- કલ્પેશ લક્ષમણભાઈ ગુડોલ (રહે..કુસ્કલ, પાલનપુર)
- રાહુલ દેવજીભાઈ ચૌધરી ( રહે.મલાણા,પાલનપુર)
- સુરેશભાઈ સરદારભાઈ કથરોટિયા (રહે.પટોસણ,પાલનપુર)
- ભરત ભુપતભાઇ બોકા (રહે. ખેમાણા, પાલનપુર )
- પ્રકાશ પરાગભાઈ ચૌધરી (રહે..મલાણા, પાલનપુર )
- હરેશ અમરાભાઈ ચૌધરી (રહે..રણાવાસ, પાલનપુર)
- અજાણ્યું
Home » મહિલા મિત્રને મળવા ગયેલા યુવકનો નગ્ન વીડિયો ઉતારી માર મરાયો, જાણો શું છે મામલો
મહિલા મિત્રને મળવા ગયેલા યુવકનો નગ્ન વીડિયો ઉતારી માર મરાયો, જાણો શું છે મામલો
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
145
પાલનપુરના (Palanpur) એક ગામના યુવકને યુવતીએ ફોન કરી એક હોટલ પર બોલાવ્યો ત્યારે અજણાયા શખ્સ આવી યુવકને એક કારમાં અપહરણ (Kidnap) કરી નગ્ન વિડીયો (Video) બનાવી જાનથી મારી નાખવાની ધમકી (Threat) આપતા યુવકે પાલનપુર પશ્ચિમ પોલીસ (Palanpur West Police) મથકે ગુનો નોંધાવ્યો હતો.
યુવકને મળવા બોલાવ્યો
પાલનપુર તાલુકાના ચડોતર ગામના અને હાલ પાલનપુર નવા લક્ષ્મીપુરા માં રહેતા રોહિતકુમાર સંજયભાઈ ઠાકોર 15 ફેબ્રુઆરીના સાંજના ચારેક વાગ્યે સુમારે કુટુંબી માસીના દીકરા વિનોદ ઠાકોર સાથે મલાણા ગામે કંકોત્રી આપવા નીકળ્યા હતા દરમિયાન આ બંને યુવકો પાલનપુરના ચિત્રાસણી નજીક પહોંચ્યા હતા ત્યારે તેમના મોબાઈલ ઉપર એક યુવતી નો ફોન આવેલ અને કહેલ કે હું પાલનપુર ડીસા હાઈવે પર આવેલી ઝાયકા હોટલ ઉપર આવેલ છું મારે તને મળવું છે.
જેથી આ બંને યુવકો પોતાની એકટીવા લઈને પાલનપુરની ઝાયકા હોટલ ખાતે પહોંચ્યા હતા દરમ્યાન રોહિત ઠાકોરે આવીને યુવતીને ફોન કર્યો ત્યારે યુવતીએ જણાવ્યું કે, હું મારી બહેનપણી ના સાથે ચાલતી ચાલતી પુલના છેડે ગઈ છું ત્યારે રોહિત ઠાકોર તે યુવતીને મળવા ગયો ત્યારે યુવતી હાજર ન મળતા ફરી ફોન કર્યા ત્યારે યુવતીએ નાળા ની નીચે છું.
7 શખ્સોએ અપહરણ કરી માર્યો
રોહિત ઠાકોર નાળા નીચે જતા સાતેક શખ્સઓ દોડી આવેલા અને અપશબ્દો તેમજ ગડદાપાટુનો માર મારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે, તું અમારી સમાજની છોકરીઓને લઈને કેમ ફરે છે તેમ કહી આંખો ઉપર રૂમાલ બાંધી એક કારમાં બળજબરી પૂર્વક બેસાડી દાંતીવાડા ડેમ નજીક લઈ ગયેલા અને ત્યાં આવેલા શખ્સો ભેગા મળી રોહિત ઠાકોર ને માર માર્યો હતો.
નગ્ન વીડિયો બનાવ્યો
આ શખ્સોએ કહ્યું કે, તું તારા કપડાં કાઢી નાખ તારો વિડીયો બનાવવો છે તેમ કહેતા રોહિત ઠાકોરે કહ્યું કે મારી પાસે શા માટે કપડાં કઢાવો છો તેમ કહેતા આ લોકો ફરીથી ગદડાપાટુનો માર મારવા લાગેલ ત્યારે એક વ્યક્તિના હાથમાં લોખંડની પાઇપ હતી જે લોકો તેનાથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી રોહિત ઠાકોર ડરી જઈને કપડા કાઢેલા હતા ત્યારબાદ તે લોકોએ રોહિત ઠાકોરનો વિડીયો ઉતાર્યો હતો અને કહેવા લાગેલ કે જો તું આ વાત કોઈને કહીશ તો આ તારો વિડીયો અમે વાયરલ કરી દઈશું તેવી ધમકી આ આપતા રોહિત ઠાકોર નામના યુવકે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે 24 ફેબ્રુઆરીએ ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાના કેટલાક આરોપીઓ ચકચારી આર્યન મોદી કેસના આરોપી હોવાનુ સામે આવતાં હડકંપ
પાલનપુરમાં થોડા દિવસ અગાઉ બનેલી ચકચારી આર્યન મોદી અપહરણ અને હત્યા કેસના આરોપી કુસ્કલ ગામના કલ્પેશ ગુડોલ અને પટોસણના સુરેશ કથરોટીયા નું રોહિત ઠાકોર નામના યુવકનું અપહરણ કેસમાં પણ નામ આવતા હડકંપ મચ્યો છે.
કોની સામે ફરિયાદ નોંધાઈ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject