Home » અપહરણ થયાના આરોપ વચ્ચે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા AAP ઉમેદવાર,ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું
અપહરણ થયાના આરોપ વચ્ચે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચ્યા AAP ઉમેદવાર,ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
78
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ બધા વચ્ચે એક વિચિત્ર રાજકીય ઘટના સામે આવી. સુરત પૂર્વ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા ગઈકાલ રાતે 8 વાગ્યાથી લાપતા થયા હોવાના સમાચાર મળ્યા હતા. ત્યારબાદ ગોપાલ ઈટાલિયા, અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓએ ભાજપ પર કંચન જરીવાલા અને તેના પરિવાર પર ધાકધમકી આપી દબાણ કરાયું હોવાનો આરોપ લગાવ્યો હતો..ભાજપે આ આરોપોને બિલકુલ પાયાવિહોણા ગણાવ્યા હતા.. આ દરમ્યાન અચાનકજ આમ આદમી પાર્ટીના લાપતા ઉમેદવાર પ્રકટ થયા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું હતું.
મેં રાજીખુશીથી ફોર્મ પાછું ખેંચ્યું : કંચન ઝરીવાલા
આજે સવારે ચૂંટણી અધિકારીની કચેરીએ ઉમેદવારી પત્રક પાછું ખેંચવા કંચન જરીવાલા પહોંચ્યા હતા. અહીં ચૂંટણી અધિકારીના પ્રશ્નોનો જવાબ આપતી વેળા કંચન જરીવાલાએ જણાવ્યું કે, પોતે રાજીખુશીથી ફોર્મ પાછું ખેંચી રહ્યાં છે. તેઓ કોઈના દબાણને વશ થયા નથી.આ નિર્ણય પોતાની મરજીથી સ્વૈચ્છાએ લીધો છે.
સૂરત પૂર્વ બેઠક પર નવા સમીકરણ
હવે કંચન જરીવાલાએ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચતા સુરત પૂર્વ બેઠક પર નવા સમીકરણો બની રહ્યા છે. હવે આ બેઠક પર સીધી લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થઇ શકે છે. મહત્વપૂર્ણ છે કે AIMIM પાર્ટીએ પણ અહીં પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો છે.
આ પણ વાંચો – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં ભર્યુ ઉમેદવારી પત્ર
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject