Download Apps
Home » VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુ રોકડ પકડાશે તો IT ને જાણ કરાશે, ફરિયાદ સમિતિની રચના

VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુ રોકડ પકડાશે તો IT ને જાણ કરાશે, ફરિયાદ સમિતિની રચના

VADODARA : વડોદરા લોકસભા (LOKSABHA 2024) બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા મત વિભાગની (VAGHODIA VIDHANSABHA) પેટા ચૂંટણી તા.૦૭.૦૫.૨૦૨૪ના રોજ યોજાનાર છે. ચૂંટણી કામગીરી દરમ્યાન લોકો અને સાચી વ્યકિતઓને અગવડ ન પડે તે હેતુસર તેમની કોઈ ફરીયાદો હોય તો તેના નિવારણ માટે ભારતના ચૂંટણી પંચે ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ અંગે જિલ્લા ફરિયાદ સમિતિ (કેશ રિલીઝ કમિટી)ની રચના કરવા જણાવેલ છે.

ત્રણ સભ્યોની સમિતિની રચના

જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં ચૂંટણી ખર્ચ દેખરેખ નિયંત્રણના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને જિલ્લા તિજોરી અધિકારી સહિત ત્રણ સભ્યોની એક (Cash Release Committee) સમિતિની જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રચના કરવામાં આવી છે.

સમિતિ જપ્તીના દરેક કેસની જાતે તપાસ કરશે

ચૂંટણી પંચ નાગરિકોની ફરિયાદો વિશે ચિંતિત છે.તિજોરી માલખાનામાં કોઈપણ એફઆઈઆર/ફરિયાદ વિના રોકડ અને કીમતી વસ્તુઓ રાખવાના દાખલા સામે આવ્યા છે. સાચી વ્યક્તિઓ અને જનતાને અસુવિધા ટાળવા માટે તેમજ જો કોઈ ફરિયાદો હોય તો તેના નિવારણ માટે જિલ્લાના ત્રણ અધિકારીઓનો સમાવેશ કરતી ‘જિલ્લા ફરિયાદ સમિતિ’ની રચના કરવામાં આવી છે.જે પોલીસ, SST અથવા FS દ્વારા કરવામાં આવેલા જપ્તીના દરેક કેસની જાતે તપાસ કરશે.

ઈન્કમટેક્ષના નોડલ અધિકારીને જાણ કરવામાં આવશે

જ્યાં સમિતિને જણાશે કે જપ્તી સામે કોઈ FIR ફરિયાદ દાખલ કરવામાં આવી નથી અથવા જે વ્યક્તિ પાસેથી રોકડ,કિંમતી વસ્તુઓ જપ્તી કરવામાં આવી છે તે વ્યક્તિ કોઈપણ ઉમેદવાર,રાજકીય પક્ષ અથવા કોઈપણ ચૂંટણી પ્રચાર વગેરે સાથે જોડાયેલ નથી, તે એવી વ્યક્તિઓને કે જેમની પાસેથી રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે તે રોકડ વગેરે છોડવાનો આદેશ આપવા માટે તાત્કાલિક પગલાં લેવાશે. જો રોકડ મુક્તિ રૂ. ૧૦ (દસ) લાખથી વધુ હશે તો, આવી રોકડ મુક્ત કરતા પહેલાં ઈન્કમટેક્ષ (IT) ના નોડલ અધિકારીને જાણ કરવામાં આવશે. આ સમિતિ ચૂંટણી પંચની ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ અંગેની સુચનાઓ મુજબ કામગીરી અને કાર્યવાહી કરશે.

આ પણ વાંચો —VADODARA : એક જ પોલીસ મથકમાંથી અનેક લોકો ખુશ થઇને નિકળ્યા

જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ
By Hardik Shah
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા!
By Vipul Sen
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ
By Hiren Dave
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…! બોલિવૂડની આ ફિલ્મોએ વધાર્યું અમરીશ પુરીનું કદ પલાળેલી બદામ ખાવાથી ત્વચા અને શરીરને થાય છે આ ઘણાં ફાયદા! પોસ્ટમાં મહિને 100 રૂપિયાનું કરો રોકાણ, 5 વર્ષે મળશે આટલું વ્યાજ ઉનાળામાં આ શાક ખાવા કેમ જરુરી ?