Download Apps
Home » WhatsApp માં આવી નવી અપડેટ, હવે તમે નહીં લઈ શકો DP નો સ્ક્રીનશોટ

WhatsApp માં આવી નવી અપડેટ, હવે તમે નહીં લઈ શકો DP નો સ્ક્રીનશોટ

WhatsApp New Update : આજે લોકો સોશિયલ મીડિયા એપ (Social Media App) નો સૌથી વધુ ઉપયોગ કરતા જોવા મળી જાય છે. જેમા ખાસ કરીને લોકો WhatsApp નો ઉપયોગ સૌથી વધુ કરતા હોય છે. કહેવાય છે કે, વિશ્વમાં અંદાજે 200 કરોડથી વધુ લોકો WhatsApp નો ઉપયોગ કરે છે. આ એપને યુઝર ફ્રેન્ડલી (user friendly) બનાવવા માટે WhatsApp અપડેટ આવતી રહે છે. તાજેતરમાં WhatsApp માં નવા ફીચર્સ (New Features) ને એડ કરવામાં આવ્યું છે. આ ફીચર્સની છેલ્લા ઘણા સમયથી યુઝર્સ (Users)  રાહ જોઇને બેઠા હતા. જાણો આ ફીચર્સ વિશે…

હવે કોઇ નહીં શકે તમારા DP નો સ્ક્રીનશોટ

તમે જોયું જ હશે કે WhatsApp તેના પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતું જ રહે છે. WhatsApp તેના વપરાશકર્તાઓની ગોપનીયતા અને સલામતી માટે સતત નવા ફીચર્સ લાવે છે. જોકે, છેલ્લા ઘણા સમયથી કંપની સતત તેના પ્લેટફોર્મ પર સુરક્ષા અને ગોપનીયતા સંબંધિત સુવિધાઓ ઉમેરી રહી છે. કહેવાય છે કે, WhatsApp ની લોકપ્રિયતાનું એક મુખ્ય કારણ તેમા ઉપલબ્ધ પ્રાઈવસી ફીચર્સ છે. હવે વ્હોટ્સએપે પ્રાઈવસી જાળવવા માટે એક નવું ફીચર આપ્યું છે. કંપનીએ હવે પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ બ્લોક કરી દીધો છે. જીહા, એપ લાંબા સમયથી તેના પર પ્રતિબંધ મૂકવાનું કામ કરી રહી હતી.

હવે આ ફીચર રોલ આઉટ થવાનું શરૂ થઈ ગયું છે. ઘણા લોકો તેમના પ્રોફાઇલ ફોટોની ગોપનીયતા વિશે ચિંતિત છે અને તેઓ આશ્ચર્ય કરે છે કે શું કોઈ તેમના ફોટાનો સ્ક્રીનશોટ લઈ રહ્યું છે. એટલે કે, જો આપણે સાદી ભાષામાં સમજીએ તો, લોકોને ચિંતા થાય છે કે તેમણે જે વોટ્સએપ પ્રોફાઈલ પર ફોટો મુક્યો છે તેનો કોઇ દુરુપયોગ ન કરી નાખે એટલે કે સ્ક્રીનશોટ ન લઈએ. એટલા માટે WhatsApp કંપનીએ પોતાના યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને એક ફીચર લોન્ચ કર્યું છે. જેની મદદથી કોઈપણ વ્યક્તિના પ્રોફાઈલ ફોટો એટલે કે ડીપી ફોટોનો સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં.

સ્ક્રીનશોટ બ્લોક કરવાનું ફીચર ડિફોલ્ટ રૂપે એક્ટિવ રહેશે

વોટ્સએપનું આ અપડેટ સર્વર સાઇટ અપડેટ છે અને તેને તબક્કાવાર રીતે લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. જો તમને તેનું અપડેટ મળ્યું નથી, તો થોડા દિવસો રાહ જુઓ, તમને ટૂંક સમયમાં અપડેટની સૂચના મળી જશે. આ અપડેટ પછી જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રોફાઈલ ફોટોનો સ્ક્રીનશોટ લેશે તો બ્લેક સ્ક્રીન ઈમેજ સેવ થઈ જશે. તમને જણાવી દઈએ કે વોટ્સએપના સ્ક્રીનશોટ બ્લોક કરવાનું આ ફીચર ડિફોલ્ટ રૂપે એક્ટિવ રહેશે, તેને બંધ કરી શકાશે નહીં.

આ પણ વાંચો – શું Spam Message થી પરેશાન છો? WhatsApp માં આવ્યું આ નવું ફીચર

આ પણ વાંચો – WhatsApp Passkey : જો તમે iPhone યુઝર છો તો તમારા માટે છે એક Good News

આ પણ વાંચો – WhatsApp ના આ ફીચર્સ તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવી શકે છે

અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો
By Aviraj Bagda
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral જાણો… Say To No One Piece Outfit કહેનાર અભિનેત્રીની ખાસ વાતો