Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકીઓ આપતું હતું પરંતુ..!

આપણી વાયુ સેનાએ એર સ્ટ્રાઇક કરીને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાનાં 9 હેડક્વોટર ધ્વસ્ત કર્યા છે.
amit shah in gujarat   કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું  પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકીઓ આપતું હતું પરંતુ
Advertisement
  1. પહલગામ હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રહાર (Amit Shah in Gujarat)
  2. વૈશ્વિક સ્તરે પાકિસ્તાનનો આતંકવાદ ખુલ્લો પાડ્યો છે : અમિત શાહ
  3. "આપણી સેનાએ પાકિસ્તાની આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા"
  4. જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાનાં 9 હેડક્વોટર ઉડાવ્યા : અમિત શાહ
  5. પાકિસ્તાન એટમ બોમ્બની ધમકીઓ આપતું હતું : અમિત શાહ
  6. ભારતીય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો : અમિત શાહ

Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હાલ ગુજરાતની બે દિવસીય મુલકાતે છે. આજે તેમણે ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકા, GUDA અને જિલ્લા વહીવટી તંત્રનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું. દરમિયાન તેમણે જનસભાને સંબોધી હતી અને પહલગામ આતંકી હુમલા (Pahalgam Terrorist Attack) અને ભારતીય સેના (Indian Army) દ્વારા સૈન્ય કાર્યવાહી અંગે વાત કરી હતી અને પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા.

આ પણ વાંચો - Amit Shah in Gujarat : આપણી ત્રણેય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો : અમિત શાહ

Advertisement

Advertisement

જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાનાં 9 હેડક્વોટર ઉડાવ્યા : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે, પહલગામ હુમલા બાદ વૈશ્વિક સ્તરે પાકિસ્તાનનો (Pakistan) આતંકવાદ ખુલ્લો પાડ્યો છે. આપણી ત્રણેય સેનાએ પહલગામ આતંકી હુમલાનો જવાબ આપ્યો અને પાકિસ્તાની આતંકવાદીઓને નેસ્તનાબૂદ કર્યા. આપણી વાયુ સેનાએ એર સ્ટ્રાઇક કરીને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાનાં 9 હેડક્વોટર ધ્વસ્ત કર્યા છે. પાકિસ્તાનની સીમામાં 100 કિ.મી અંદર ઘૂસીને આતંકીઓને માર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, પાકિસ્તાની સેનાએ કચ્છથી લઈને કશ્મીર સુધી હુમલો કરવાનું કૃત્ય કર્યું. પરંતુ, આપણી સેનાની (Indian Army) સૈન્ય કાર્યવાહીનાં કારણે પાકિસ્તાનની એકપણ મિસાઈલ કે ડ્રોન ભારતની ભૂમિ પર ના પડી શક્યા.

આ પણ વાંચો - પાકિસ્તાનમાં 100 કિમી અંદર સુધી જઈને આતંકવાદીઓને માર્યા - Amit Shah

'PM નરેન્દ્ર મોદીએ બિહારમાં જે સંકલ્પ લીધો હતો તે પૂર્ણ કર્યોટ'

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ભારતે પાકિસ્તાની સેનાનાં એરબેઝની ક્ષમતાને તહસનહેસ કરી નાખી. પાકિસ્તાનનાં આતંકી કેમ્પ ધ્વસ્ત કરવાનું કામ ભારતે કર્યું. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પરમાણુ બોમ્બની ધમકીઓ આપતું હતું. ત્યારે ભારતીય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આગળ કહ્યું કે, ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે દુનિયા પ્રશંસા કરે છે. PM નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) બિહારમાં જે સંકલ્પ લીધો હતો તે પૂર્ણ કર્યો. ત્રણેય સેનાધ્યક્ષો, જવાનો અને આપણા વડપ્રધાનનો ખૂબ ખૂબ આભાર કે જેમનાં નિર્ણયો અને પગલાંથી આજે દેશ ગર્વ અનુભવે છે.

આ પણ વાંચો - Gandhinagar : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન, Operation Sindoor નું નામકરણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું

Tags :
Advertisement

.

×