Delhi માં ICA નું સફળ આયોજન, એરોન ડગલસે ભારતના યોગદાન પર આભાર વ્યક્ત કર્યો...
- ICA ના ડાયરેક્ટર એરોન ડગલસે ભારતના પ્રયત્નોની કરી પ્રશંસા...
- સફળતાપૂર્વક પૂર્ણ થયું આંતરરાષ્ટ્રીય સહકારીતા સંમેલન
- ICA ના ડાયરેક્ટરે દિલીપ સંઘાણીની પ્રસંશા કરી
નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઈન્ડિયા (NCUI)ના પ્રમુખ દિલીપ સંઘાણીએ કહ્યું છે કે ભારતમાં વિશ્વભરના સહકારી ક્ષેત્રને માર્ગદર્શન આપવાની ક્ષમતા છે. ભારતનું સહકારી મોડલ માત્ર વૈશ્વિક અસમાનતાને જ દૂર કરી શકતું નથી પરંતુ આબોહવા પરિવર્તનથી ઉદ્ભવતી સમસ્યાઓને પણ હલ કરી શકે છે. વર્લ્ડ કોઓપરેટિવ ઈકોનોમિક ફોરમ આવતા વર્ષે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સહકારી મોડલને વૈશ્વિક મંચ પર નવી રીતે રજૂ કરશે. અમે એવો આર્થિક વિકાસ ઈચ્છીએ છીએ જેમાં તમામ દેશવાસીઓનો વિકાસ થાય. ખેડૂતો, ગ્રામજનો અને મહિલાઓની પ્રગતિ થવી જોઈએ. આથી સરકાર PACSને મજબૂત બનાવી રહી છે. સંઘાણીએ ગુરુવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણની વૈશ્વિક પરિષદ દરમિયાન ફોરમ દ્વારા આયોજિત એક સાઈડ ઈવેન્ટને સંબોધિત કરી હતી.
સહકારીતા ક્ષેત્રના અગ્રણીઓની હાજરી...
દિલ્હીના પ્રખ્યાત ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારીતા સંમેલનનું આયોજન ખુબ જ સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ સંમેલનમાં વિશ્વભરના સહકારીતા ક્ષેત્રના પ્રખ્યાત અગ્રણીઓએ ભાગ લીધો. સંમેલનના મુખ્ય ઉદ્દેશોમાં સહકારી મંડળીઓ વચ્ચે ગાઢ સંવાદ સ્થાપિત કરવો અને નવા વિચારોથી કાર્યક્ષમતા વધારવી હતી.
આંતરરાષ્ટ્રીય સહકારીતા સંમેલનમાં ICAના ડાયરેક્ટર જનરલ એરોન ડગલસે Dilip Sanghani ના કર્યા વખાણ |GujaratFirst #DilipSanghani #ICAMeet #DelhiEvent #GlobalLeadership #GujaratFirst pic.twitter.com/PctpRoIbNY
— Gujarat First (@GujaratFirst) November 28, 2024
આ પણ વાંચો : Junagadh : મહંત મહેશગીરીના હરિગીરી બાપુ પર આકરા પ્રહાર, પૂર્વ ડે. મેયર ગિરીશ કોટેચાને પણ લીધા આડે હાથ!
એરોન ડગલસે ભારતના પ્રયત્નોની કરી પ્રશંસા...
આ સંમેલન દરમિયાન ICA ના ડાયરેક્ટર જનરલ એરોન ડગલસએ ભારતના દિલીપ સંઘાણીના પ્રયાસોની પ્રસંશા કરી. તેમણે જણાવ્યું કે, આ સંમેલનને સફળ બનાવવા માટે ભારતે શિષ્ઠાચાર અને વ્યવસ્થાના ઉત્તમ ઉદાહરણ આપ્યા છે. સમારંભ દરમિયાન ડગલસે ભારતના યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો અને વિશ્વના સહકારીતા ક્ષેત્ર માટે તેને મહત્વપૂર્ણ ગણાવ્યું.
આ પણ વાંચો : BZ GROUP Scam : આરોપી મયુર દરજીના 2 દિવસના રિમાન્ડ મંજૂર, 6 કસ્ટડીમાં ધકેલાયા
સફળતાપૂર્વક પૂર્ણ થયું સંમેલન...
સમાપન સમારંભમાં વિવિધ ક્ષેત્રોના દિગ્ગજોએ હાજરી આપી હતી. તેમણે સહકારી ઉદ્યોગોને વધુ મજબૂત બનાવવાના વિષય પર ચર્ચા કરી અને નવિનતમ પ્રોજેક્ટ રજૂ કર્યા. સંમેલનના આયોજકો અને ભાગ લેનારા પ્રતિનિધિઓએ એવું જણાવ્યું કે, આ ઉદઘાટન ભવિષ્યના નવા દરવાજા ખોલે છે. ભારતે આ વ્યવસ્થાપન દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી છે, જે દેશના ગૌરવ માટે મહત્વપૂર્ણ છે. આ સંમેલન માત્ર સહકારી ઉદ્યોગ માટે નહીં, પરંતુ ભારતના આંતરરાષ્ટ્રીય સ્તરે અસરકારક યોગદાન માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયું.
આ પણ વાંચો : Morbi : 'Gun Culture' ની ગેમ! મનોજ પનારા બાદ MLA કાંતિ અમૃતિયા અને લાલજી પટેલની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?


