Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવશે ગુજરાત, ખેડૂતોને નુકસાન અંગે કૃષિમંત્રીનું નિવેદન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. 20 નવેમ્બરે આ પ્રવાસ દરમિયાન તેઓ ભાવનગરની મુલાકાત લેશે અને BJP જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે. લોકાર્પણ બાદ નારી ચોકડી ખાતે સભાને પણ સંબોધિત કરી શકે છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત મંત્રીઓ, MLAs, અગ્રણીઓ અને 25 હજારથી વધુ ભાજપ કાર્યકરો હાજર રહેશે એવી માહિતી મંત્રી જીતુભાઈ વાઘાણીએ આપી છે.
amit shah in gujarat   કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવશે ગુજરાત  ખેડૂતોને નુકસાન અંગે કૃષિમંત્રીનું નિવેદન
Advertisement
  1. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવશે ભાવનગર (Amit Shah in Gujarat)
  2. 20 નવેમ્બરે ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે
  3. લોકાર્પણ બાદ નારી ચોકડી ખાતે સભાને સંબોધન કરશે
  4. માવઠાથી ખેડૂતોને નુકસાન અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીનું નિવેદન
  5. 10 હજાર કરોડનું સહાય પેકેજ ખેડૂતોને આપવામા આવ્યુંઃ જીતુભાઈ વાઘાણી

Bhavnagar : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે (Amitbhai Shah in Gujarat) આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ભાવનગરની મુલાકાત લેશે. 20 નવેમ્બરનાં રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ભાવનગર આવશે અને BJP જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે એવી માહિતી છે. લોકાર્પણ બાદ નારી ચોકડી ખાતે સભાને પણ સંબોધિત કરી શકે છે. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા (Jagdishbhai Vishwakarma) સહિત મંત્રીઓ, ધારાસભ્યો, અગ્રણીઓ અને 25 હજારથી વધુ ભાજપ કાર્યકરો હાજર રહેશે એવી માહિતી મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) પ્રેસ કોન્ફરન્સ યોજી આપી છે.

આ પણ વાંચો - Rajkot : સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, કમ્પાઉન્ડમાં દારૂની બોટલો મળતા અનેક સવાલ!'

Advertisement

Amit Shah in Gujarat, 20 નવેમ્બરે BJP જિ. કાર્યાલયનું લોકાર્પણ કરશે

રાજ્ય સરકારમાં હાલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવવામાં આવી હતી, જેમાં તેમણે માહિતી આપી હતી કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ 20 નવેમ્બરે ભાવનગરની મુલાકાતે (Amit Shah in Gujarat) આવશે. દરમિયાન, તેઓ ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે અને બપોરે લગભગ 3 વાગે નારી ચોકડી ખાતે સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત મંત્રીઓ, ધારાસભ્યો, અગ્રણીઓ અને 25 હજારથી વધુ ભાજપ કાર્યકરો હાજર રહેશે.

Advertisement

આ પણ વાંચો - Surat: સુરતની કોલેજમાં સ્પીચ આપતી યુવતીનું મોત, એકાએક ઢળી પડી

ખેડૂતને કોઈપણ ક્ષતિ, ત્રુટિ લાગે તો અમને જણાવી શકે : જીતુભાઈ વાઘાણી

માવઠાથી ખેડૂતોને નુકસાન અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Jitubhai Vaghani) જણાવ્યું હતું કે, 10 હજાર કરોડનું સહાય પેકેજ (Farmer Relief Package) ખેડૂતોને આપવામા આવ્યું છે. સાથે જ 15 હજાર કરોડની ખરીદી ખેડૂતોને બેઠા કરવા માટે છે. ખેડૂતને કોઈપણ ક્ષતિ, ત્રુટિ લાગે તો અમને જણાવી શકે છે. તેમણે કહ્યું કે, આ સરકાર ખેડૂતોની પડખે ઊભી રહેનારી સરકાર છે. ખેડૂત ફરી બેઠો થાય તે અમારી પહેલી પ્રાથમિકતા છે. નેટ કનેક્ટિવિટીને લઈ ખેડૂતોની સમસ્યા ઉકેલવાનો પ્રયાસ અમારા વિભાગ તરફથી થઈ રહ્યો છે.

આ પણ વાંચો - Anand Crime: ખંભાતમાં પરિવારજનોને ઊંઘની ગોળીઓ આપી સગીરા દુષ્કર્મ પર ગુજાર્યું

Tags :
Advertisement

.

×