Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal: વાહ! અધિકારી હોય તો આવા, જિલ્લા પુરવઠા અધિકારી ખુબ વેશ પલટો કરી તપાસ માટે પહોંચ્યા

Panchmahal જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાએ અરજદારોને રેશનકાર્ડ સંબધિત કામગીરી અંગેની ચકાસણી માટે વેશ પલટો કરી અરજદાર બન્યા અને તપાસ કરવા માટે પહોંચ્યાં હતાં.
panchmahal  વાહ  અધિકારી હોય તો આવા  જિલ્લા પુરવઠા અધિકારી ખુબ વેશ પલટો કરી તપાસ માટે પહોંચ્યા
Advertisement
  1. વેશ પલટો કરી રેશનકાર્ડ સંબધિત કામગીરીની કરી ચકાસણી
  2. પુરવઠા અધિકારી પોતે અરજદાર બની તપાસ કરવા પહોંચ્યા
  3. અરજદારોને પડતી અગવડતા અંગે અધિકારીએ જાતે કર્યું પરિક્ષણ

Panchmahal: ગુજરાતમાં એવા ઘણાય અધિકારીઓ છે જે સાચા અર્થમાં લોકોની સેવા કરવાનું જાણે છે અને ઇમાનદારીથી પોતાની ફરજ અદા કરતા હોય છે. નાયક ફિલ્મની જેમ પોતાના વિસ્તારમાં ચાલતી કામગીરી અંગે વેશ પલટો કરીને તપાસ કરવા માટે પહોચે છે. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણાએ અરજદારોને રેશનકાર્ડ સંબધિત કામગીરી અંગેની ચકાસણી માટે વેશ પલટો કરી અરજદાર બન્યા અને તપાસ કરવા માટે પહોંચ્યાં હતાં.

વેશ પલટો કરી તપાસ માટે પહોંચેલા અધિકારી

Advertisement

અધિકારી ખુબ ચકાસણી કરવા માટે પહોંચ્યા

નોંધનીય છે કે, ગોધરા તાલુકા સેવા સદન કચેરી ખાતે નાયબ કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારી અરજદાર બની ધોતી પહેરી રેશનકાર્ડ કઢાવવા માટે ગયા હતાં. જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટરે ખુદ અરજદાર બની ચકાસણી કરતાં સરકારની જોગવાઈ કરતા અનેક અનિયમિતતા ધ્યાને આવી હતીં. જેથી આ મામલે હવે કેવી કાર્યવાહી થશે તે પણ જોવાનું રહેશે.

Advertisement

આ પણ વાંચો: ભુણાવામાં બે જુથ વચ્ચે મારામારીમાં છ લોકો ગંભીર રીતે ઘાયલ, સામસામી નોંધાઈ પોલીસ ફરિયાદ

નક્કી કરાયેલા દર કરતાં પણ વધુ નાણાં લેવાતા હોવાનો પર્દાફાશ

સરકાર દ્વારા એફિડેવિટ પ્રથા બંધ કરી હોવા છતાં અરજદાર પાસે એફિડેવિટ કરાવવામાં આવતા 23 રૂપિયામાં થતી કામગીરી માટે અરજદારને 300 રૂપિયાનું આર્થિક ભારણ સહન કરવું પડતું હોવાનું સામે આવ્યું છે. સ્ટેમ્પ વેન્ડર દ્વારા પણ નક્કી કરાયેલા દર કરતાં વધુ નાણાં લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ઝેરોક્સ સેન્ટરમાં પણ વધુ નાણાં લેવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે. અરજદારોને પડતી અગવડતા અને સંલગ્ન વિભાગ દ્વારા આપવામાં આવતી સેવા અંગેની ચકાસણી કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારીએ નવો કીમિયો અપનાવ્યો હતો.

આ પણ વાંચો: Surat: મંદિર બહાર બેઠેલી ભિક્ષુકને કારચાલકે કચડી નાખી, સામે આવ્યાં હૃદય કંપાવતા CCTV

આવી ગેરરીતિઓ સામે કાર્યવાહી ક્યારે થશે?

આ મામલે વેશ પટલો કરીને તપાસ તો કરવામાં આવી છે પરંતુ હવે આ ગેરરીતિઓ મામલે કેવા પગલા લેવામાં આવે છે તે જોવાનું રહેશે. સ્વાભાવિક છે કે, અત્યારે સરકારી કામ માટે પણ લોકોને બહોળા રૂપિયા આપવા પડતાં હોય છે. રૂપિયા વગર તો ક્યાક કોઈ કામ થતું જ નથી. એટલું જ નહીં પરંતુ એમુક ક્ષેત્રમાં તો નિર્ધારિત કરેલે દર કરતા પણ વધારે રૂપિયા લેવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Kutch: ગુરૂ અને શિષ્યના સંબંધને લાગ્યું લાંછન, માધાપરમાં બાળકી સાથે અડપલા કરતા શિક્ષકની ધરપકડ

Tags :
Advertisement

.

×