Download Apps
Home » ઝિંદગી એક્સપ્રેસના જીવંત જોડીદાર- આરતી વ્યાસ પટેલ તથા સંદીપ પટેલ

ઝિંદગી એક્સપ્રેસના જીવંત જોડીદાર- આરતી વ્યાસ પટેલ તથા સંદીપ પટેલ

હું
તમારી કૉલમ નિયમિત વાંચુ છું. સર્જકના સાથીદાર વિશેની અવનવી વાતો તમે લઈ આવો છો. તમે પુ.. દેશપાંડે વિશે એમનાં પત્ની સુનીતા દેશપાંડેએ લખ્યું છે પુસ્તક વાંચ્યું
છે? મનોહર છે, તોપણતમારે બુક વાંચવી
જોઈએ. તમે શોધજો,
જો મળે તો
મને કહેજો.


આરતી
વ્યાસ પટેલને હું નામથી અને કામથી ઓળખું. સાક્ષાત મળવાનું પહેલીવાર થયું એક ગુજરાતી ફિલ્મના પ્રિમિયરમાં. જાણે વર્ષોની ઓળખાણ હોય એવા ઉમળકા સાથે એમણે ઉપરની વાત કહી. એમણે જે પુસ્તકની વાત કરી ઇમેજ પબ્લીકેશનનું
પ્રકાશન છે. સુરેશ દલાલે ઓરીજીનલ મરાઠીમાં લખાયેલાં પુસ્તકનો અનુવાદ કર્યો છે
પુસ્તક ઇમેજની ઓફિસમાં મળ્યું. ફરી આરતીબેન
સાથે મુલાકાત થઈએમને
કહ્યું કે, પુસ્તક નથી
મળ્યું. થોડાં દિવસોમાં એમણે પોતાની પાસે રહેલાં પુસ્તકની ફોટો કોપી કરાવી એને સ્પાઇરલ બાઇન્ડીંગ કરાવીને મને વહાલપૂર્વક મોકલી આપી. આટલી ચીવટ ધરાવનારી વ્યક્તિ માટે મને માન થઈ ગયું. કેટલાય વખતથી એમને તથા એમના પતિ સંદીપ પટેલને મળવાનું નક્કી કરેલું. પણ બંનેના બિઝી શિડ્યુલના કારણે પાછળ ઠેલાતું જતું હતું.


આરતી
વ્યાસ પટેલને આપણે સૌ ઓળખીએ છીએ. એમના અવાજને કારણે!  ‘માય
એફ એમપર ઝિંદગી એક્સપ્રેસમાં મન મોહી
લે તેવી અને દિલોદિમાગને વિચારતા કરી મૂકે તેવી વાર્તાઓ કહે છે. એની સાથે ગીતો સંભળાવે
છે. વાર્તા કહેવાની તેમની શૈલી જાણે સંવેદનાની સાથેસાથે ચિત્રને પણ
આપણી સામે ખડું કરી દે એવી હોય છે. વાર્તા કહેવાના બ્રેકમાં ગીતો આવે પછી આપણને ચટપટી રહે
કે હવે વાર્તામાં કેવો વળાંક આવશે? હવે વાર્તામાં આગળ શું થશે? દર વખતે નવી વાત અને નવા પાત્રોનું સર્જન તેઓ કરે છે. ક્રિએટિવિટી પાછળ એમનું ઝીણવટભર્યું અવલોકન અને સંવેદના રહેલી છે. સૂકું પાંદડું જોઈને પણ એમને કંઈક વાત સૂઝી આવે અને સંવેદનાથી ભરેલા માણસની આંખો વાંચીને પણ એને શબ્દો સૂઝી આવે છે. એમની વાત અને
વિચારો કાબિલેદાદ છેગુજરાતી
સિનેમા અને સિરિયલની દુનિયા સાથે જોડાયેલા લોકો માટે આરતી વ્યાસ પટેલ અને સંદીપ પટેલ એકદમ પોતીકું નામ છે. સંદીપ પટેલ વર્ષોથી દિગ્દર્શનની દુનિયા સાથે જોડાયેલાં છે. એજ્યુકેશનલ ડોક્યુમેન્ટરી હોય કે ફિલ્મનું દિગ્દર્શન હોય સંદીપભાઈની એક પારખુ નજર છે જે એક નવા પાસાંને આકાર આપે છે. નવી પેઢીના અનેક સર્જકોને માર્ગદર્શન આપવું, એમને તૈયાર કરવા અને એમની પ્રગતિ જોઈને પોતે રાજી થાય એવા વ્યક્તિ એટલે સંદીપ પટેલ. બંને સર્જકો
એકબીજાં માટે વાત કરે છે ત્યારે એમ થાય કે, બંનેને સાંભળ્યે
રાખીએ. ખોટાં વખાણ
નહીં કરીને પણ પોતાની વ્યક્તિને કેવી રીતે અપ્રિશિયેટ કરવું તો
યુગલ પાસેથી શીખવું પડે.


સંદીપભાઈએ
મોટીબા’,
નિહારીકા’,
સગપણ એક ઉખાણુંથી માંડીને સેંકડો સિરીયલના કુલ પાંત્રીસોથી વધુ ઓપિસોડનું દિગ્દર્શન કર્યું છેતો
મોતીના ચોક રે સપનામાં દીઠાં’, ‘ગગો કે દાડાનું પૈણું પૈણું કરતોતો, (લવની ભવાઈ આ ફિલ્મ અમે મળ્યા ત્યારે હજુ રિલીઝ નહોતી થઈ)
જેવી બે ફિલ્મો બનાવી છે. થોડા અઠવાડિયામાં એમની
ત્રીજી ફિલ્મ રિલીઝ થવાની છે. સંદીપભાઈ સ્ટેજની આસપાસના વાતાવરણમાં બાળપણથી રહ્યાં છે. એમના પપ્પા જયંતિરામ પટેલ એક્ટર હતા. દૂરદર્શનનું પીજ
કેન્દ્ર ચાલતું ત્યારે ઈસરોનો એક ટીવી શૉ આવતોકાકાની ડેલી’. તેમાં મુખ્ય પાત્ર સંદીપભાઈના પિતા ભજવતા. સંદીપભાઈ પોતે 1986થી 1991 સુધી સ્ટેટ ઇન્સ્ટીટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજીમાં બાળકો માટેના શૈક્ષણિક કાર્યક્રમમો બનવતા. સરકારી નોકરી કરતા, પણ એમનો જીવ ફિલ્મો અને સિરીયલોના દિગ્દર્શનમાં હતો. દિવસોમાં
તેઓ શોર્ટ ફિલ્મ બનાવતા. એમાંની એક શોર્ટ ફિલ્મઆશ્રિતને નેશનલ એવોર્ડ મળ્યો. સરકારી નોકરી દરમિયાન સાચા નામથી તમે કામ કરી શકો.
ફિલ્મમાં સંદીપભાઈનું
નામ સંજુ પટેલ લખાયું. વાત એમને
સતત સતાવતી હતી. વળી, ફિલ્મો બનાવવાનો કીડો સળવળતો હતો એમાં પત્ની આરતીનું પ્રોત્સાહન મળ્યું.



પ્રોત્સાહન બાદ સરકારી તથા પેન્શનેબલ જોબ મૂકવી કે નહીં તેની અસમંજસને પાર કરીને તેમણે દિગ્દર્શનની દુનિયામાં પોતાનો રસ્તો કંડાર્યો. પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને મનની દ્વિધા કહી ત્યારે પ્રમુખ સ્વામીએ એમને કહ્યું કે, તું આગળ વધ તને નહીં વાંધો આવે. 1999ની સાલમાં સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ પરથી ફિલ્મ બનાવીમોતીના ચોક રે સપનામાં દીઠાંફિલ્મ બનાવી, જેને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ એવોર્ડ આપી બિરદાવી હતી. પછી 2005માંગગો કે
દાડાનું પૈણું પૈણું કરતોતોફિલ્મ બનાવી. દરમિયાન કેટલીય
ગુજરાતીહિન્દી સિરીયલ પણ બનાવી. કાજલ ઓઝા વૈદ્ય, અભિજાત જોશી, સૌમ્ય જોશી, આશિષ કક્કડ, અભિષેક જૈન વગેરેએ એમની પોતાની કરિયરના શરૂઆતના ગાળામાં સંદીપભાઈ સાથે કામ કર્યું છે. આજે પણ સંદીપભાઈ નવી પેઢીના લોકો સાથે હોંશે હોંશે કામ કરે છે. ઈસરોની પેનલમાં તેઓ ડિરેક્ટર છે, દૂરદર્શન કમિશન પ્રોડક્શનની પેનલમાં છે. તેઓ ફિલ્મો માટે કોઈનું ફાયનાન્સ લેતાં નથી. સિરીયલો બનાવતાં ત્યારે પણ સ્લોટ ખરીદીને એમાં જાહેરાતોથી માંડીને તમામ આર્થિક કામ પોતે
કરતા. સંદીપભાઈ સ્પષ્ટપણે માને છે કે, કોઈના રૂપિયા લેવાથી વ્યક્તિ દિગ્દર્શક
માથે હાવી થઈ જાય મારી ક્રિએટિવિટી
પર તરાપ છે. આથી મારો મોંઘો શોખ મને પોસાય રીતે
કામ કરું છું.


સંદીપભાઈ
કહે છે, ’ફિલ્મનું દિગ્દર્શન હું કરતો હોઉં અને જો આરતી પ્રોડક્શનનું સંભાળતી હોય તો હું સૌથી વધુ રિલેક્સ હોઉં. કેમકે મારી આંખોની
ભાષા સમજી લે છે. મારા ટેસ્ટને, મારી વાતને, મારી વ્યથાને, સેટ પર ઊભા થતા સો સવાલોને એટલી સહજતાથી
સૂલટાવી દે કે મારું ઘણુંખરું ટેન્શન હળવું થઈ જાય.’

પોતાની
ક્રિએટિવિટીમાં પત્ની આરતી વિશે વાત કરતાં સંદીપભાઈ કહે છે, ’આરતી મારી પ્રેરણા છે, મારી તાકાત છે. એની હાજરી મારો કમ્ફર્ટ ઝોન છે, એની હૂંફ મારા માટે બહુ મહત્ત્વની છે. નોકરી મૂકીને જ્યારે દિગ્દર્શક બનવાનું નક્કી કર્યું ત્યારે આરતીનો
વિશ્વાસ હતો કે, તારામાં જે સ્કીલ છે તેનાથી યુ કેન મેક વન્ડર્સ. જ્યારે મારા
કામને વખાણે ત્યારે જાણે મને એવોર્ડ મળ્યો હોય એવું લાગે છે. મારા માટે આરતીનું હોવું બહુ 
મહત્ત્વનું છે.’



વાત કરતી વખતે સહેજ નજર આરતીબેન તરફ કરી તો એટલી મુગ્ધતાથી
સંદીપભાઈ સામે જોતાં હતાં કે આપણને તરત વિચાર આવી
જાય કે, યુગલ આટલું
લાઇવ છે એનો આધાર એમની વચ્ચેનો પ્રેમ છે. સંદીપભાઈ કહે છે, ‘જ્યારે હું આરતીની જિંદગીમાં આવ્યો ત્યારે બહુ પ્રખ્યાત
નાટક, સિરીયલ અને ફિલ્મની કલાકાર હતી. મારી કરિયર હજુ એટલી આગળ નહોતી ધપી. આરતી સાથે કામ કરવાનું શરૂ થયું ત્યારથી મને ક્રિએટીવ,
સિન્સીયર પ્રોડ્યુસર લાગી છે. એક સાથે
અનેક કામો પાર પાડી શકે એવી મલ્ટીટાસ્કિંગ એબિલિટીવાળી વ્યક્તિ છે. હાજર
હોય તો પણ કામ અને માણસો એવી સરસ રીતે  ગોઠવી
આપે કે, મને કોઈ તકલીફ પડે.
મારી કામ કરવાની સ્ટાઇલ એવી છે કે, મારી અને મારા કામની વચ્ચે કોઈ પણ આવે મને દુશ્મન
લાગે. જેમ સચીન
અને એના ક્રિકેટ વચ્ચે કોઈ આવે અને એને દુશ્મન જેવું
લાગે એવું મને લાગે.
ફિલ્મ મેકિંગ અને મારા કામ વચ્ચે કોઈ આવે તો પછી મને શાંત પાડવો બહુ અઘરો છે.’



વાત સાંભળીને મરક મરક હસતાં આરતીબેન કહે છે, ’સંદીપ કામ કરતો હોય અને જો એના કામ વચ્ચે કોઈ આવે તો એનો પિત્તો જાય. પછી એને
ડાયવર્ટ થતા વાર લાગે. હું એની સાથે કામ કરતી હોઉં ત્યારે બધું સેટ કરી દઉં પણ પછી એની
નજરમાં આવું. જો  એની સામે અકસ્માતે પણ આવી જાઉં તો તરત
પૂછશે, કેમ શું થયું છે?

હજુ
થોડાં દિવસો પહેલા અમારી આગામી
ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. સીનની સિકવન્સમાં
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર કામ કરવાનું હતું. મંજૂરી લીધી, પોલીસને જાણ કરી, પરમિશન, પ્રોટેક્શન અને ઘણીબધી પળોજણ બાદ દિવસ નક્કી થયો. શૂટિંગમાંતારક મહેતા કા ઉલટા ચશ્માસિરીયલના નટુકાકા એટલે કે, ઘનશ્યામભાઈ નાયક આવવાના હતાં. અમે પરમિશન લીધી હતી સમયે લોકેશન
પર પહોંચી ગયાં. મને ઓન વે હતી
ત્યારે ખબર પડી
ગઈ કે, નટુકાકાથી ફલાઇટ મીસ થઈ ગઈ છે. દોઢ કલાક
લેટ લેન્ડ થવાના છે. જો અમે રિવર ફ્રન્ટની મંજૂરી લીધી હતી કલાકોમાં શૂટિંગ
પતે તો
અમને અઘરું પડે તેમ હતું. સંજોગોમાં મેં
અને મારી સાથે જોડાયેલાં એકપણ માણસે સંદીપને જણાવા દીધું કે,
ઘનશ્યામભાઈ ફલાઇટ મિસ કરી ગયા છે. જો અમે કહી દીધું હોત તો સંદીપને સંભાળવા અઘરા પડી જાયનટુકાકા
આવી ગયાં પછી મેં એમને જઈને
કહ્યું કે, નટુકાકા ફલાઇટ ચૂકી ગયેલાં હવે આવી ગયા છે.’


આરતી
વ્યાસ પટેલ રેડિયોની દુનિયામાં આજે બહુ જાણીતું  નામ છે. પણ એમની શરૂઆત તો ટેલિવિઝન અને નાટકોથી થઈ હતી. મૂળ સૌરાષ્ટ્રના આરતીબેનનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. મોસાળમાં મામા દિનેશ શુકલ નાટકના પ્રોડ્યુસર હતા. પરિવારના બીજા સભ્યો પણ નાટકસંગીત ક્ષેત્રે જોડાયેલા હતા. આથી કલાનું વાતાવરણ તો ઘરમાં મળ્યું. પપ્પા બાબુભાઈ
વ્યાસ પાંત્રીસ વર્ષ સુધી સંદેશ દૈનિકમાંએક ડાહ્યાની દોઢ ડાયરીનામની હ્યુમરની કૉલમ લખતાં. કલા અને વાચનના સંસ્કારો ઘરમાં કેળવાતા ગયા.
સ્ટેટેસ્ટિક્સમાં એમ.એસસી કરીને તેમણે પી.એચડી કરવું હતું. પપ્પા પ્રોફેસર અને મમ્મી ટીચર એટલે આરતીબેનને પણ શિક્ષણની દુનિયામાં 
આગળ વધવું હતું. પી.એચડીનું રજિસ્ટ્રેશન થઈ ગયું હતું. દિવસોમાં
દૂરદર્શન પર અનાઉન્સમેન્ટ થયું કે, સ્પોન્સર સિરીયલ શરૂ થવાની છે. વળી, નાટક વિશે ઘણું ખરું જાણતી હતી એટલે સ્ટોરી અને વાર્તા કેવી હોય સમજ કેળવાઈ
ગઈ હતી. આથી દૂરદર્શનમાં પ્રોડ્યુસર થવાય એવું નક્કી કરીને કામ કરવાનું શરૂ કર્યું. પછી તો ફુલટાઈમ પ્રોડ્યુસરનું કામ મળ્યું એટલે પી.એચડીને પડતું મૂકીને નાટક, ફિલ્મો અને અનાઉન્સમેન્ટની દુનિયામાં આવ્યા. ‘ગોરસ’, ‘મારે પણ એક ઘર હોય’, ‘ધમાચકડી’, ‘પૈસો મારો પરમેશ્વર’, ‘ઓછાયો’, ‘મહોરાં પાછળના ચહેરા’, ‘સગપણ એક ઉખાણું થી
માંડીને પચાસથી વધુ સિરીયલમાં અભિનેત્રી તરીકે કામ કર્યું. અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો. આખા ગુજરાતમાં દૂરદર્શન પર લાઇવ નાઉન્સમેન્ટ શરૂ થયું ત્યારે જે ચહેરો
લાઇવમાં આવતો હતો ચહેરો આરતીબેનનો
હતો.


બહુ
સૌમ્ય અવાજ
અને સરળ શબ્દો તથા લેખન જેમની સાથે વણાઈ ગયું છે આરતીબેન અને
સંદીપભાઈની લવસ્ટોરી પણ અનેક પડકારો ઝીલીને આગળ વધી છે. એવા પડકારો એમણે પાર કર્યાં છે કે, ખોટા આક્ષેપો સામે લડીને માણસ થાકી જાય પણ યુગલે
ચેલેન્જીસમાં પણ ઉત્તમ કામ આપ્યું છે. એમની લવસ્ટોરીની ટૂંકમાં વાત લખી દઉં.

નાટક
અને ફિલ્મ સાથે જોડાયેલાં યુવકો અને એક માત્ર ગ્રુપમાં યુવતી
આરતીબેન હતા. સંદીપભાઈએ 31 યુવતીઓ સગપણ માટે જોઈ અને બત્રીસમી યુવતી સાથે તે પરણ્યાં. કોઈ કારણોથી લગ્નજીવન ત્રણ
મહિનામાં ભાંગી
પડ્યું. સ્ત્રીએ કોઈ
પણ કારણ વગર આરતીબેનનું નામ કોર્ટ કેસમમાં ઢસડ્યું. જ્યારે આરતીબેનને 
ગ્રૂપના બીજા મિત્રો સાથે જેમ મિત્રતાનો ભાવ હતો દોસ્તીનો ભાવ
સંદીપભાઈ માટે હતો. કોર્ટ કેસની તારીખોમાં સાથે જવાનું થતું. કેસની લડાઈ
સતત આઠ વર્ષ ચાલી. કેસ થયો પછીના ત્રણ
વર્ષ પછી યુગલ નજીક
આવ્યું અને એમનો પ્રણય થોડાં સમય બાદ પરિણયમાં બંધાયો. બહુ તણાવ સાથે
દિવસો પસાર કર્યાં છે યુગલે. ખરી કસોટી
પાર કરીને એમનો પ્રેમ આજે એકબીજાની આંખોમાં અને બોડી લેંગ્વેજમાં તરી આવે છે.


આરતીબેનના
પપ્પા તણાવભરી પરિસ્થિતિમાં
સતત એમની સાથે હતા. દીકરી સાચી
છે એની એમને ખબર હતી. કોઈની પરવા કર્યા વગર મમ્મીપપ્પાએ એમને સાથ આપ્યો. વર્તમાનમાં જીવતું યુગલ એક
એવી અન્ડરસ્ટેન્ડિંગ સાથે જીવે છે કે બંને સતત બિઝી રહે છે પણ કોઈને કોઈનાથી કંઈ ફરિયાદ નથી કે કંઈ ખૂટતું નથી. ઉલટું એમનું સહઅસ્તિત્વ એકબીજાંનું પૂરક લાગે. બંને શબ્દોની સાથે સંકળાયેલા  છે
એટલે એકબીજાં માટે એટલાં સરસ શબ્દો અને વાક્યરચના વાપરે છે કે, એક એક વાક્યમાં જોરદાર પંચ આવે. આરતીબેન અને સંદીપભાઈને જોઈને એવું લાગે કે, આટલું સહજ અને આટલું પૂરક અસ્તિત્વ કેવી રીતે હોય શકે?


આરતીબેનના
લખાણ અને એમના અભિનય વિશે વાત કરતા સંદીપભાઈ કહે છે, ’આરતીની ખૂબી છે ગમે ત્યારે
ગમે ત્યાં લખી શકે. એક સાથે
અનેક કામે પાર પાડી શકે એવું વ્યક્તિત્વ છે. હું એક સમયે એક કામ કરી
શકું. પણ વિચારી શકે,
લખી શકે, ઘરનું કામ કરી શકે, અમારી બંને દીકરીઓ આરોહી અને સંજનાની જવાબદારીઓ પણ આસાનીથી નિભાવી જાણે. એની આવડતનો મને
બહુ ગર્વ છે. લખવા માટે એને કોઈ ખાસ માહોલ નથી જોતો. મૂડ પણ બહુ અસર નથી કરતો. કદાચ  સ્ત્રીમાં
અમુક ખૂબીઓ ભગવાને એનાં જન્મ સાથે મૂકી દીધી
હોય એવું લાગે છે.’

આરતીબેન
અત્યારે માય એફએમ 94.3 સાથે 2012થી જોડાયેલાં છે. એમનો શૉ  ‘ઝિંદગી
એક્સપ્રેસઅમદાવાદ, સુરત અને રાજકોટથી પ્રસારિત થાય છે. અઠવાડિયાની પાંચ નવી વાર્તા તેઓ શૉમાં કહે
છે. વચ્ચે વચ્ચે ગીતો આવે અને રસપ્રદ લાગણીસંવેદના, વેદના સાથેની વાત એમાં કહે છે.
વાર્તાની તેમની
બુક પણ પ્રકાશિત થઈ ચૂકી છે. ઉપરાંત અભિષેક
જૈન સાથે તો જસ્ટ
એક વાત છેબુક પણ તેમણે લખી છે. સંદીપભાઈએ કહ્યું તેમ આરતીબેનની ક્રિએટિવિટીને ખાસ કોઈ બંધનો અને પરિસ્થિતિ નથી નડતા. આસપાસ જીવતા લોકોમાંથી અને તેમને થતા અનુભવોમાંથી વાર્તા ઘડી
કાઢે છે. એકબે વાર્તા વિશે તેઓ માંડીને વાત કરે છે.


એક
વખત રેકોર્ડિંગ સ્ટુડિયોથી બહાર હું ચાલીને મારી કાર સુધી જતી હતી. કોર્નર ઉપર એલ શેપમાં ઘર હતું. ઘરમાં ટ્રીન
ટ્રીન અવાજ સાથે લેન્ડલાઇનના ફોનની રિંગ વાગી. ઘર બંધ હતું અને સતત ફોનની રિંગ વાગ્યે રાખતી હતી. બીજા દિવસે ફરી હું રેકોર્ડિગ માટે ગઈ. ઘર પાસેથી
ફરી પસાર થઈ ત્યારે મને વિચાર આવ્યો કે, શું આજે ફોનની રિંગ વાગશે? કોણ ફોન કરતું હશે? શું વ્યક્તિ રોજ
એક સમયે ફોન
કરતી હશે. ઘણાં સમયથી ઘર બંધ છે તો શું કોઈએ ફોનનું બિલ ભર્યું હશે? ફોનનું બિલ ભર્યું હશે નહીં
તો રિંગ કેવી રીતે વાગેબસ વિચારોની વણઝારને
મેંઝિંદગી એક્સપ્રેસની વાર્તામાં વણી લીધી.


થોડા
દિવસો પહેલાં મારી ઓફિસની સામેના મકાનમાં એક બહેનને મેં આવતાં જતાં હેલ્લો કર્યું. પછી મને એકસરખાં બે ચહેરા ઘરમાં દેખાયા.
બંને ટ્વિન્સ
હતી. મને થયું કે, બંને કઈ
રીતે ટ્વિન્સ હશેશું
એક
નાળ લઈને જન્મી હશે? બંને એકબીજાંથી
કેટલી જુદી હશે કે કેટલી એકસરખી હશે? બસા વિચારો અને
લોજિકને આકાર આપ્યો એટલે મને એક રસપ્રદ વાર્તા મળી ગઈ.


મારા
માટે મારું લખવું સ્ટ્રેસ બસ્ટર છે. હું મજામાં હોઉં કે
કોઈ ટેન્શનમાં હોઉં ત્યારે લખવા બેસી જાઉં એટલે હું ખૂબ હળવાશ અનુભવું.
તમે નહીં માનો, સ્ટ્રેસ હોય ત્યારે ઉલટાનું મારી ક્રિએટિવિટી વધુ ખીલે છે. ગમે તે જગ્યાએ હું લખી શકું છું. ઘરમાં ટીવી પર કોઈ ન્યૂઝ ચેનલ પર બરાડા પાડી પાડીને લોકો ઝઘડતાં હોય તો પણ મને ખલેલ નથી પડતી. ઓફિસમાં પણ હું કોઈપણ ડેસ્ક ઉપર લખી શકું. લખવા માટે મારાં કોઈ નખરાં નથી…’  આટલી
વાત કરીને એકદમ મૃદુતાથી
હસી પડે છે.


આરતીબેન
કહે છે, ‘ ક્રિએટિવ દુનિયા
બહુ ગજબની છે. દરેક નાનામાં નાની વાત મને આનંદ આપે છે. મને દુનિયા ફરવાનો, વેકેશનમાં જવાનો કે શોપિંગ કરવાનો કે દાગીનાનો કોઈ શોખ નથી.
બસ લખવું વાંચવું અને બધાં સાથે પ્રેમથી જીવવું. પૂરેપૂરું અને તત્પરતાથી જીવવું મને બહુ
ગમે છે. અભિનેત્રી તરીકે મારી કારકિર્દી બહુ સરસ જતી હતી. પણ સંદીપ બહાર હોય અને હું પણ કામથી ઘરે રહું તો
બાળકો અને ઘરના બધા રવડી પડે. વળી દિવસોમાં
રેડિયોના કાર્યક્રમની ઓફર આવી. મને કામ ફાવી
ગયું અને ગમવા પણ લાગ્યું. એડવાન્સમાં રેકોર્ડિંગ કરી આવું એટલે કોઈ દિવસ તકલીફ નથી પડતી. મારા સમયે જઈને મારું કામ કરવાની સ્વતંત્રા મને બહુ ગમે છે.’



યુગલની મોટી દીકરી આરોહી ગુજરાતી મૂવી
પ્રેમજીમાં લીડ રોલ કર્યો છે. આરોહીની આગામી ફિલ્મ જેનું દિગ્દર્શન સંદીપભાઈએ કર્યું છે
થોડાં
અઠવાડિયામાં રિલીઝ થવાની છે. (આ ફિલ્મ એટલે લવની ભવાઈ એ પછી આરોહીની ત્રણ મુવી આવી ગઈ) યુગલ પોતાના
કામને ગજબનું ડેડિકેટેડ છે. મારી સામે બંને મળ્યાં ત્યારે પણ એકબીજાંના શેડ્યુલ ક્યાં કેવા છે એની ચર્ચા કરતાં હતાં. બેમાંથી એક કામમાં અટવાયેલું હોય તો દીકરીઓને લઈને મૂવી જોવા જવાનું કે નાટક જોવા જવાનું ગોઠવી લે છે. શા માટે, કેમ, આવું નહીં ચાલે પ્રકારના સંવાદો
યુગલની વચ્ચે
રેરલી થાય છે.


સંદીપભાઈ
કહે છે, ‘કામની બાબતમાં કે સ્ટોરીની બાબતમાં અમે હંમેશાં ધ્યાન રાખીએ
છીએ કે, એક વખત જે થઈ ગયું, ભજવાઈ ગયું પછી રિપીટ
થવું જોઈએ. જરા પણ એકસરખું લાગે એટલે વિચારનો પડતો
મૂકી દેવાનો.’ પછી એક સરસ
ઉદાહરણ આપે છે, ‘ગંજી બનાવવાની ફેકટરી હોય તેમાં એક સાઇઝનો કમાન્ડ આપી દો એટલે સાઇઝ
બને રાખે. પણ મેજિક કેન નોટ બી રિક્રિએટેડ.’

નવી
પેઢી સાથે સંદીપભાઈને કામ કરવું પસંદ છે. અત્યારે જે નામો જાણીતા છે તેમની કરિયરની શરૂઆતના ગાળામાં સંદીપભાઈનું એમને માર્ગદર્શન મળ્યું છે વાત અગાઉ
આપણે વાંચી. વાત પરથી
સંદીપભાઈને મેં પૂછ્યું કે, અત્યારની પેઢીમાં તમે શું અવલોકન કરો છો?


સંદીપભાઈ
કહે છે, ‘મારી કરિયરમાં મેં બહુ હોમવર્ક અને મહેનત કરી છે. મને એક કિસ્સો યાદ આવે છેસુપ્રસિદ્ધ
નવલકથાકાર અશ્વિની ભટ્ટને એમની નવલકથામાં એક માહિતી જોઈતી હતી. અમે સ્કૂટર ઉપર મોડી રાત્રે નીકળ્યાં. અશ્વિનીભાઈ મારા ઘર પાસે આવ્યા મને બોલાવ્યો. મને કહે, ચાલ આપણે એક જગ્યાએ જવાનું છે. એમ કહીને અમે સ્કૂટર ઉપર આબુ સુધી ગયા. ત્યાં એક વળાંક જમણીબાજુ છે કે ડાબીબાજુ નક્કી કરવા
માટે અમે ત્યાં સુધી લાંબા થયેલાં. એમની ચોક્કસાઈમાંથી હું બહુ શીખ્યો.


આજની
પેઢી એના સ્માર્ટફોનના ગૂગલમાંથી બહાર નથી આવતી. કોઈ એક વાર્તામાં આતંકવાદીના હાથમમાં ગન બતાવવાની છે તો એના માટે ગૂગલ કરશે.
ફિલ્ડ વર્ક
કરીને આર્મીમાં કે પોલીસમાં નહીં પૂછવા જાય કે, સૈનિકના હાથમાં કેવી ગન હશે અને આતંકવાદી કેવી ગન રાખે? ખૂટે છે.
આને કારણે નવી પેઢીના કામમાં કોઈવાર ડેપ્થ નથી આવતી. ઇન્ટરનેટ પરની રેડી ઇન્ફર્મેશન આજની નવી પેઢીને નડે છે. વળી, અત્યારે શીખવાડનારા કે આપનારા બહુ ઓછાં છે. અમને લોકોને અમારાં સિનિયર્સે ટપારી ટપારીને શીખવ્યું છે. અત્યારે સમયના અભાવે ઘણુંબધું અશક્ય બની જાય છે. જો કે નવી પેઢી ક્લિયર બહુ છે. કોઈપણ કામ કરશે તો એની તમામ સ્પષ્ટતાઓ આપણી સાથે
અને એની જાત સાથે કરશે. જેમકે, પ્રોજેક્ટમાં મને
કેટલાં રૂપિયા મળશે, મારો કેટલો સમય જશે. રૂપિયા નહીં મળે તો પણ મને કેટલો ફાયદો થશે તમામ પાસાએ
વિચારે છે એમાં સ્પષ્ટ થાય અને પછી આગળ વધે
છે. હા, ધીરજનો અભાવ લાગે, સહનશક્તિ ઓછી લાગે છે પણ નવી પેઢી પાસે શક્યતાઓ ભરપૂર છે.’

આરતીબેન
કહે છે, ‘શીખવવાની બાબતનો મને એક કિસ્સો યાદ આવે છે. મારા મામા નાટકના પ્રોડ્યુસર. એટલે એમની ઉંમરના તમામ કલાકારોને હું હકથી મામા સંબોધન કરતી.
એક વખત સેટ ઉપર બેઠી હતી અને અરવિંદ વૈદ્ય આવ્યાં. મને પૂછ્યું કેમ બેઠી છે? મેકઅપ કેમ નથી કર્યો? મેં કહ્યું મેકઅપ મેન નથી આવ્યોને એટલે. તરત એમણે મને
કહ્યું, જાતે કરતાં શીખી જા. એના ઉપર ક્યાં સુધી આધારિત રહીશ? યુ હેવ ટુ લર્ન ધીસબસ ત્યારથી મને જાતે મેકઅપ કરવાની
આદત પડી ગઈ.’

હજુ
શું કરવું છે?


સંદીપભાઈ
કહે છે, ‘મારા શ્વાસ ચાલે ત્યાં સુધી મારે કામ 
કરવું છે. ફિલ્મો બનાવવી છે.
જીવું ત્યાં સુધી ફિલ્મો બનાવી શકું ઈચ્છા
છે. મતલબ કે, મારી હેલ્થ સારી રહેવી જોઈએ અને મારી પાસે દર બે વર્ષે મારા રૂપિયાથી ફિલ્મ
બની શકે એટલી તાકાત હોવી જોઈએ. બસ આટલું કરવા મળે તો આનંદ આનંદ છે…’

આરતીબેન
કહે છે, ‘મારી જરૂરિયાત બહુ ઓછી છે. મારી હાઇટ પ્રમાણેની ગાડી હોય, એમાં એસી હોય અને જો સાઉન્ડ સિસ્ટમ હોય તો મને બોનસ લાગે. મારી લખવાની વાત આવે ત્યારે હું કોઈવાર સંદીપ સાથે વાત કરું. ચર્ચા કરું. કોઈવાર મેં વાર્તા રેડિયો પર રિલીઝ કરી દીધી હોય તો એની વાત પણ કરું. મારી વાર્તાના પાત્રોમાં જે સ્ક્રીન પ્લે લેવલની શુદ્ધતા છે સંદીપના કારણે
છે. કોઈ વખત એને વાર્તા સંભળાવું તો કોઈ એક
ચોક્કસ જગ્યાએ મને ટોકી પણ શકે કે પાત્રોનું કે
સિચ્યુએશનનું રિપિટેશન થાય છે. ડેડલાઇને કેવી રીતે પહોંચી વળવું માટે મને
ગાઇડ કરી શકે. કેરેક્ટરનો ગ્રાફ કેવો હોવો જોઈએ એના વિશે સંદીપ મારી સાથે ખૂલીને ચર્ચા કરે. મારા પપ્પા સિરીયલ્સ લખતા એટલે ઓછાં શબ્દોમાં તમે તમારી વાત કેવી રીતે વ્યક્ત કરી શકો મને પપ્પા
પાસેથી શીખવા મળ્યું છે.’


બંને
ટેલેન્ટેડ વ્યક્તિત્વોએ એકદમ ખીલીને અને ખૂલીને વાત કહી. એકબીજાના પૂરક રહીને પણ તમે કેવી રીતે એકબીજાની પ્રગતિમાં હમકદમ બની શકો તેનું ઉત્તમ ઉદાહરણ એટલે આરતીબેન અને સંદીપભાઈ. આખરે તો પોતાના વ્યક્તિનો સાથ અને પ્રેમ તમારી તાકાત
હોય છે એવું યુગલને મળીને
પ્રતીત થયા વગર નથી રહેતું. વાંચવાના શોખીન એવા યુગલની અંગત
લાયબ્રેરી પણ સમૃદ્ધ છે. અભિનયની દુનિયા સાથે જોડાયેલા છે પણ સો ટચ સંવેદનાના માણસો એટલે સંદીપભાઈ અને આરતીબેનકોઈ કૃત્રિતમતા યુગલને નથી
સ્પર્શી એટલે કદાચ
કૉલમમાં એમની વાતો ખીલીને બહાર આવી છે.

ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
By VIMAL PRAJAPATI
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
By Aviraj Bagda
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
By Harsh Bhatt
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે? ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો