Home » સરદાર નગરમાં પુત્રીની મદદથી પત્નીએ પતિની કરી હત્યા, જાણો ચોંકાવનારો બનાવ
સરદાર નગરમાં પુત્રીની મદદથી પત્નીએ પતિની કરી હત્યા, જાણો ચોંકાવનારો બનાવ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
101
અમદાવાદ (Ahmedabad) શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સરદાર નગર પોલીસે હત્યાનો ગુનો નોંધી માતા અને દીકરીની ધરપકડ કરી.
દિકરી અને માતાએ કરી હત્યા
શહેરના સરદાર નગર વિસ્તારમાં બનેલા આ બનાવની માહિતી મુજબ પતિ કિશોર જાદવ દરરોજ પત્ની અને બે દીકરીઓને ઢોર માર મારતો હતો.રવિવારના રોજ પણ પતિ કિશોરએ પત્નીને માર મારી અને દીકરીને વાળ પકડીને માર માર્યો હતો.જેથી ઉશ્કેરાયેલી માતા-દીકરીએ મૃતક કિશોરની હત્યાનું ષડ્યંત્ર રચ્યું.મૃતક કિશોર જ્યારે સુઈ રહ્યો હતો ત્યારે પત્ની ગીતાબેને દુપટ્ટાથી પતિ કિશોરનું ગળું દબાવ્યું.જ્યારે દીકરીએ પિતાના ચહેરા પર રૂમાલ મૂકી મોઢું દબાવી રાખ્યું હતું.જે બાદ હત્યારી ગીતાબેન ભત્રીજા પરાગ જાદવને ફોન કરીને કહ્યું કે કિશોર ઉઠી રહ્યા નથી.જ્યાં હોસ્પિટલમાં લઈ જતા હાજર ડોક્ટરે કિશોર ભાઈ મૃત જાહેર કર્યા.પરતું ભત્રીજાને શંકા જતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવતા સરદાર નગર પોલીસે ગુનો નોંધી માતા-દીકરીની ધરપકડ કરી છે…
બેકાર પતિથી કંટાળીને પત્નીએ હત્યા કરી
બેકાર પતિ કિશોરથી કંટાળીને પત્નીએ હત્યા કરી હોવાનું કબૂલાત કરી છે.પતિ કિશોર અને પત્ની ગીતાના લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનો છે જેમાં બે દીકરીઓ સોડા ફેકટરીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી જ્યારે બેકાર કિશોર દારૂ પીને પત્ની અને દિકરી પર શંકા રાખી અત્યાચાર કરતો હતો.કિશોરના મારના ડરથી ગીતા અને તેની દીકરીઓ દહેશતમાં જીવતી હતી પરંતુ ડરમાંથી બહાર આવા માટે અને ડરને મારી નાખવાનું નક્કી કર્યું અને રવિવારના રોજ પતિની હત્યા કરી અકસ્માતનું રૂપ આપ્યું.જેને લઈ પોલીસે માતા દીકરી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject