
અરબી સમુદ્રમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય હોવાને કારણે વરસાદ પડી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી માટે ગાજવીજ સાથે ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 23, 2025
ગુજરાતમાં આજે 24 થી 25 તારીખ સુધી વરસાદની આગાહી છે. જ્યારે 26 અને 27 તારીખે ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો : VADODARA : ટેસ્ટ ઓફ વડોદરાના આયોજક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી
હવામાન વિભાગે 24 મે સુધી ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. 24 મેના રોજ રાજ્યમાં મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ચાર્ટ મુજબ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં ચોમાસુ ક્યારે આવશે?
હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી પહેલા ગુજરાતમાં આવી જાય તેવી શક્યતા છે. ચોમાસું સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂને પહોંચે છે. જોકે, આ વર્ષે તે 4 દિવસ વહેલા એટલે કે 10 કે 11 જૂનની આસપાસ આવશે. તેની અસર ગુજરાતમાં 12 જૂનની આસપાસ દેખાશે અને એટલું જ નહીં, તે ટૂંક સમયમાં સમગ્ર રાજ્યને આવરી લેશે.
આ પણ વાંચો : VADODARA : પાલિકાના લાંચિયા એન્જિનિયર વિરૂદ્ધ ACB માં ફરિયાદ


