Download Apps
Home » ધંધૂકા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ધંધૂકા બેઠકની તસવીર અને તાસીર શું છે, જાણો આ અહેવાલમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવા જઇ રહી છે ત્યારે દરેક બેઠક પર જાતિ અને જ્ઞાતિ શું સમીકરણો છે અને ક્યા મતદારોનું પ્રભુત્વ છે તે જાણવું પણ ઉત્સુક્તાભરેલું છે. દરેક રાજકીય પક્ષ પોતાનો ઉમેદવાર જાહેર કરતા પહેલા આ તમામ પાસાનો હંમેશા વિચાર કરે છે. ‘ગુજરાત ફર્સ્ટ’ની આ વિશેષ શ્રેણીમાં આપ જાણી શકશો કે તમામ વિધાનસભા બેઠકની તસવીર અને તાસીર શું છે, બેઠકના રાજકીય અને સામાજીક લેખા જોખાં શું છે.
ધંધુકાનો ઇતિહાસ
ધંધુકાનું નામ ધાન અથવા સોનંગ મેહડના તેર દીકરાઓમાંના બીજા દીકરા પરથી પડ્યું છે, જે સિંધમાંથી ગુજરાતમાં આવ્યો હતો. 12મી સદીમાં ધંધુકા હેમચંદ્રાચાર્યના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત બન્યું. કુમારપાળે તેમના જન્મસ્થાને મંદિર બનાવ્યું હતું.
રાજકીય પક્ષોનું એડીચોટીનું જોર
આ વખતે વિધાનસભાની એક-એક બેઠક જીતવી ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વની બની રહેવાની છે. તે જોતાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થશે તે નક્કી છે. કોઈપણ પક્ષ જંગી બહુમતી જીતી જશે એવું કોઈ છાતી ઠોકીને કહી શકે તેમ નથી, એવો ટ્રેન્ડ પણ દેખાતો નથી. આ ઉપરાંત આ વખતે મુખ્ય બે પક્ષો ભાજપ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIM પણ ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે, જેના કારણે જાતિગત મતોનું વધુ વિભાજન થાય તેવી શક્યતા છે. એવામાં કોંગ્રેસ અને ભાજપ સામે પોતાની બેઠકો જાળવવાનો મોટો પડકાર જોવા મળે છે. ચૂંટણીના આવા રસાકસીભર્યા માહોલમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યાં છીએ અમદાવાદની ધંધુકા  (Dhandhuka assembly constituency) બેઠક વિશે.

ધંધુકા વિધાનસભા બેઠક 
આ ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના મહત્વના ધંધુકા તાલુકાનું મુખ્ય મથક છે. સાથે જ ગુજરાતની 182 વિધાનસભા સીટ પૈકી એક સીટ પણ છે. ધંધુકા વિધાનસભા બેઠક એટલે અમદાવાદની ગ્રામ્ય વિસ્તારની બેઠક. આ સાથે જ ધંધુકા બેઠકનો સમાવેશ સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં પણ થાય છે. આ વિધાનસભા બેઠકમાં ધંધુકા તાલુકો, બરવાળા તાલુકો અને રાણપુર તાલુકાનો સમાવેશ થાય છે.  મુંબઈથી ગુજરાત રાજ્ય અલગ થયા બાદ વર્ષ 1980માં આ બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર કુલ 269640 મતદારો છે, જેમાં 142126 પુરુષ મતદારો અને 126000 મહિલા મતદારોનો સમાવેશ થાય છે. સાથે જ અહીં 288 બૂથ પર મતદાન થાય છે.
ધંધુકા બેઠકની ખાસિયત  
ધંધુકાનું નામ ધાન અથવા સોનંગ મેહડના તેર દીકરાઓમાંના બીજા દીકરા પરથી પડ્યું છે, જે સિંધમાંથી ગુજરાતમાં આવ્યો હતો. 12મી સદીમાં ધંધુકા હેમચંદ્રાચાર્યના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત બન્યું. કુમારપાળે તેમના જન્મસ્થાને મંદિર બનાવ્યું હતું. મુસ્લિમ તેમજ મરાઠા શાસન દરમિયાન ધંધુકા એક નગર બની રહ્યું અને ધોળકા સાથે જોડાયેલ રહ્યું. ઇ.સ. 1802માં ધોળકાની સાથે ધંધુકા બ્રિટિશ શાસન હેઠળ આવ્યું. આમ ધંધુકા હેમચંદ્રાચાર્યની જન્મભૂમિ અને ગુજરાતી ઝવેરચંદ મેધાણીની કર્મભૂમિ હોવાને લઈને ઐતિહાસિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ ધરાવે છે.

જોવાલાયક સ્થળો
આ બેઠક પર જોવા લાયક સ્થળોમાં સાળંગપુર હનુમાન મંદિર, બીએપીએસ અક્ષરનિવાસ સ્વામીનારાયણ મંદિર, કુંડળ સ્વામિનારાયણ મંદિર, ભીમનાથ મહાદેવ, મહાપ્રભુજીની બેઠક, બૂટભવાની મંદિર, પીર મહેમૂદશાહ બુખારીની દરગાહ વગેરેનો સમાવેશ થાય છે.

ધંધુકા બેઠકનો રાજકીય રિપોર્ટ 
ધંધુકા વિધાનસભા બેઠકમાં બરવાળા નગરપાલિકા અને ધંધુકા નગરપાલિકાનો સમાવેશ થાય છે. સાથે જ અહીં 4 તાલુકા પંચાયતનો પણ સમાવેશ થાય છે. જેમાં બરવાળા રાણપુર અને ધોલેરા તાલુકા પંચાયતમાં ભાજપનુ શાસન છે. સાથે જ પાલિકા પણ ભાજપના કબ્જામાં છે.
ધંધુકા બેઠકના જાતિગત સમીકરણો 
ધંધુકા વિધાનસભા બેઠક પર કોળી પટેલોનું પ્રભુત્વ જોવા મળે છે. આ બેઠક પર તળપદા કોળી 60000, ચૂંવાળીયા કોળી ઠાકોરની 25000, ક્ષત્રિય દરબારોની 50000, મુસ્લિમ ખોજા વોરા 28000, દલિત 30000, માલધારી 12000, અન્ય સવર્ણ સમાજની 45000 વસ્તી છે.

છેલ્લી ત્રણ ચૂંટણીમાં કોણ વિજેતા 
વર્ષ     વિજેતા ઉમેદવારનુ નામ      પક્ષ
2017  ગોહિલ રાજેશકુમાર         INC
2012  કોળીપટેલ લાલજીભાઈ    BJP
2007  મેર રણછોડદાસ             IND
આ ઉપરાંત 2002માં  ભરતભાઈ પંડ્યા BJP,1998માં ભરત પંડ્યા BJP,1995 દિલીપભાઈ પરીખ BJP,1990 દિલીપભાઈ પરીખ BJP, 1985 શાહ નટવરલાલ INC વિજેતા બન્યા હતા. 

છેલ્લી ચૂંટણીમાં કોણ જીત્યું
ગુજરાતની ધંધુકા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ગોહિલ રાજેશકુમાર હરજીભાઈને 67477 મત મળ્યા હતા. તેમણે ભાજપના ડાભી કાળુભાઈ રૂપાભાઈને 5920 મતોથી હરાવ્યા હતા. જનતાએ ભાજપના ઉમેદવારને 61557 મત આપ્યા. ધંધુકાથી 8 અપક્ષ સહિત 16 ઉમેદવારો ઉભા હતા.
ભાજપ 5 વખત જીત્યું
ભારતીય જનતા પાર્ટી ધંધુકા વિધાનસભા બેઠક પરથી 5 વખત જીતી ચુકી છે, 2012માં પણ તે અહીંથી જીતવામાં સફળ રહી હતી. લાલજીભાઈ ચતુરભાઈ કોળી પટેલે 75,242 મતો મેળવીને INCના એમ એમ શાહને 18,845 મતોથી હરાવ્યા હતા.પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ 2 વખત અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
ધંધુકા બેઠકની સમસ્યાઓ 
આ બેઠકની મુખ્ય સમસ્યાઓમાં બિસ્માર રસ્તાઓ સૌથી મોટી સમસ્યા છે. સિવાય અન્ય સમસ્યાઓની વાત કરવામાં આવે તો કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની તાતી સમસ્યા જોવા મળી છે. અહીં પાણીની સમસ્યા એટલી વિકરાળ છે કે ધંધુકા શહેરમાં 5 દિવસે એકવાર પાણી આપવામાં આવે છે, જ્યારે ગામડાઓમાં લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. જેના કારણે ખેડૂતોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે. આ સાથે જ આ વિસ્તારમાં લોકો મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અહીં ઉદ્યોગોની કમીને કારણે બેરોજગારીની સમસ્યા સર્જાય છે, જેના કારણે યુવાનોનુ સ્થળાંતર વધી રહ્યું છે. શહેરમાં પણ માર્ગો સાંકળા અને બિસ્માર હાલતમાં હોવાને કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે.
બેઠક પર વિવાદ
ધંધુકામાં ફાયરિંગ કરીને જાહેરમાં કિશન ભરવાડની હત્યા કરી દેવામાં આવી હતી. ફેસબુક પર પોસ્ટને કારણે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી છે. આ બાબતને લઈને ઘણી રાજકીય વિવાદો પણ સામે આવ્યા હતા. જો કે હત્યા કરનારા મૌલાના અને તેના સાગરિતોની ધરપકડ એટીએસ દ્વારા કરવામાં આવી હતી.
જાણો, ભારતમાં ક્યા સૌથી વધારે Non-veg નું સેવન કરવામાં આવે છે
જાણો, ભારતમાં ક્યા સૌથી વધારે Non-veg નું સેવન કરવામાં આવે છે
By Aviraj Bagda
બટાકા ખાવા આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક
બટાકા ખાવા આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક
By VIMAL PRAJAPATI
બીચ પર બ્લેક આઉટફિટમાં સાક્ષી મલિકનો કિલર અંદાજ
બીચ પર બ્લેક આઉટફિટમાં સાક્ષી મલિકનો કિલર અંદાજ
By Hiren Dave
રોટલી બનાવતી વખતે આ ભૂલ કરવાથી મા અન્નપૂર્ણા સાથે લક્ષ્મી પણ નારાજ થશે!
રોટલી બનાવતી વખતે આ ભૂલ કરવાથી મા અન્નપૂર્ણા સાથે લક્ષ્મી પણ નારાજ થશે!
By Aviraj Bagda
કિંગ કોહલીને પ્રપોઝ કરનાર યુવતીએ કર્યા Lesbian Marriage
કિંગ કોહલીને પ્રપોઝ કરનાર યુવતીએ કર્યા Lesbian Marriage
By Aviraj Bagda
રિદ્ધિમા પંડિતનો બ્લેક પ્રિન્ટેડ સાડીમાં HOT અંદાજ
રિદ્ધિમા પંડિતનો બ્લેક પ્રિન્ટેડ સાડીમાં HOT અંદાજ
By Hiren Dave
Ruma Sharmaએ બેડરૂમમાંથી ફ્લૉન્ટ કરી ક્લીવેજ, ફેન્સ થયા પાણી-પાણી
Ruma Sharmaએ બેડરૂમમાંથી ફ્લૉન્ટ કરી ક્લીવેજ, ફેન્સ થયા પાણી-પાણી
By Hiren Dave
ઓડિશાની પ્રથમ મહિલા મુસ્લિમ MLA ના સૌંદર્યના થયા લોકો મુરીદ
ઓડિશાની પ્રથમ મહિલા મુસ્લિમ MLA ના સૌંદર્યના થયા લોકો મુરીદ
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જાણો, ભારતમાં ક્યા સૌથી વધારે Non-veg નું સેવન કરવામાં આવે છે બટાકા ખાવા આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક બીચ પર બ્લેક આઉટફિટમાં સાક્ષી મલિકનો કિલર અંદાજ રોટલી બનાવતી વખતે આ ભૂલ કરવાથી મા અન્નપૂર્ણા સાથે લક્ષ્મી પણ નારાજ થશે! કિંગ કોહલીને પ્રપોઝ કરનાર યુવતીએ કર્યા Lesbian Marriage રિદ્ધિમા પંડિતનો બ્લેક પ્રિન્ટેડ સાડીમાં HOT અંદાજ Ruma Sharmaએ બેડરૂમમાંથી ફ્લૉન્ટ કરી ક્લીવેજ, ફેન્સ થયા પાણી-પાણી ઓડિશાની પ્રથમ મહિલા મુસ્લિમ MLA ના સૌંદર્યના થયા લોકો મુરીદ