- પેટા કોન્ટ્રાકટ પૈકીના 4 આરોપીઓ ટેક્નિકલ ડીગ્રી ધરાવતા નથી
- મેન્ટેનન્સ રિપેરીંગમાં માત્રને માત્ર પ્લેટફોર્મ જ બદલવામાં આવ્યા છે
- કોર્ટ સમક્ષ FSL રિપોર્ટ આપવામાં આવ્યો
- વર્ષ 2007માં ઓરેવા કંપનીએ વિશ્વકર્મા ફેબ્રિકેશનને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો
- તે સમયે પ્રકાશ પાસે એન્જિનિયરીંગની કોઇ લાયકાત ન હતી છતા કોન્ટ્રાક્ટ કઇ રીતે આપ્યો?
- 2022માં દેવ પ્રકાશ ફેબ્રિકેશન કે જેનું સંચાલન પ્રકાશ પરમારના પુત્ર દેવાંગ કરતા હતા જે માત્ર 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.
- લાયકાત વગરની વ્યક્તિઓને બ્રિજનું કામ કઇ રીતે સોંપાયું તેના પર તપાસ
- બ્રિજ 2007માં તૈયાર કરાયો હતો ત્યારે એલ્યુમિનીયરની ત્રણ લેયર કરવામાં આવી હતી જે બાદ 2022માં ફરી એલ્યુમિનિયયમની ચાર લહેરનું પ્લેટફોર્મ તૈયાર કરાયું હતું આ સમયે જેના પર બ્રિજ ઉભો છે તેની ચકાસણી કેમ ન કરવામાં આવી?
- ઓરેવા કંપની વતી દિપક પારેખ ફેબ્રિકેશન કંપની સાથે વાર્તાલાપ કરતો હતો અને મટીરીયલ્સની ખરીદી કરતા હતા ત્યારે કોના કહેવાથી આ કોન્ટ્રાક્ટ અપાયો તે તપાસનો વિષય
- જે મટીરીયલ્સની ખરીદી કરાઇ હતી તેની ચકાસણી કરવામાં આવી હતી તે કેમ ?
- કોઇપણ ઓવરબ્રિજ કે અંડરબ્રિજ ખુલ્લો મુકતા પહેલા ગેરી (GERI) (ગેરી બ્રિજના ફિટનેસ આપતી સંસ્થા છે, વડોદરામાં છે)ની મંજૂરી લેવી પડે જે લેવામાં કેમ નથી આવી તેના પર તપાસ