Rajkot : બોલિવુડનાં જાણીતા ડાયરેક્ટર Rajkumar Santoshi ની મુશ્કેલીઓ વધી!
- બોલિવુડ ડાયરેક્ટર Rajkumar Santoshi ની મુશ્કેલીઓ વધી
- સેશન્સ કોર્ટે રાજકુમાર સંતોષીની અપીલ કરી રદ કરી
- ચેક રિટર્ન કેસમાં થયેલી સજા સામે કરી હતી અપીલ
Rajkot : બોલિવુડ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીની (Rajkumar Santoshi) મુશ્કેલીઓ વધી છે. ચેક રિટર્નનાં કેસમાં ડાયરેક્ટરે કરેલી અપીલને આજે સેશન્સ કોર્ટનાં જજ દ્વારા રદ કરવામાં આવી છે. રાજકુમાર સંતોષીએ થયેલી સજા સામે સેસન્સ કોર્ટમાં અપીલ કરી હતી. અગાઉ આ કેસમાં નીચલી કોર્ટે ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને એક-એક વર્ષની સજા અને ચેકની રકમ (Cheque Return Case) જેટલું વળતર ચૂકવા માટે હુકમ કર્યો હતો. આ હુકમ સામે ડાયરેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Gir Somnath : જિલ્લામાં ફરી ધરા ધ્રુજી, તાલાલામાં 3.2 તીવ્રતાનો ભૂકંપ
સજા સામે કરેલી અપીલને સેશન્સ કોર્ટે ફગાવી
બોલિવુડનાં જાણીતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને (Rajkumar Santoshi) લઈ મોટા સમાચાર આવ્યા છે. ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને સેશન્સ કોર્ટથી રાહત ન મળતા તેમની મુશ્કેલીઓ વધી છે. ચેક રિટર્નનાં કેસમાં ડાયરેક્ટર રાજકુમાર સંતોષીએ કરેલી અરજીને આજે સેશન્સ કોર્ટનાં (Sessions Court) જજ દ્વારા રદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે અગાઉ આ કેસમાં નીચલી કોર્ટે રાજકુમાર સંતોષીને 1-1 વર્ષની સજા અને ચેકની રકમ જેટલું વળતર ચૂકવા માટે હુકમ કર્યો હતો. આ આદેશ સામે ડાયરેક્ટરને સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી, જે અપીલ સેસન્સ કોર્ટે ફગાવી દીધી છે.
આ પણ વાંચો - Khyati hospital : 'કાંડ' બાદ અટ્ટહાસ્ય કરતો ડાયરેક્ટર ચિરાગ રાજપૂત આખરે સકંજામાં, 5 આરોપીની ધરપકડ
શું છે કેસ ? જાણો
કેસની વાત કરીએ તો ફેબ્રુઆરી 2016 માં ફરિયાદી અનિલ જેઠાણીએ (Anil Jethani) રાજકુમાર સંતોષ સામે કોર્ટમાં ફરિયાદ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ડાયરેક્ટર રાજકુમાર સંતોષીએ અનિલ ધનરાજભાઇ જેઠાણી પાસેથી મસમોટી રકમ ઊછીની લીધી હતી. જે રકમ પરત કરતા સમયે આપેલો ચેક રિટર્ન થયો હતો. ફરિયાદીએ નેગોસિએબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ફરિયાદ કરી હતી. જણાવી દઈએ કે, રાજકુમાર સંતોષીએ ઘાયલ (Ghayal), ઘાતક (Ghatak), દામિની (Damini), અંદાજ અપના અપના જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું હતું.
આ પણ વાંચો - ઉત્તર ગુજરાતમાં BZ GROUP પર CID ની તવાઈ! અનેક ઓફિસોમાં એક સાથે દરોડા


