Home » ઉદયપુરમાં G-20 ‘શેરપા’ બેઠક શરુ, જાણો ‘શેરપા’ બેઠક શું છે
ઉદયપુરમાં G-20 ‘શેરપા’ બેઠક શરુ, જાણો ‘શેરપા’ બેઠક શું છે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
150
રાજસ્થાન (Rajasthan)નું ઉદયપુર (Udaipur) શહેર 4 થી 7 ડિસેમ્બર 2022 દરમિયાન પ્રથમ G-20 શેરપા બેઠક (G-20 Sherpa Meeting)નું આયોજન કરશે. આ બેઠકની અધ્યક્ષતા ભારતીય શેરપા અમિતાભ કાંત કરશે. જી-20 જૂથના સભ્યોના નેતાઓના અંગત દૂતને શેરપા કહેવાય છે.
શેરપા બેઠકમાં શું થશે?
તેઓ વર્ષભરમાં થતી વાટાઘાટોની દેખરેખ રાખે છે અને સમિટ માટે એજન્ડા આઇટમ પર ચર્ચા કરી G20ના મહત્વપૂર્ણ કાર્યોનું સંકલન કરે છે. વિદેશ મંત્રાલયે તાજેતરમાં ઉદયપુરમાં કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી. G20 શેરપાની આ બેઠકના લીધે, ઉદયપુરને આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે રજૂ કરવામાં પણ મદદ મળશે.
G-20નું ભારત યજમાન
તાજ ફતેહ પેલેસ હોટેલ સહિત ઉદયપુરની આસપાસના વિવિધ સ્થળોએ આ બેઠકો યોજવામાં આવશે. આ દરમિયાન, તમામ ડેલિગેટ્સને કુંભલગઢ કિલ્લાનો પ્રવાસ કરાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભારતે ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે સત્તાવાર રીતે G-20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. યજમાન રાષ્ટ્ર તરીકે ભારત નવી દિલ્હીમાં સપ્ટેમ્બર 2023માં યોજાનારી G-20 સમિટની બેઠકનો એજન્ડા નક્કી કરશે. 19 દેશોનું બહુપક્ષીય સંગઠન, ગ્રુપ ઓફ 20 અથવા G-20 અને યુરોપિયન યુનિયનની સ્થાપના 1999માં કરવામાં આવી હતી. ભારત સ્થાપના સમયથી જ G20નું સભ્ય છે.
G20 એ વિશ્વની બે તૃતીયાંશ વસ્તી, વૈશ્વિક જીડીપીના લગભગ 85% અને 75 ટકાથી વધુ વૈશ્વિક વેપારનું પ્રતિનિધિત્વ કરે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject