Home » શિવલીંગ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીની ધરપકડ
શિવલીંગ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીની ધરપકડ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
81
જ્ઞાનવાપી વિવાદ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીની ધરપકડ કરી છે. દાનિશ પર હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક પોસ્ટ કરવાનો આરોપ છે. પોલીસે કહ્યું કે તેના પર ટ્વિટ વડે હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે, ત્યારબાદ દાનિશની ધરપકડ કરવામાં આવી છે.
હિંદુ ભાવનાઓને ભડકાવવાનો આરોપ
સાયબર ક્રાઈમના આસિસ્ટન્ટ કમિશનર જેએમ યાદવે જણાવ્યું હતું કે દાનિશ કુરેશી નામના ટ્વિટર હેન્ડલ પરથી પોસ્ટ બાદ તેમની ટીમ યુઝરની શોધમાં હતી. ટ્વીટની સામગ્રી બહુમતી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવી હતી. પહેલા ટીમે ટેકનિકલ સંશોધન કર્યું અને બાદમાં દાનિશની ધરપકડ કરવામાં આવી. AIMIMના પ્રવક્તાએ જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલીંગ મળ્યાના સમાચાર સામે આવ્યા બાદ એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. તેમજ પોસ્ટમાં શિવલીંગ વિશે વાંધાજનક ટીપ્પણી કરવામાં આવી હતી. ત્યારબાદ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ ટીમને દાનિશ કુરેશી શાહપુરમાં હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
દાનિશ કુરેશી વિરુદ્ધ અનેક ગંભીર કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. તેની સામે સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવા, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય દાનિશ સામે એકથી વધુ ફરિયાદ નોંધાઈ છે. દાનિશ સામે અમદાવાદના નરોડા અને પાલડી પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ છે. હિંદુ ધર્મગુરુ જ્યોતિર્નાથ સ્વામીએ દાનિશની પોસ્ટની નિંદા કરી અને કહ્યું કે તેને કડક સજા મળવી જોઈએ. આ સાથે જ તેમણે AIMIMના પ્રવક્તા પાસે હિંદુ સમુદાયની જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject