Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અમદાવાદની મુલાકાતે, જાણો તેમના દિવસભરના કાર્યક્રમ વિશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે 10.45 કલાકે અમદાવાદનાં મેમનગરમાં યોજાનાર પતંગોત્સવમાં હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી amit shah આજે અમદાવાદની મુલાકાતે  જાણો તેમના દિવસભરના કાર્યક્રમ વિશે
Advertisement
  1. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજથી ગુજરાતનાં પ્રવાસે
  2. અમદાવાદનાં મેમનગરમાં પતંગોત્સવની ઉજવણી કરશે
  3. ઘાટલોડિયામાં આવાસ-પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે
  4. ત્યારબાદ જમાલપુર ખાતે જગન્નાથ મંદિરે દર્શન કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ (Amit Shah) આજે ગુજરાતની મુલાકાતે છે. દરમિયાન, અમદાવાદનાં વિવિધ વિસ્તારમાં પતંગોત્સવની (Uttarayan 2025) ઉજવણી કરશે અને અનેક વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ગાંધીનગર લોકસભાના સાંસદ આજે જમાલપુર જગન્નાથ મંદિરે દર્શન કરવા પણ જશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુજરાતનાં ત્રણ દિવસનાં પ્રવાસે છે.

આ પણ વાંચો - Uttarayan 2025 : પતંગ ચગાવવા ધાબે જાઓ છો ? તો પહેલા જાણો લો આજે કેવો રહેશે પવન ?

Advertisement

અમદાવાદનાં વિવિધ સ્થળે યોજાનારા પતંગોત્સવમાં ભાગ લેશે

જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) આજથી ગુજરાતનાં 3 દિવસનાં પ્રવાસે છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં (Ahmedabad) યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સવારે 10.45 કલાકે અમદાવાદનાં મેમનગરમાં યોજાનાર પતંગોત્સવમાં હાજરી આપશે. ત્યાર બાદ ઘાટલોડિયા ખાતે સવારે 11.15 કલાકે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા નિર્મિત રહેણાક કક્ષાનાં 920 તેમ જ પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરશે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ, AMTS બસમાં કરી તોડફોડ

BJP સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો થાય તેવી પણ સંભાવના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 12 કલાકે જમાલપુરનાં જગન્નાથ મંદિરે (Jamalpur Jagannath Temple) દર્શન કરવા જશે. ત્યાર બાદ બપોરે 3.45 કલાકે ન્યૂ રાણીપ ખાતે પતંગોત્સવની (Kite Festival) ઉજવણી કરશે. ત્યાર પછી સાંજે 4.15 કલાકે સાબરમતીમાં યોજાનારા પતંગોત્સવની ઉજવણીમાં હાજરી આપશે. ભાજપ સંગઠનની નવી રચના વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન સંગઠનની રચના સંદર્ભે રાજકીય બેઠકો થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો - Gujarat: લ્યો બોલો! હવે વરઘોડો ન કાઢવા લીધી લાંચ, પોલીસ માટે કમાણીનું નવુ સાધન

Tags :
Advertisement

.

×