Gandhinagar : પોલીસ ભરતી બોર્ડ અંગે મહત્ત્વનાં સમાચાર, IPS Neeraja Gotru ની ચેરમેન તરીકે નિયુક્તિ
- પોલીસ ભરતી બોર્ડને લઈ મહત્ત્વનાં સમાચાર (IPS Neeraja Gotru)
- પોલીસ ભરતી બોર્ડનાં ચેરમેન તરીકે IPS નીરજા ગોટરૂની નિયુક્તિ
- IPS હસમુખ પટેલની GPSC માં નિમણૂક થતા જગ્યા ખાલી પડી હતી
પોલીસ ભરતી બોર્ડને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડનાં ચેરમેન તરીકે નીરજા ગોટરૂની (IPS Neeraja Gotru) નિયુક્તિ કરવામાં આવી છે. IPS હસમુખ પટેલની GPSC માં નિમણૂક થતા જગ્યા ખાલી પડી હતી. અગાઉ IPS હસમુખ પટેલની (IPS Hasmukh Patel) ગુજરાત જાહેર સેવા આયોગનાં (GPSC) નવા ચરમેન તરીકે નિમણૂક કરાઈ હતી.
આ પણ વાંચો -BZ GROUP Scam : વધુ એક નામ આવ્યું સામે, BZ ગ્રૂપે ખાનગી શાળા ખરીદી હોવાનો પણ ખુલાસો!
આ પણ વાંચો -Ahmedabad Fake Dollar: રાજ્યમાં નકલીની ભરમાર! આ લોકો છાપી રહ્યા હતા ઓસ્ટ્રેલિયન કરન્સી
પોલીસ ભરતી બોર્ડને લઈ મહત્ત્વનાં સમાચાર
પોલીસ ભરતી બોર્ડનાં ચેરમેનની ખાલી પડેલી જગ્યા પર IPS ડો. નીરજા ગોટરૂની (IPS Neeraja Gotru) પસંદગી કરવામાં આવી છે. નીરજા ગોટરૂ 1993 ની બેચનાં IPS છે. અગાઉ તેમની ગાંધીનગર (Gandhinagar) ખાતે એડિશનલ DGP તાલીમ તરીકે નિમણૂંક કરાઈ હતી. IPS અધિકારી નીરજા ગોટરુએ અમદાવાદ ટ્રાફિક વિભાગમાં (Ahmedabad Traffic Department) પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી છે.
IPS હસમુખ પટેલની GPSC માં નિમણૂક થતા જગ્યા ખાલી પડી હતી
જણાવી દઈએ કે, IPS અને વરિષ્ઠ સરકારી અધિકારી હસમુખ પટેલ (IPS Hasmukh Patel) GPSC નાં ચેરમેન તરીકે ચાર્જ સંભાળતા તેમણે પોલીસ ભરતી બોર્ડનાં અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ આ પદ ખાલી હતું. જો કે, હવે આ પદની જવાબદારી IPS અધિકારી નીરજા ગોટરુને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો -Gujarat-હોમગાર્ડઝ,નાગરિક સંરક્ષણ દળનો રાજ્ય કક્ષાનો રમતોત્સવ-૨૦૨૪


