Home » અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો સતત વધતો ઉપયોગ, ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં સૌથી વધુ મુસાફરો
અમદાવાદમાં મેટ્રો ટ્રેનનો સતત વધતો ઉપયોગ, ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં સૌથી વધુ મુસાફરો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
88
– મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધી
– ઓક્ટોબરમાં રોજના 53 હજાર જેટલો પેસેન્જરો એ મુસાફરી કરી
– નવેમ્બરમાં રોજના 39 હજાર જેટલા પેસેન્જરોએ મુસાફરી કરી
વડાપ્રધાનના હસ્તે મેટ્રો ટ્રેન શરૂ થયે માંડ સવા બે મહિના થયા છે. આ સવા બે મહિનામાં જ મેટ્રો ટ્રેનને કરોડોની આવક થઈ છે.અમદાવાદીઓ માટે ટ્રાફિક સમસ્યાએ ખુબ જ જટીલ સમસ્યા બની ગઈ છે ત્યારે , લોકો ટ્રાફિકથી બચવા મેટ્રો ટ્રેનનો ઉપયોગ કરવાનું વધુ પસંદ કરે છે.જેમાં ઉત્તર દક્ષિણની સરખામણીએ પૂર્વ પશ્ચિમ કોરીડોરનો લોકો વઘારે ઉપયોગ કરે છે.
ઉત્તર દક્ષિણ કોરીડોરમાં 8 લાખ લોકોએ મુસાફરી કરી તો બીજી બાજુ પૂર્વ પશ્ચિમ કોરીડોરની 22 લાખ થી વધુ લોકોએ મુસાફરી કરી.ઓક્ટોબરમાં રોજના 53 હજાર જેટલો પેસેન્જરો એ મુસાફરી કરી છે.નવેમ્બરમાં રોજના 39 હજાર જેટલા પેસેન્જરોએ મુસાફરી કરી છે.જ્યારે ડિસેમ્બર મહિનાના 11 દિવસમાં જ 34 હજારથી વધુ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી છે.
અમદાવાદીઓને પબ્લિક ટ્રાંસપોર્ટ માં વધુ એક ઓપ્શન મળ્યો છે..જેમાંથી મેટ્રો હાલ ઓછા સમય માં વધુ કિલોમીટર કાપતો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે..જે સ્ટુડન્ટ થી લઇ સૌ કોઈ વધુ ઉપયોગ કરવા માટે સારો ઓપ્સશન માની રહ્યા છે.મેટ્રો કાર્ડ ની પણ ખરીદી માં વધારો થયો છે.ડિસેમ્બર ના 15 દિવસ માં જ 18 હાજર થી વધુ લોકો એ આ કાર્ડ ખરીદ્યા છે.હાલ ની સરખામણી માં રોજ 1700 જેટલા લોકો આ કાર્ડ ખરીદે છે.
કાર્ડ ખરીદનારા મુસાફરોની સંખ્યા
ઓક્ટોબર 11,675
નવેમ્બર 17,255
ડિસેમ્બર 18,699
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject