WhatsApp ના આ ફીચર્સ તમારા એકાઉન્ટને હેક થવાથી બચાવી શકે છે
WhatsApp અવારનવાર નવા ફીચર્સ (New Features) અપડેટ કરતું રહે છે. આજે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં WhatsAppના લાખો Users છે. કંપની Users Experience ને વધુ સારું બનાવવા માટે પણ કોઈ કસર છોડવા માંગતી નથી. તાજેતરમાં મેટાએ વૉઇસ નોટ્સમાં વ્યૂ વન્સ, ચેનલો માટે પૉલ સુવિધા રજૂ કરી છે. જોકે, એપમાં કેટલાક એવા ફીચર્સ છે જેના વિશે કદાચ તમે જાણતા નથી. ખાસ વાત એ છે કે આ ફીચર્સ તમારા એકાઉન્ટને હેક થવાથી પણ બચાવી શકે છે. આજે અમે તમારા માટે આવા જ 3 અદ્ભુત ફીચર્સ લાવ્યા છીએ.
સિક્યોરિટી નોટિફિકેશન
વોટ્સએપ (WhatsApp) નું આ એક ખૂબ જ અદભૂત ફીચર છે જેનો આપણામાંથી મોટાભાગના લોકો ઉપયોગ કરતા નથી પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તે તમારા એકાઉન્ટને હેક થવાથી પણ બચાવી શકે છે. જો તમારી પાસે મલ્ટિપલ ડિવાઈસ છે, તો તેવામાં પણ કોઈ તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરવાનો પ્રયાસ કરશે ત્યારે તમારા અન્ય ડિવાઈસ પર સિક્યોરિટી નોટિફિકેશન દેખાશે. જોકે, આ માટે તમારે અન્ય ફોનમાં પણ આ સેટિંગ ઓન કરવું પડશે.
નહીં દેખાય પ્રોફાઇલ ફોટો
આ ફીચરનો ઉપયોગ કરીને તમે તમારો પ્રોફાઈલ ફોટો છુપાવી શકો છો. આ માટે તમારે પહેલા સેટિંગ્સ અને પછી પ્રાઈવસી ઓપ્શનમાં જવું પડશે. અહીંથી તમે તમારો પ્રોફાઇલ ફોટો કોન્ટેક્ટ પર સેટ કરો છો. આ પછી તમારું પ્રોફાઇલ ચિત્ર ફક્ત સેવ કરેલા સંપર્કોને જ દેખાશે.
સ્પામ કોલ્સથી છુટકારો મળશે
આ સિવાય આ પ્રાઈવસી ઓપ્શનમાં તમને કોલનો ઓપ્શન પણ મળશે. આના દ્વારા તમે સ્પામ કોલથી છુટકારો મેળવી શકો છો. જણાવી દઇએ કે, આ વિકલ્પ એવા કૉલ્સને મ્યૂટ કરે છે જે તમારી કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ ન હોય. ખાસ વાત એ છે કે આ ફીચર તમને સ્કેમ થવાથી પણ બચાવી શકે છે કારણ કે મોટાભાગના સ્કેમર્સ માત્ર WhatsApp દ્વારા જ સ્કેમ કોલ કરે છે.
આ પણ વાંચો - Social Media App ચલાવતા-ચલાવતા બંધ થઈ જાય છે? જાણો કારણ….
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ