Download Apps
Home » ગુજરાતને તોડવા આવનારાને ગુજરાતના નાગરિકો ઓળખે છે, લોકો તેમને પાઠ ભણાવશે : પ્રદીપસિંહ વાઘેલા

ગુજરાતને તોડવા આવનારાને ગુજરાતના નાગરિકો ઓળખે છે, લોકો તેમને પાઠ ભણાવશે : પ્રદીપસિંહ વાઘેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકિય પાર્ટીઓનો પ્રચાર-પ્રસાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ગુજરાતની ગાદી માટે બરોબરનો જંગ જામવાનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન પોતાના હાથમાં લઈ લીધી છે અને  ભાજપ એક રણનીતિથી પ્રચાર પ્રસાર કરી રહ્યું છે. કાર્પેટ બોંમ્બિંગની રણનીતિથી ભાજપ ચૂંટણીમાં આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાત ફર્સ્ટ પર ભાજપના પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા (Pradipsingh Vaghela) સાથે SUPER EXCLUSIVE ઇન્ટરવ્યૂ થયો. જેમાં તેઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર ચાબખા વરસાવ્યા તો તેમની સરકારની સિદ્ધી અને લોકોના ભાજપ પ્રત્યેના લોક જુવાળની વાતો શેર કરી હતી.
સવાલ : કોંગ્રેસ કહે છે કે ભાજપ મતોનું ધ્રુવિકરણ કરે છે, સિદ્ધપુરમાં એક કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપ મુસ્લિ વિરોધી પાર્ટી છે તેમ કહ્યું.
જવાબ : કોંગ્રેસને વિકાસ શબ્દ બોલવાનો અધિકાર નથી. ગુજરાતમાં વિકાસ નરેન્દ્રભાઈ મોદી અને ભાજપે (BJP) કર્યો છે. ગુજરાતની જનતાએ મોદી સાહેબને સત્તાનું સુકાન સોંપ્યું અને ગુજરાત દરેક ક્ષેત્રમાં નંબર વન છે. દેશમાં સૌથી વધારે ગુજરાતમાં રોજગારી મળે છે. સારી માળખાકિય સુવિધા છે. ખેડુતોની આવક વધી છે. સિંચાઈની સારી સુવિધા વધી છે. શિક્ષણની સુવિધા સારી છે. મેડિકલની મહત્તમ સીટો છે. દરેક ક્ષેત્રમાં ગુજરાત આગળ છે. ઉદ્યોગ પણ રાજ્યમાં વિકસ્યો છે. વિકાસનો એજન્ડા ભાજપની પ્રાથમિકતા છે. કોંગ્રેસ પહેલા પણ મુસ્લિમ તુષ્ટિકરણ કરી મુસ્લિમ વોટ બેંક તેમની પોતાની છે તેમ માનીને કામ કરે છે. આજે પણ કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહી છે.
તેમણે કહ્યું કે, થોડાં દિવસો પહેલા મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીત પરમારે પબ્લિક મિટિંગમાં કહ્યું કે મુસ્લિમ સમાજ છે તે મારા માટે અલ્લાહ છે ભગવાન છે. મુસ્લિમ વિસ્તારમાં જ દવાખાના હોવા જોઈએ હિંદુ વિસ્તારમાં દવાખાનાની જરૂર નથી અને હું થવા પણ નહી દુઉં. શેના માટે? પોતાના વિસ્તારમાં મુસ્લિમ મતદારોને રિઝવવા માટે બહુમતિ સમાજ સાથે અન્યય કરવાની વાત પબ્લિક મિટિંગમાં કરો છો. સીધી વાત છે કે કોંગ્રેસનો (Congress) એજન્ડા છે તે મુસ્લિમ તુષ્ટિકરણ કરવાનો છે અને આ કંઈ નવી વાત નથી.
તેમણે ઉમેર્યું કે, જ્યારે UPAની સરકાર હતી મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે પણ કહ્યું હતું કે આ દેશના સંસાધનો પર પહેલો અધિકાર આ દેશના મુસલમાનોનો છે. જ્યારે નરેન્દ્રભાઈ કહે છે કે, આ દેશના સંસાધનો પર પહેલો અધિકાર ભારતના ગરીબોનો છે. બંનેના વિચારોમાં કેટલો ફરક છે. વારંવાર મુસ્લિમ તુષ્ટિકરણવી વાતો કરીને કોંગ્રેસ એક ચોક્કસ એમની મતબેંકને રિઝવવાનો પ્રયાસ કરે છે. આ મતબેંકનો ઉપયોગ કરીને તેમનું ભલું કરે તો ઠીક છે. હું આપના માધ્યમથી ગુજરાત અને દેશભરને મુસલમાનોને પુછવા માંગું છું કે, મુસલમાનને અશિક્ષિત રાખવાનું પાપ કોણે કર્યું છે, તો કોંગ્રેસે કર્યું છે. ખોબલા ભરી ભરીને મતો લેવાના અને તેમના માટે કામ નહી કરવાનું આ પ્રકારે માત્રને માત્ર વોટબેંક તરીકે મુસ્લિમોનો ઉપયોગ થાય અને ના તેમના શિક્ષણની, વિકાસની ચિંતા થાય. આજ પ્રકારના તુષ્ટિકરણની રાજનીતિ કોંગ્રેસ કરતી આવી છે.
વધુમાં જણાવ્યું કે, જ્યારે જ્યારે પણ મુદ્દા ઉભા થાય માની લો કે CAAની વાત આવી. નાગરિકતા કાનુન પસાર કર્યો અને તેમા પણ ક્યાંય કોંગ્રેસના લોકોના પેટમાં તેલ રેડાય અને કોંગ્રેસ આ નાગરિકતા કાનુનનો વિરોધ કરે, શેના માટે થવું જોઈએ ભાઈ. પાકિસ્તાનમાં બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે તેના માટે એક શબ્દ બોલતા નથી, બાંગ્લાદેશમાં મંદિરો તુટે તેના માટે કંઈ બોલતા નથી અને જ્યારે ભારત વિઝા લઈને પાકિસ્તાન કે બાંગ્લાદેશથી જે હિંદુઓ, બૌદ્ધ, શિખો અહીં આવ્યા છે તેમને નાગરિકતા આપવાનું કામ ભાજપની સરકાર કરે તો તે અભિનંદનને પાત્ર છે. તેનો પણ કોંગ્રેસ વિરોધ કરે છે કારણ કે, માત્રને માત્ર મુસ્લિમ વોટ બેંક નારાજ ના થઈ જાય તે માટે મતો ના રાજકારણ માટે માનવતા બાજુમાં મુકવાનું કામ કોંગ્રેસ કરે છે. આ ખુબ મોટું પાપ છે, આ કોંગ્રેસે અટકવું જોઈએ.
સવાલ : ગુજરાતમાં તમારી સરકાર દેવભૂમિ દ્વારકામાં મુસ્લિમોની મઝાર મદરેસા તોડે છે શા માટે તોડો છો?
જવાબ : કોઈ પણ ધર્મના ગેરકાયદેસર ધર્મસ્થાનો હોય જે દબાણ કરીને સરકારી જમીનમાં, કોઈની વ્યક્તિગત માલિકીની જમીનમાં ધાર્મિક સ્થાનો બની ગયા હોય તે સરકારના ધ્યાનમાં આવે અને સરકાર તે દબાણો દુર કરે. હું બેટ દ્વારકાની વાત કરૂ છું. 5 હજાર વર્ષનો ઈતિહાસ છે. દ્વારકા વિશ્વભરના હિંદુઓનું આસ્થાનું કેન્દ્ર છે. હજારો લોકો દરરોજ ત્યાં દર્શન કરવા આવે છે. બેટ દ્વારકામાં 174 જેટલા ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો ઉભા થઈ ગયા હોય તેનો એન્ટિ-નેશનલ એક્ટિવિટિ માટે ઉપયોગ થતો હોય. PFIના એજન્ટો ત્યાં રહેતા હોય અને તેને ત્યાં રક્ષણ મળતું હોય તો એ સરકારના ધ્યાનમાં આવ્યું. હું તમારા માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને અભિનંદન આપું છું કે આ પ્રકારે દેશ વિરોધી પ્રવૃત્તિઓ જ્યાં ચાલતી હતી તેવા ગેરકાયદેસર ધર્મસ્થાનોને દુર કરી ભારત માટે ખુબ મોટું એક કામ કર્યું છે.
સવાલ : ભારત જોડો યાત્રામાં ગુજરાત વિરોધીઓ પ્રત્યે કોંગ્રેસનો પ્રેમ જોવા મળ્યો
જવાબ : આ નવું નથી. વર્ષોથી કોંગ્રેસ ગુજરાત સાથે અન્યાય કરતું આવ્યું છે. સરદાર પટેલ પહેલા વડાપ્રધાન બને તેવી ભારતની જનતાની માંગ હતી પણ નહેરૂ બન્યા અને સરદાર પટેલ અને ગુજરાત સાથે અન્યાય કર્યો. ભાખડાં-નાગલ ડેમ અને સરદાર સરોવર (Sardar Sarovar Dam) બંનેનું ખાત મુહૂર્ત એક સમયે થયું હતું વર્ષોથી પંજાબમાં ભાખડાં-નાગલ ડેમમાંથી સિંચાઈનું પાણી મળતું થતાં  પંજાબના ખેડુતોને ખુબ લાભ થયો પણ 40-40 વર્ષો સુધી ના ડેમના દરવાજાની ઉંચાઈ વધારવાની મંજુરી આપે, ના કેનાલની મંજુરી આપે. આંદોલન કરવું પડે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીને ઉપવાસ પર ઉતરવું પડે ત્યારે આ કોંગ્રેસની સરકાર જુકે અને ગુજરાતની જીવાદોરી એવી નર્મદા માટે ખાલી વચન આપે પણ દેશના વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઈએ પહેલા 17 દિવસમાં સરદાર સરવર ડેમના દરવાજાની ઉંચાઈ વધારવાની, દરવાજા બંધ કરવાની મંજુરી આપી સમગ્ર ગુજરાતના ખેડુતો માટે જીવાદોરી છે તે નર્મદા યોજનાનું પાણી ખેતરો સુધી પહોંચે તેની વ્યવસ્થા નિશ્ચિત કરી.
તેમણે કહ્યું કે, ગુજરાત સાથે વારંવાર અન્યાય કર્યો. મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા કેન્દ્રમાં કોંગ્રેસની હતી ત્યારે રેલવે ક્રોસિંગ પર અંડર બ્રિજ કે ઓવર બ્રિજ બનાવવો હોય તો રેલવેની NOC જોઈએ એક પણ NOC આપતા નહોતા અત્યારે ફાટક મુક્ત ગુજરાત બનાવવાનું કામ પૂર્ણતાના આરે છે. આ પ્રકારે નાની-મોટી રીતે વારંવાર અન્યાય કરતા રહ્યાં છે અને જે અન્યાય કરે છે તેવા લોકો સાથે કોંગ્રેસ હંમેશા જોડાયેલી રહે છે.
મેઘા પાટકરનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, આ મેઘા પાટકર, સરદાર સરોવર ડેમ અને ગુજરાતના ખેડુતો વચ્ચે બાધારૂપ એ મેઘા પાટકર (Megha Patkar) , તેને કોંગ્રેસની યાત્રામાં રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે દેખાય અને ગુજરાતમાં ચૂંટણી હોય એવા સમયે ગુજરાતની જનતાને એકરીતે ઉશ્કેરે છે કે હા, અમે મેઘા પાટકર સાથે છીએ, મેઘા પાટકરે ગુજરાતનું નુંકસાન કર્યું છે, મેઘા પાટકર ગુજરાતના (Gujarat) વિરોધી છે છતાં પણ મેઘા પાટકરથી અમને કોઈ બીજા રાજ્યમાં ફાયદો થાય છે તેટલે અમે રાહુલ ગાંધી સાથે અમે તેને જોડીશું.
તેમણે કહ્યું, ગુજરાતની જનતાને તે મેસેજ આપે છે કે તમે થાય તે કરી લો. અમે ગુજરાત વિરોધી તાકાતને સમર્થન આપતા રહીશું અને સમર્થન લેતા રહીશું. ગુજરાતની જનતા નક્કી કરશે 1લી અને 5મી તારીખે અને 8મી તારીખે પરિણામ આવશે કે આ મેઘા પાટકરનો સહયોગ લેવાથી કોંગ્રેસના શું હાલ થવાના છે.
સવાલ : રાહુલ ગાંધીએ વીર સાવરકરના બલિદાન પર સવાલો ઉઠાવ્યા, શું કહેશો
જવાબ : આ દુર્ભાગ્ય છે દેશનું કે આ દેશના રાજનેતાઓ જે ગોલ્ડન સ્પુન સાથે જન્મ્યા છે તેવા લોકોને આઝાદી પહેલાના યોગદાનની ખબર જ નથી, ઈતિહારની ખબર જ નથી. આજે તેનું મોસાળ ઈટાલીમાં છે તે ભારતની આઝાદીની ચળવળને કંઈ રીતે સમજે અને કંઈ રીતે લોકો વચ્ચે જઈને એ ક્રાંતિકારીઓનું માન વધારે. ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ, અસફાકઉલ્લા ખાં, આઝાદ, ખુદીરામ બોઝ, મંગલ પાંડે આવા ક્રાંતિકારીઓ, વીર સાવરકર શ્રેષ્ઠ રાષ્ટ્રભક્ત તો હતા જ પણ તેમની પ્રેરણાથી ભારત માતાને આઝાદી અપાવવા માટે હજારો ક્રાંતિકારીઓ પેદા થયાં હતા. એ જુવાનિયાઓ તે સમયે વીર સાવરકર તેમના પ્રેરણા મૂર્તિ હતા.
તેમણે જણાવ્યું કે, આ કોંગ્રેસને (Congress) આ વાતની સમજણ પડતી જ નથી. ભારતના ભાગલાના હાડકોર વિરોધી હોય તો તે વીર સાવરકર હતા કે ભારત માતાના ભાગલા ધર્મના આધારે ના પડવા જોઈએ. આ કોંગ્રેસે ભારતના ધર્મના આધારે  ભાગલા પાડ્યાં. આજે પણ આપણે ભોગવીએ છીએ. આવા વીર સાવરકર જેણે પોતાનું સમગ્ર જીવન ભારત માતા માટે અર્પિત કર્યું. જીવનનો મોટા ભાગનો સમય કાળા પાણીની સજા ભોગવી. સગા બંને ભાઈ એક જ જેલમાં હોય અને બંને ભાઈઓને ખબર ના હોય તે પ્રકારના અત્યાચારો વીર સાવરકરજી પર અંગ્રેજોએ કર્યાં અને આવા પ્રખર રાષ્ટ્રભક્તનું વારંવાર આ કોંગ્રેસ અપમાન કરે છે આ તેમના સંસ્કારો છે.
કોંગ્રેસના નેતાઓને તેમણે ટાંકીને કહ્યું કે, હું કોંગ્રેસના નેતાઓને વિનંતી કરૂ છું કે રાહુલ ગાંધીને (Rahul Gandhi) એકવાર બેસાડીને ભારતની આઝાદીના ચળવળના પાઠ ભણાવવા જોઈએ તો તેને ખબર પડે કે વીર સાવરકરજી કોણ હતા.  
સવાલ : AAPને ખતરા સ્વરૂપે જુઓ છો તમે?
જવાબ : દેશમાં બે વિચારધારા કામ કરે છે. એક પ્રખર રાષ્ટ્રભક્ત અને બીજી એક વિચારધારા ભારતને તોડવાવાળી વિચારધારા છે. બેઈજીંગમાં વરસાદ પડે અને દિલ્હીમાં છત્રી ખોલે. એ કોમ્યુનિઝમને માને છે. વિદેશી તાકતોથી ચાલે છે. મારો આક્ષેપ નહી સત્ય હકિકત છે કે આ અર્બન નક્સલનું સુધરેલું વર્ઝન છે. હું તમને ઘટનાઓ યાદ કરાવું છું JNUમાં ભટકેલા જુવાનિયાઓ ભારત તેરે ટુકડે હોંગે, ઈન્શાઅલ્લાહ, ઈન્શાઅલ્લા. અફઝલ હમ શર્મિંગા હૈ તેરે કાતિલ જીંદા હૈ ના નારા લગાવે અને એ જુવાનિયાઓને શાબાશી આપવા માટે આ અર્બન નક્સલાઈટના સૌથી મોટા નેતા જે કોઈ રાજકિય પાર્ટી નહી એક પ્રાઈવેટ લિમિટેડ કંપની ચલાવે છે જેને રાજકિય પાર્ટી હોવાનું પ્રસ્થાપિત કરે છે તે ત્યાં જઈને તેને શાબાશી આપે છે તેને પ્રોત્સાહન આપે છે.
તેમણે ઉમેર્યું કે, ભારત વિરોધી તાકાતોના  મસિહા બનીને આખા ભારતમાં ફરે છે અને તે ગુજરાતમાં આવ્યા છે. ગુજરાતએ રાષ્ટ્રવાદને પોષણ આપતી ભૂમિ છે. રાષ્ટ્રવાદને આખા દેશની અંદર સૌથી વધારે ગુજરાતમાં પોષણ મળ્યું છે અને છેલ્લા 25 વર્ષની અંદર રાષ્ટ્રવાદી વિચારધારાવાળી પાર્ટીને અહીંથી વિજયશ્રી મળ્યો છે અને  આ વખતે આ ચૂંટણીમાં પણ કોઈ ગમે એટલા રાષ્ટ્રવિરોધી લોકો ગૌરવવંતા ગુજરાતને તોડવા માટે આવનારા લોકોને ગુજરાત બરાબર ઓળખે છે અને આ ચૂંટણીમાં જેણ ઉત્તરપ્રદેશમાં (Uttarpradesh) તમામ સીટો પર આ વિચારધારાના લોકો હાર્યા હતા અને ડિપોઝિટ ગઈ હતી તેમ આ ગુજરાતના લોકો તેમને પાઠ ભણાવશે.
સવાલ : તમારૂ મન શું કહે છે? કેટલી બહુમતિથી ભાજપ જીતશે.
જવાબ : 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે અને છેલ્લા 21 વર્ષ દરમિયાન અનેક વિકાસના કામો થયાં છે. ગુજરાતનો સમતોલ વિકાસ થયો છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ આજે દેશના વડાપ્રધાન છે અને મોદી સાહેબે ભારતનું સ્વાભિમાન વધાર્યું છે. રશિયા-યુક્રેનના યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે તેમની સેના યુદ્ધ  રોકી દે, ઐતિહાસિક ઘટના છે. પાકિસ્તાનનો જુવાનિયો ભારતનો ત્રિરંગો લઈને ફરે કોઈ તેને પુછે તો તે કહે કે મારે જીવ બચાવવો છે એટલે ભારતનો રાષ્ટ્ર ધ્વજ હાથમાં લઈને નિકળું છું. આટલું ત્રિરંગાનું માનસમ્માન પેલા ક્યારેય નહોતું આ ગુજરાત જાણે છે.
તેમણે કહ્યું કે, આઝાદી બાદ પહેલા વડાપ્રધાન નહેરુ હતા, પંડિત હતા, તેમણે કેમ રામમંદિરનું નિર્માણ ના કર્યું. મોદી સાહેબ વડાપ્રધાન બન્યા જે કોંગ્રેસના નેતા વારંવાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને રામ જન્મભૂમિ કેસની સુનવણી ના થાય તે માટે તારીખો પડે વારંવાર આ દેશની  દેશની બહુમત જનતા જે ભગવાન શ્રી રામને પુજે છે ભગવાન માને છે તેના મંદિરના નિર્માણ સામે રોડા નાખતા હતા. મોદી સાહેબ આવ્યા, રામમંદિરના નિર્માણનો રસ્તો પ્રસશ્ત થયો. આતંકવાદને જડબાતોડ જવાબ કોઈ આપી શકતું નહોતું. દેશમાં સૌથી મોટો આતંકવાદી હુમલો થયો કસાબ આવ્યો હતો આ દેશમાં એક પણ વ્યક્તિએ બદલો લેવાની વાત કરી નહોતી કારણ કે મનમોહનસિંહ અને કોંગ્રેસની સરકાર પાસે અપેક્ષા ના રાખી શકાય તે દેશની જનતા જાણતી હતી.
તેમણે જણાવ્યું કે, ઉરી અને પુલવામામાં કાયરતાપૂર્ણ હુમલો થયો ત્યારે દેશની અંદરથી અવાજ ઉઠ્યો હતો કે બદલો લેવો જોઈએ. માત્ર ભાજપના મતદારો નહી. જેણે જીંદગીમાં ભાજપને મત આપ્યો નથી તેવા લોકોને પણ ભરોસો હતો કે નરેન્દ્રભાઈ મોદી એ ભારતીય સેનાને છૂટ આપશે અને સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી. વિકાસ પણ કરે છે ભારતનું ગૌરવ વધારે છે, ભારતીયોનું સ્વાભિમાન જગાડે છે. ભારત માતાને વિશ્વગુરૂ પ્રસ્થાપિત થતાં આપણે જોઈ રહ્યાં છીએ. ગુજરાતમાં સૌ જાણે છે સરકારે અનેક ક્ષેત્રોમાં વિકાસ કર્યો છે. મોદીજી દેશનો વિકાસ પણ કરે છે અને દેશની સંસ્કૃતિનું જતન પણ કરે છે અને દેશની બહુમતિ પ્રજા હિંદુઓની ધાર્મિક લાગણી સમજે છે. ગુજરાતની જનતા નરેન્દ્રભાઈ મોદીને પ્રેમ કરે છે. આવનારી ચૂંટણી છે 8 તારીખે જોઈ લો ભાજપ રેકોર્ડ બ્રેક માર્જીનથી જીતશે. ભાજપના બધા જ રેકોર્ડ તુટશે અને અત્યાર સુધીમાં ગુજરાતની જનતાએ સૌથી વધુ સીટો કોઈ પણ એક પાર્ટીને આપી હશે. તેના કરતા વધારે સીટો ભાજપ નરેન્દ્રભાઈની લોકપ્રિયતા અને ગુજરાતની જનતાના આશિર્વાદથી મેળવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
જાણો, ભારતમાં ક્યા સૌથી વધારે Non-veg નું સેવન કરવામાં આવે છે
જાણો, ભારતમાં ક્યા સૌથી વધારે Non-veg નું સેવન કરવામાં આવે છે
By Aviraj Bagda
બટાકા ખાવા આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક
બટાકા ખાવા આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક
By VIMAL PRAJAPATI
બીચ પર બ્લેક આઉટફિટમાં સાક્ષી મલિકનો કિલર અંદાજ
બીચ પર બ્લેક આઉટફિટમાં સાક્ષી મલિકનો કિલર અંદાજ
By Hiren Dave
રોટલી બનાવતી વખતે આ ભૂલ કરવાથી મા અન્નપૂર્ણા સાથે લક્ષ્મી પણ નારાજ થશે!
રોટલી બનાવતી વખતે આ ભૂલ કરવાથી મા અન્નપૂર્ણા સાથે લક્ષ્મી પણ નારાજ થશે!
By Aviraj Bagda
કિંગ કોહલીને પ્રપોઝ કરનાર યુવતીએ કર્યા Lesbian Marriage
કિંગ કોહલીને પ્રપોઝ કરનાર યુવતીએ કર્યા Lesbian Marriage
By Aviraj Bagda
રિદ્ધિમા પંડિતનો બ્લેક પ્રિન્ટેડ સાડીમાં HOT અંદાજ
રિદ્ધિમા પંડિતનો બ્લેક પ્રિન્ટેડ સાડીમાં HOT અંદાજ
By Hiren Dave
Ruma Sharmaએ બેડરૂમમાંથી ફ્લૉન્ટ કરી ક્લીવેજ, ફેન્સ થયા પાણી-પાણી
Ruma Sharmaએ બેડરૂમમાંથી ફ્લૉન્ટ કરી ક્લીવેજ, ફેન્સ થયા પાણી-પાણી
By Hiren Dave
ઓડિશાની પ્રથમ મહિલા મુસ્લિમ MLA ના સૌંદર્યના થયા લોકો મુરીદ
ઓડિશાની પ્રથમ મહિલા મુસ્લિમ MLA ના સૌંદર્યના થયા લોકો મુરીદ
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જાણો, ભારતમાં ક્યા સૌથી વધારે Non-veg નું સેવન કરવામાં આવે છે બટાકા ખાવા આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક બીચ પર બ્લેક આઉટફિટમાં સાક્ષી મલિકનો કિલર અંદાજ રોટલી બનાવતી વખતે આ ભૂલ કરવાથી મા અન્નપૂર્ણા સાથે લક્ષ્મી પણ નારાજ થશે! કિંગ કોહલીને પ્રપોઝ કરનાર યુવતીએ કર્યા Lesbian Marriage રિદ્ધિમા પંડિતનો બ્લેક પ્રિન્ટેડ સાડીમાં HOT અંદાજ Ruma Sharmaએ બેડરૂમમાંથી ફ્લૉન્ટ કરી ક્લીવેજ, ફેન્સ થયા પાણી-પાણી ઓડિશાની પ્રથમ મહિલા મુસ્લિમ MLA ના સૌંદર્યના થયા લોકો મુરીદ