Home » અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં થયો વધારો, બીજી તરફ ઓરીના વધતા કેસોને લઇ તંત્ર સતર્ક
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં થયો વધારો, બીજી તરફ ઓરીના વધતા કેસોને લઇ તંત્ર સતર્ક
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
82
અમદાવાદમાં દિવસે-દિવસે રોગચાળો વકરી રહ્યો છે..ચિકનગુનિયા, મેલેરિયા, ડેન્ગ્યુના દર્દીઓ વધી રહ્યા છે. શહેરમાં પાણીજન્ય રોગોમાં પણ વધારો થઇ રહ્યો છે..તો બીજી તરફ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે..ચાલુ માસમાં અમદાવાદમાં મેલેરિયાના 16 કેસ ,ઝેરી મેલેરિયાના 6 કેસ અને ડેંગ્યૂના 104 કેસ નોંધાયા છે.
પાણીજન્ય રોગો વધતા પાણીના સેમ્પલ લેવાયા
ચાલુ માસમાં ડેન્ગ્યુના 1300થી પણ વધુ સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા છે.પાણીજન્ય રોગોની વાત કરીએ તો કમળાના 201 કેસ નોંધાયા છે.ટાઇફોઇડના પણ 230 કેસ નોંધાયા છે. જે જગ્યાએ ખરાબ પાણીની ફરિયાદ આવી રહી છે એ જગ્યાઓએથી પાણીના સેમ્પલ લઇ કામગીરી કરવામાં આવી રહી છે.રોજ ની 80 જેટલી જગ્યાઓએ સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવે છે.
ઓરીના કેસોએ તંત્રની ચિંતા વધારી
અમદાવાદ શહેરમાં નાના બાળકોમાં ઓરીના કેસોએ આરોગ્ય વિભાગની ચિંતા વધારી છે.એક સપ્તાહમાં ઓરીના વધુ 24 કેસ બાળકોમાં નોંધાયા છે.ગત સપ્તાહ સુધીના 467 કેસ હાલ 491 પર પહોંચ્યા.ઓક્ટોબર મહિનામાં 112 કેસ, નવેમ્બર મહિનામાં 177 કેસ અને ડિસેમ્બરમાં 50 કેસ હાલ સુધી નોંધાયા.દાણીલીમડા બહેરામપુરા લાંભા વટવા જુહાપુરા ગોમતીપુર રખિયાલ વિસ્તારમાં ઓરીની વધુ અસર જોવા મળી છે.બે માસમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું AMCનું અવલોકન છે.25 વિસ્તારમાં 9 મહિના થી 5 વર્ષના બાળકોને ઓરીની રસી આપવાની શરૂ કરાઇ છે.
વિટામીન Aના ઇન્જેક્શન આપવા સૂચના
શંકાસ્પદ કેસ ધરાવતા બાળકોને વિટામિન A ના ઇન્જેક્શન આપવા પણ સૂચના આપવામાં આવી છે.1,38,000 બાળકોને હાલ સુધી ઓરી વેકસીન આપવામાં આવી છે.હાલ માં વધી રહેલા ઓરીના કેસને લઇ આરોગ્ય વિભાગ પણ ચિંતિત છે.સાથે જ 4 કરતા પણ વધુ કેસ જે વિસ્તાર માં નોંધાય તેને ક્લસ્ટર એરિયા જાહેર કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject