અમરેલી જિલ્લાના રાજુલાના કોવાયા ગામનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સિમેન્ટ કંપની પાસે આવેલા જેટી રોડ પર સવારે એક સાથે સાત સિંહ રોડ ક્રોસ કરતા જોવા મળ્યા હતા. ઉનાળા દરમિયાન સિંહો પાણી અને નદીનો કાઢો શોધતા હોય છે.
ખુલા વિસ્તારમાં હાઈવે પર સિંહો સવારે અને સાંજના સમયે પાણી પીવા માટે આવતા-જતા જોવા મળે છે. કોવાયાની આસપાસના વિસ્તારમાં સિંહો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. અગાઉ પણ કોવાયાની આસપાસના રહેણાક વિસ્તારમાં સિંહ આવા જતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.