પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ બાદ ભારતીય બોટ ડૂબી ગઇ, 7 લોકોનો બચાવ
- પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ થતા બોટની જળસમાધી
- બે બોટ વચ્ચે અથડામણ બાદ ફાયરિંગની ઘટના બની હોવાની શક્યતા
- સમગ્ર મામલે મરીન પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી
અમદાવાદ : ભારતીય માછીમારો પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની શક્યતા નથી. પાકિસ્તાન દ્વારા વારંવાર જળસીમામાં ભારતીય માછીમારોને પરેશાન કરવામાં આવતા હોય છે. જો કે હવે પાકિસ્તાની મરીન પણ પોતાની હદ વટાવી રહ્યું છે. ભારતીય માછીમારી બોટ પર ફાયરિંગ કરતા બોટ ડુબી ગઇ હતી. જો કે ભારતીય તટ રક્ષક દળને માહિતી મળતા તેમણે તમામ 7 ખલાસીઓને બચાવી લીધા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા તમામને રેસક્યું કરીને કિનારે લાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ભારતમાં મારા માથાની અંદર કીડા ઘુસી ગયા, ટ્રમ્પના હેલ્થ મિનિસ્ટરનો વિચિત્ર દાવો
ભારતીય બોટ પર પાકિસ્તાન મરીનનું ફાયરિંગ
ઘટના અંગે મળતી માહિતી અનુસાર રવિવારે અરબી સમુદ્રમાં IMBL નજીક ફાયરિંગની ઘટના બની છે. જેમાં ભારતીય માછીમારોની બોટ પર જખૌ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. જેના કારણે આખી બોટ ડુબી ગઇ હતી. પાકિસ્તાની મરીન સિક્યુરિટીની બોટ દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બોટના માલિક ઓખાના દામોરદભાઇ ચામોડિયાની બોટ હતી. જેમાં 7 ખલાસીઓ હતા. આ બોટ ઓખા બંદરથી ઓપરેટ થઇ રહી હતી. હાલ તો તમામ ખલાસીઓને બચાવીને કોસ્ટ ગાર્ડ દ્વારા દ્વારકા લવાયા છે.
આ પણ વાંચો : Kangana Ranaut ની આવી Emergency
જો કે બોટ પર ફાયરિંગ નહી બોટ અથડાઇ હોવાની વાત
જો કે કોસ્ટ ગાર્ડ દ્વારા આ અંગે કોઇ અધિકારીક પૃષ્ટિ કરવામાં આવી નથી. બીજી તરફ કેટલાક સુત્રોનો દાવો છે કે, બોટ પર ફાયરિંગ નથી થયું પરંતુ પાકિસ્તાન મરીનની બોટ અને ભારતીય માછીમારી બોટ વચ્ચે અથડામણ થઇ હતી. જેના કારણે ભારતીય બોટે જળ સમાધી લીધી હતી. ત્યારે સવાલ થાય છે કે, આ બોટ જો પાકિસ્તાની મરીન એજન્સીની બોટ સાથે અથડાઇ તો શું પાકિસ્તાની મરીન ભારતીય સીમામાં ઘુસી આવ્યું હતું.
આ પણ વાંચો : Canada US Border પર માઇનસ 35 ડિગ્રીમાં થીજી ગયેલો ગુજરાતી પરિવાર
સમગ્ર મામલે કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ દ્વારા તપાસ શરૂ
હાલ તો સમગ્ર મામલે કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોની પુછપર ચાલી રહી છે. અધિકારીક નિવેદનની રાહ જોવાઇ રહી છે. ઓખા મરીન પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. હાલ તો તમામ માછીમારો માટે કોસ્ટગાર્ડ ભગવાન સાબિત થઇ રહ્યું છે.
આ પણ વાંચો : Surat: પાટણની મેડિકલ કોલેજના રેગિંગ કેસ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સતર્ક


