Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : અસામાજિક તત્વોનો વધતો આતંક! પોલીસ કમિશનરે કહી આ વાત!

બંને ગુનામાં તપાસનાં ભાગરૂપે જરૂરી પુરાવાનાં આધારે 7 આરોપીની અટક કરવામાં આવી છે.
vadodara   અસામાજિક તત્વોનો વધતો આતંક  પોલીસ કમિશનરે કહી આ વાત
Advertisement
  1. Vadodara માં અસામાજિક તત્વોનો આતંકનો મામલો
  2. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનું નિવેદન
  3. "રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ"

વડોદરામાં (Vadodara) બે દિવસ પહેલા પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ મામલો ખૂબ જ બિચક્યો છે. મૃતક યુવકનાં પરિવાર દ્વારા પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવી પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવ્યા હતા. મામલાની ગંભીરતાને જોઈ વડોદરા પોલીસ દ્વારા આ મામલે ઝડપી કામગીરી કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સાથે જ બેદરકારી દાખવા બદલ બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. આજે, વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનું (Police Commissioner Narasimha Komar) નિવેદન સામે આવ્યું છે.

આ પણ વાંચો - 'ખ્યાતિ' બાદ જાણીતી 'સ્ટર્લિંગ હોસ્પિટલ' વિવાદમાં! દર્દીનાં પરિવારજનો એ Gujarat First નો માન્યો આભાર

Advertisement

બંને ગુનામાં તપાસના ભાગરૂપે 7 આરોપીના અટક કરાઈ : નરસિમ્હા કોમર

વડોદરા (Vadodara) પોલીસ કમિશનર નરસિમ્હા કોમર નિવદેન આપતા કહ્યું કે, એક દિવસ પહેલા બનેલી ઘટનાને લઇ રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ( Karelibag Police Station) ગુના દાખલ થયા છે. બંને ગુનામાં તપાસનાં ભાગરૂપે જરૂરી પુરાવાનાં આધારે 7 આરોપીની અટક કરવામાં આવી છે. પોલીસ 4 આરોપીઓનાં રિમાન્ડ મેળવી અન્ય આરોપીઓને સાથે રાખી જવાબદારી તેમ જ વપરાયેલ હથિયાર વિશે પૂછપરછ કરી રહી છે. પોલીસ કમિશનરે આગળ કહ્યું કે, વિસ્તારની સંવેદનશીલતા, કાયદો અને વ્યવસ્થા, પરિસ્થિતિઓને ધ્યાને રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad Police: પોલીસ બેડામાં હડકંપ! એક સાથે 13 પોલીસકર્મીની અન્ય જિલ્લાઓમાં બદલી

'અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ સતર્ક'

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે (Police Commissioner Narasimha Komar) આગળ જણાવ્યું કે, ગુનાહિત તત્વો, અસામાજિક તત્વો તેમ જ શાંતિ ડહોળનાર તત્વોને નિયંત્રણમાં લાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. કારેલીબાગનાં મચ્છી પીઠ વિસ્તારમાં સ્થાનિક પોલીસ PCB ક્રાઈમ બ્રાન્ચ અને RPF નાં જવાનોને સાથે રાખી કોમ્બિંગ કરાયું છે. કોમ્બિંગ દરમિયાન છરી અને તીક્ષ્ણ હથિયારો કબજે કરી કાર્યવાહી કરાઈ છે. ઉપરાંત, ટ્રાફિકને અવરોધરૂપ કરવામાં આવેલ દબાણ પણ કોર્પોરેશન (VMC) દ્વારા પોલીસને સાથે રાખી દૂર કરાયા છે. કમિશરને કહ્યું કે, જવાબદાર વ્યક્તિઓ તેમ જ સંકળાયેલ પોલીસ અધિકારી ધ્યાને આવશે તો તેમની વિરુદ્ધ તરત જ એક્શન લેવાશે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ સતર્ક છે.

આ પણ વાંચો - Junagadh : મહંત તનસુખગીરી બ્રહ્મલીન થતા જ ગાદી માટે વિવાદ! આક્ષેપો બાદ મહેશગીરી બાપુની આવી પ્રતિક્રિયા

Tags :
Advertisement

.

×