Junagadh : મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વિવાદ અંગે વ્યાસનિવાસ ટ્રસ્ટ બ્રહ્મસમાજનો મોટો ખુલાસો!
- Junagadh માં મહંત મહેશગીરીના આક્ષેપનો મામલો
- વ્યાસનિવાસ ટ્રસ્ટ બ્રહ્મસમાજમાંથી મોટો ખુલાસો
- વ્યાસનિવાસ ટ્રસ્ટનાં પ્રત્યુષ જોષીનું મોટું નિવેદન
- "કોટેચા પરિવારે ચેરિટી કમિશનરની હરાજીમાંથી જગ્યા લીધી છે"
જુનાગઢમાં (Junagadh) ગાદી વિવાદ મામલે ભૂતનાથ મહાદેવ મંદિરનાં (Bhootnath Mahadev Temple) મહંત મહેશગીરી બાપુ અને પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચા (Girish Kotecha) આમને સામને આવ્યા છે. બંને એ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. મહેશગીરી બાપુનાં આક્ષેપ બાદ હવે વ્યાસનિવાસ ટ્રસ્ટ બ્રહ્મસમાજમાંથી મોટો ખુલાસો થયો છે.
આ પણ વાંચો - Junagadh : ગાદી વિવાદમાં મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે વાકયુદ્ધ છેડાયું! જાણો કોણે શું કહ્યું ?
બ્રહ્મસમાજને આ મિલ્કત કે ટ્રસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી : પ્રત્યુષ જોષી
જુનાગઢનાં (Junagadh) ગાદી વિવાદમાં મહંત મહેશગીરી બાપુનાં પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચા પર કરાયેલા આક્ષેપો મામલે હવે વ્યાસનિવાસ ટ્રસ્ટ બ્રહ્મ સમાજમાંથી ( Vyasnivas Trust Brahm Samaj) મોટો ખુલાસો કરાયો છે. વ્યાસનિવાસ ટ્રસ્ટનાં પ્રત્યુષ જોષીએ કહ્યું કે, કોટેચા પરિવારે ચેરિટી કમિશનરની હરાજીમાંથી જગ્યા લીધી છે. બ્રહ્મસમાજને આ મિલ્કત કે ટ્રસ્ટ સાથે કોઈ લેવાદેવા નથી.
આ પણ વાંચો - સતાધારનાં મહંત વિજય બાપુના વિવાદમાં Junagadh ખાખી મઢીનાં મહંતની Entry, જાણો શું કહ્યું ?
મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા આમનેસામને!
જણાવી દઈએ કે, અગાઉ ભૂતનાથ મહાદેવ મંદિરનાં (Bhootnath Mahadev Temple) મહંત મહેશગીરી બાપુએ પૂર્વ ડેપ્યૂટી મેયર ગિરીશ કોટેચા (Girish Kotecha) પર આક્ષેપ કર્યો હતો કે તેમના દ્વારા મયારામ આશ્રમ (Mayaram Ashram) નામની ધાર્મિક સંસ્થાનાં ટ્રસ્ટી બની કબજો કરાયો છે. તેમ જ તેમના નિવાસસ્થાન પર આવેલ વ્યાસ ભુવનનાં પણ ટ્રસ્ટી બનીને કબજો કર્યો છે. જો કે, મહેશગીરી બાપુનાં તમામ આક્ષેપોને ગિરીશ કોટેચાએ ફગાવ્યા હતા અને પાયાવિહોણા ગણાવ્યા હતા. સાથે જ ચેલેન્જ કરી હતી કે, જાહેરમાં આવીને સામસામે મીડિયા અને લોકો સમક્ષ ચર્ચા કરે.
આ પણ વાંચો - મહંત હરિગીરીબાપુ સામે આક્ષેપોની તપાસ માટે સમિતિ રચાઈ, પ્રયાગરાજથી 11 સંત Junagadh આવશે