Download Apps
Home » કચ્છના ઝુરા કેમ્પમાં રહેતા આ પરિવારોનું દેશ સેવામાં છે ખુબ મોટુ યોગદાન

કચ્છના ઝુરા કેમ્પમાં રહેતા આ પરિવારોનું દેશ સેવામાં છે ખુબ મોટુ યોગદાન

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

સરહદ પરની જો ગતિવિધિ જાણવી હોય અને કચ્છના અફાટરણમાં કોણ આવી રહ્યું છે તેં જાણવું હોય તો તે 1971માં ભારત પાકિસ્તાનના ભાગલા બાદ કચ્છમાં આવેલા સોઢા પરિવારોને જ પૂછીએ તો તમને ખબર પડે કે દેશ માટે દિવસ રાત જોયા વગર કેટલો ભોગ આપ્યો છે,આજે આપણી છાતી ગજગજ ફૂલી ઉઠે કે આવા પણ યોદ્ધાઓ કચ્છ જિલ્લામાં મોજુદ છે.

ભુજથી 35 કિલોમીટરના અંતરે આવેલા ઝુરા કેમ્પમાં મોટા ભાગના સોઢા પરિવારો રહે છે

આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કચ્છના પગીઓની કે જે રણ વિસ્તાર હોય કે નિર્જન જંગલ હોય,વ્યકતિ ક્યાંથી આવ્યો,ક્યાં છુપાયો છે તેને શોધવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભુજથી 35 કિલોમીટરના અંતરે આવેલા ઝુરા કેમ્પમાં મોટા ભાગના સોઢા પરિવારો 1971ના યુદ્ધ પછી પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.આજે આ ગામમાં પાંચ પગી એવા છે કે જેઓએ ઘૂસણખોરી કરતા પાકિસ્તાનીઓને તો શોધ્યા જ છે પણ તેની સાથે-સાથે વિસ્ફોટકનો જથ્થો પણ પકડાવ્યો છે.

1971નું યુદ્ધ થયું ત્યારે સોઢા પરિવારો પાકિસ્તાનથી ભારત આવ્યા

સોઢા નવઘણજી મહાસિંહજીના કહેવા પ્રમાણે જ્યારે 1971નું યુદ્ધ થયું ત્યારે સોઢા પરિવારો પાકિસ્તાનથી ભારત આવ્યા ,એ સમયે કચ્છમાં મોટી સંખ્યામાં સોઢા પરિવારો આવ્યા જેઓને જે તે વખતે વડાપ્રધાન ઈન્દિરાગાંધી મદદરૂપ બન્યા હતા,ત્યારબાદ એલ.કે.અડવાણી,અટલ બિહારી બાજપાઈએ પણ મુલાકાત લીધી હતી,આ સોઢા પરિવાર કચ્છમાં ઝુરા,વેરાર,મોટી છેર, ગોંધીયાર,ચંદ્રનગર,ઓરિરા,કુરિયાણી આવીને વસ્યા હતા,સમય સાથે આ સોઢા પરિવારોને ભારતીય નાગરિકત્વતા મળી હતી. અહીંના આગેવાન માધુભા સોઢાના જણાવ્યા પ્રમાણે ભુજ તાલુકાના ઝુરા કેમ્પની જો વાત કરીએ તો અહીં 400 પરિવાર છે,જેમાં ભેરાજી મહાસિંહજી,સાગાજી અગરાજી,નેતસિંહ પૂંજાજી,સોઢા નવગણજી,વેશલજી મહાસિંહજીએ એવા યોદ્ધાઓ છે કે જેઓ પોલીસની મદદમાં રહીને પગીની ભૂમિકા ભજવી છે,જેઓ આજે પણ દેશમાં ક્યારેય પણ આફત હોય ત્યારે હાજર રહે છે.

આર. ડી.એક્સનો જથ્થો પકડાવવામાં મહત્વની ભૂમિકા

નિવૃત નાયબ પોલીસ અધિક્ષક દિલીપ અગ્રાવતે જણાવ્યું હતું કે વર્ષ 1999માં કચ્છના ઘડુલી વિસ્તારમાં સાત પાકિસ્તાની ઈસમો પકડાયા હતા ,જેઓ પાસે આર. ડી એક્સ.છુપાવેલો હતો પોલિસે પગીઓને સાથે રાખીને ફૂટપ્રિન્ટના સ્થળ પર પહોંચીને જથ્થો કબજે કર્યો હતો. વર્ષ 2000 દરમિયાન ભુજ તાલુકાના ખાવડા નજીક ત્રણ ઉટમાં પાકિસ્તાનીઓ આર. ડી.એક્સ લઈ આવ્યા છે તેવી બાતમીના આધારે પગીઓની મદદથી ભગત વિરી વિસ્તારમાં એક ઉટ પર રાખેલ 32 કિલો આર. ડી.એક્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો,જેમાં એક મુશર્રફ નામનો પાકિસ્તાની ઉટ ઝડપાયો હતો,જેને વર્ષો સુધી ભુજના પોલીસ હેડ કવાટરમાં રાખવામાં આવ્યા બાદ તેનું બીમારી અવસાન થયું હતું.

રણમાં મદદની જરૂરિયાત હોય ત્યારે હિંમતભેર જવા તૈયાર

આ દરમિયાન વખતોવખત જ્યારે પણ જરૂર પડે ત્યારે કચ્છના જુદા જુદા વિસ્તારમાં રહેલા પગીઓની મદદ લેવાતી હતી,મોટા કંસાઇનમેન્ટ સાથે અન્ય ઓપરેશન પાર પાડવામાં પણ મહત્વની ભૂમિકા પગીઓએ ભજવી છે,ઝુરા કેમ્પમાં રહેતા સોઢા વેશલજી મહાસિંહજીના જણાવ્યા પ્રમાણે રણમાં મદદની જરૂરિયાત હોય ત્યારે હિંમતભેર જવા તૈયાર હોઈએ છીએ તેમનું જેતે સમયે સન્માન પણ કરાયું હતું,

દેશની સેવા માટે પગીઓની સેવા ઉદાહરણરૂપ 

ખરેખર જીવના જોખમે રહેતાં આ પગીઓની સેવાને દાદ આપવા જેવી છે,કઠોર પરિસ્થિતિ ,વચ્ચે 10 ,10 દિવસ રણમાં ખાવા ,પીવા વગર ગાળવા એ એક ,કઠિન બાબત છે,આ પગીઓએ જ્યારે અનેક પરિશ્રમ કર્યા છે ત્યારે તેમને સરકાર દ્વારા વેતન તેમજ તેમના સંતાનોને નોકરી અપાવવામાં મદદરૂપ થાય તેવું ઇચ્છિ રહ્યા છે,જો કે કેટલાક પગીઓના સંતાનોને નોકરી પણ મળી છે ,પણ દેશ માટે ખડેપગે રહેનાર તમામ પગીઓની સેવાની કદર થવી જોઈએ

ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે?
By Aviraj Bagda
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે
By VIMAL PRAJAPATI
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા
By Aviraj Bagda
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર
By Harsh Bhatt
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ
By Harsh Bhatt
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના
By Hardik Shah
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે
By VIMAL PRAJAPATI
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો
By Hardik Shah
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ઉનાળામાં વધારે પ્રમાણમાં કેરી ખાવાથી શું શરીરમાં નુકસાન થશે? ઉનાળો શરૂ થતાની સાથે જ બજારમાં આ ફળની માંગ વધી જાય છે કોવિશીલ્ડ લેનારને કેટલી ચિંતા કરવી જોઈએ, 5 મહત્વના પાસા આ ફળો ખાધા પછી ભૂલથી પણ ન પીતા પાણી, નહીં તો શરીર બનશે રોગનું ઘર મે મહિનામાં OTT ઉપર આવશે આ ધમાકેદાર કન્ટેન્ટ, જુઓ લિસ્ટ Happy Birthday Ro-Hit – બોલર તરીકે કરી હતી ક્રિકેટ કારકિર્દીની શરૂઆત, આજે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનમાં થાય છે ગણના Saudi Prince: સાઉદી પ્રિન્સ પાસે છે આટલા અરબની સંપત્તિ, સ્વર્ગ જેવો તો મહેલ છે ધોનીએ રચ્યો ઈતિહાસ, IPL માં આવો રેકોર્ડ બનાવનારો પ્રથમ ખેલાડી બન્યો