Rajkot : રોજગાર મેળામાં CR પાટીલના કોંગ્રેસ પર કટાક્ષ! કહ્યું - પહેલા સક્ષમ યુવાઓને..!
- Rajkot નાં રોજગાર મેળામાં જળશક્તિ મંત્રીનો કટાક્ષ
- કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી CR Patil એ કોંગ્રેસને કર્યો કટાક્ષ!
- પહેલા સક્ષમ યુવાઓને તક નહોતી મળતી : સી.આર.પાટીલ
- હવે યુવાઓને આગળ આવવાની તક મળી છે : સી.આર.પાટીલ
રાજકોટમાં (Rajkot) યોજાયેલ રોજગાર મેળામાં જળશક્તિ મંત્રી CR પાટીલે હાજરી આપી હતી. દરમિયાન, તેમણે નામ લીધા વિના કોંગ્રેસ (Congress) પર કટાક્ષ કર્યાં હતા. CR પાટીલે કહ્યું કે, પહેલા સક્ષમ યુવાનોને તક નહોતી મળતી. પરંતુ, હવે યુવાનોને આગળ આવવાની તક મળી રહી છે. વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) યુવાનો માટે ઘણું કર્યું છે. CR પાટીલે કહ્યું કે, યુવાનો નિરાશ થાય તો દેશ નિરાશ થાય. આ રોજગાર મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાયા હતા.
આ પણ વાંચો - CM ભૂપેન્દ્ર પટેલે 4 મનપા, 4 ન.પા. ને દિવાળી ભેટ આપી, 502 કામો માટે રૂ.1664 કરોડની ફાળવણી
Rajkot ખાતે રોજગાર મેળાનું આયોજન | Gujarat First@narendramodi @CRPaatil @PMOIndia #crpatil #RojgarMelaRajkot #RajkotJobs #EmploymentOpportunities #JobFair2024 #SkillDevelopment #YouthEmpowerment #GujaratFirstLive #RajkotEvent #CareerOpportunities #EmpoweringGujarat #IndiaJobs… pic.twitter.com/7mpQxRcMbZ
— Gujarat First (@GujaratFirst) October 29, 2024
રોજગાર મેળામાં જળશક્તિ મંત્રીનો કોંગ્રેસને કટાક્ષ!
રાજકોટમાં (Rajkot) રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, તેમણે નામ લીધા વિના કોંગ્રેસને ફરી એકવાર આડેહાથ લીધી હતી અને કટાક્ષ કરતા કહ્યું હતું કે, પહેલા સક્ષમ યુવાઓને તક નહોતી મળતી. પરંતુ હવે, યુવાઓને આગળ આવવાની તક મળી રહી છે. સી.આર. પાટીલે આગળ કહ્યું કે, આજે દેશમાં 65 ટકા યુવાનોની વસ્તી છે. યુવાનો નિરાશ થાય તો દેશ નિરાશ થાય છે.
આ પણ વાંચો - Diwali 2024 : તહેવારમાં વધુ 2200 બસો દોડશે, 'ST આપને દ્વારે' પ્રોજેક્ટનો લાભ લેતા નાગરિકો
PM Modi રોજગાર મેળામાં યુવાનોને સંબોધન | Gujarat First#pmmodi #narendramodi #rojgarmelo #gujaratfirst@narendramodi pic.twitter.com/FtoWQBKxmv
— Gujarat First (@GujaratFirst) October 29, 2024
વડાપ્રધાન મોદીએ યુવાનો માટે ઘણું કર્યું છે : CR પાટીલ
સી.આર. પાટીલે આગળ કહ્યું કે, વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) દેશનાં યુવાનો માટે ઘણું કર્યું છે. પહેલાનાં સમયમાં યુવાનોને નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ થતી હતી. પરંતુ, વર્તમાનમાં ભલામણ વિના યુવાનોને નોકરી મળી છે એટલે એમ કામ પણ ભલામણ વિના જ કરજો. જણાવી દઈએ કે, રાજકોટ ખાતે યોજાયેલ રોજગાર મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે રોજગાર સર્ટી એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરિયા (MP Rambhai Mokaria) સહિત સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Rajkot : ધનતેરસનાં દિવસે GST વિભાગનાં 'શ્રીગણેશ'! એકસાથે 3 પેઢી પર દરોડા


