બોટાદ નગરપાલિકા દ્રારા કરોડોના ખર્ચે બનાવેલ શોપિંગમાં જામ્યા ગંદકીના થર.બંધ શોપિંગ બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો.જો શોપિંગ શરૂ થાય તો વેપાર ધંધાનો લોકોને મળી રહે લાભ.લોકોની માંગ તાત્કાલિક ધોરણે આ શોપિંગ શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે
બોટાદ નગરપાલિકા દ્રારા આશરે 10 થી 12 વર્ષ પહેલાં લગભગ 3 થી 4 કરોડ ના ખર્ચે બોટાદ શહેર ની મુખ્ય માર્કેટ માં શોપિંગ બનાવવામાં આવેલ હતું ત્યારે વેપાર ધંધો કરનાર વેપારી અને ગ્રાહકો ને આનંદ હતો કે આ શોપિંગ શરૂ થતાં સારો વેપાર મળશે અને ગ્રાહકો ને પણ સુવિધા મળશે.પણ આજ કાલ કરતા આશરે 10 થી 12 વર્ષ કરતા વધુ સમય થી આ શોપિંગ બન્યા બાદ બંધ હાલત માં છે. દુકાનોના ભાવ વધુ હોવા ના કારણે હરાજી માં તેમની બોલી લાગતી ન હોય દુકાનો વેચાણ થતી નથી જેના કારણે હાલ તો આ શોપિંગ માં ગંદકીના થર જામ્યા છે તો શોપિંગ માં અસામાજિક તત્વો નો અડો હોય તેમ ખાલી દારૂ ની બોટલ પણ અહીં જોવા મળે છે ત્યારે હાલ તો આશોપિંગ ખંડેર બનતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સ્થાનિક નાગરિકો ની પણ માંગ છે કે વહેલાસર આશોપિંગ માટે કોઈ નિર્ણય લેવા માં આવે જેથી આ બંધ શોપિંગ શરૂ થાય અને લોકો ને સુવિધા મળે અને શોપિંગ જો શરૂ થાય તો ગંદકી માંથી પણ મુક્તિ મળે.
બોટાદ નગરપાલિકા દ્રારા એક તરફ સ્વચ્છતા ની વાતો કરી લોકો ને જ્ઞાન આપવામાં આવતું હોય છે અને જો કોઈ જાહેર માં કચરો ફેંકે તો દંડ પણ ફટકારવામાં આવતો હોય છે ત્યારે નગરપાલિકા ના આ શોપિંગ માં આ પ્રમાણે ની થતી ગંદકી ને લઈ જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે.
બોટાદ નગરપાલિકા ના વહીવટ દાર દિપક સતાણી ને આ મામલે પૂછતાં તેમણે જણાવેલ કે બોટાદ નગરપાલિકા ના બે શોપિંગ માં નાના શોપિંગ માં અમુક દુકાનો નું વેચાણ થયું છે અને મોટા શોપિંગ માં દુકાનો ની હરાજી માટે કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને જો જરૂર પડ્યે સરકાર માં રજુવાત કરી ભાડા પટે દુકાનો આપવાની કામગીરી માટે પણ મંજૂરી માંગી કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ હાલ શોપિંગ ની ગંદકી ને લઈ બોટાદ નગરપાલિકા સેનેટેશન વિભાગ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ પોલીસ ને પણ મીટીંગ દરમ્યાન જાહેર માં કચરો નાખનાર ને લઈ જાણ કરવામાં આવેલ હોય જે કામગીરી હાથ ધરવામાં આવશે.
અહેવાલ- ગજેન્દ્ર ખાચર ,બોટાદ
આ પણ વાંચો –રથયાત્રા પહેલા અમદાવાદમાં ગેરકાયદે વસવાટ કરતા 18 બાંગ્લાદેશીઓની ધરપકડ